Posted by: bazmewafa | 01/16/2011

ગઝલ: પ્યાલો ભર્યા વિના—મહેક ટંકારવી

પ્યાલો ભર્યા વિના—મહેક ટંકારવી

 

મસ્તીમાં ચૂર, જામને હોઠે ધર્યા વિના,

મદહોશ થઈ ગયા અમે પ્યાલો ભર્યા વિના.

 

એણે જો ઊંચક્યા અમે પીંછું થઈ ગયા,

પહોંચી ગયા કિનારે સમંદર તર્યા વિના.

 

હા, એજ કામિયાબ થયા ઇમ્તેહાનમાં,

કૂદી પડ્યા જે આગમાં સ્હેજે ડર્યા વિના.

 

પહેલાં બધાંયે આભૂષણોને ઉતારી નાંખ,

નવપલ્લવિત થતાં નથી વૃક્ષો ખર્યા વિના.

 

એમાં ગજબની ચેતના ફૂંકાશે એ પછી,

પહેલાં તું લાશ જેવો બની જા મર્યા વિના.

 

એની કદી એવી પણ થઈ છે કૃપા ‘મહેક’,

કે માલામાલ થઈ ગયા કંઈ પણ કર્યા વિના.


પ્રતિભાવો

  1. k


Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ