Posted by: bazmewafa | 02/13/2011

સોનેરી ધૂળ2—દીપક બારડોલીકર

સોનેરી ધૂળ2—દીપક બારડોલીકર

1

ઇર્ષ્યા નથી

તારી પાંસે દુનિયા છે

તો મને એની ઇર્ષ્યા નથી.

સાંભળ,

મારી પાસે દુનિયાનો સર્જનહાર છે!

****

દીવો બાળો નહીં તો કાંઈ નહીં

રાતને રાત તો કહો યારો

 

2

પુરુષાર્થ

 મારા માં

પરિશ્રમ, પુરુષાર્થના પ્રશંક હતાં,

તેમને

એમાં આનંદ આવતો,

મને પણ આનંદ આવે છે

 પરિશ્રમમાં,

પુરુષાર્થમાં!

3

ભિખારણ પુત્ર

ફાટેલ તૂટેલ કપડાં

ને ઉદરછે ખાલી ખમ,

તો પણ

મારી માની દ્રષ્ટિએ

હું રાજકુમારથી કમ નથી !

4

કદાચ

કદાચ

ઝરણું છે.

અહીંથી અગર પ્યાસા જશો

તો આ   ‘ખળખળ’ વહેતું ઝરણું

કદાચ,

તમને મૂરખ ગણશે !

 5

કિતાબ

 કિતાબ એટલે

કાગળોનો જથ્થો નહીં,

આદર પાત્ર જ્ઞાન.

કાગળ જર્જર થઈ શકે છે.

કિતાબ જર્જર થાતી નથી.

 6

શાયર છું

 અગર

આપી શકો

તો મુઠ્ઠીભર ચાંદની આપો.

શાયર છું,

આફતાબ આપીશ.

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: