Posted by: bazmewafa | 01/10/2011

ગઝલ: સોબત ગગનની છે—મરીઝ

સોબત ગગનની છે—મરીઝ

મૃત્યુના બાદ પણ હજી લગની મિલનની છે,

આંખોથી ઊતરેલી સફેદી કફનની છે.

 

કર્તવ્ય પ્રેમનું છે પ્રતીક્ષા કરીશ હું,

તમને ન હોય પણ મને કિમત વચન ની છે.

 

કેમ, ઓ ધરા હજી બુલંદી ન મળી તને?

યુગ યુગ થયા તને અહીં સોબત ગગનની છે.

 

હું એનો અર્થ કેવો ઘટાવું મને કહે,

બદલાયેલી સિથિતિ જરા તારા વદનની છે.

 

સૌમા તને હું જોઉં છતાં એજ ઇન્તેઝાર,

જોવા સમી દશા હવે મારા નયનની છે.

 

દુનિયામાં જેનું નામ છે નક્કર હકીકતો,

એ વાંકીચૂકી રેખા અમારા સ્વપનની છે.

 

આ ચન્દ્રમામાં ડાઘ જે દેખાય છે ‘મરીઝ’

લાગે છે કે એ છાયા અમારા વતનની છે.

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: