Posted by: bazmewafa | 12/22/2010

ગુજરાતી ભાષા થકી પરદેશમાં સંસ્કૃતિ અને સંસ્કારને જીવંત રાખવા મથામણ કરતાં મહેક ટંકારવી—ગુજરાત ટુડે

ગુજરાતી ભાષા થકી પરદેશમાં સંસ્કૃતિ અને સંસ્કારને જીવંત રાખવા મથામણ કરતાં મહેક ટંકારવી—ગુજરાત ટુડે

મંગળવાર

અમદાવાદ, તા.ર૧

‘ગુજરાતી ભાષા ટકશે તો સંસ્કૃતિ ટકશે; સંસ્કૃતિ ટકશે તો સંસ્કાર ટકશે. ભાષા ગઇ તો સમજો બધું જ ગયું.’ માટે જ ગુજરાતી ભાષા થકી આપણા સંસ્કારોને જીવંત રાખવાની મથામણ બ્રિટનમાં વસતા સવાયા ગુજરાતી યાકુબ ઊમરજી મેન્ક છેલ્લા ૩પ વર્ષથી કરી રહ્યા છે. આ નામ સાંભળી તમે કદાચ વિચારમાં પડશો. પરંતુ એ જ સાહિત્યસર્જકનો તેમના તખલ્લુસ મહક ટંકારવીથી પરિચય આપું તો તમે તરત ઓળખી જશો.

ભરૂચ જિલ્લાના ટંકારીયા ગામના યાકુબભાઇએ અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં એમ.એ. કરી બારડોલીની કોલેજમાં લેકચેરર તરીકે કારકિર્દી શરૂ કરી હતી. યુવાનીનો થનગનાટે તેમને ૧૯૬૬માં યુ.કે. ભણી લઇ ગયો. બસ ત્યારથી જ બ્રિટનમાં વસવાટ કર્યો પરંતુ માતૃભૂમિ અને માતૃભાષાનો પ્રેમ રતિભાર ઓછો થયો હોય તેમ લાગતું નથી. તેઓ ગુજરાત છોડી બ્રિટન ગયા તો તેમની સાથે જ બ્રિટનમાં ગુજરાતીને લેતાં ગયા, આવા અદકેરા ગુજરાતી કવિ મહક ટંકારવીએ ‘ગુજરાત ટુડે’ કાર્યાલયની મુલાકાત લીધી હતી. એક વાતચીતમાં મહક ટંકારવીએ જણાવ્યું કે, બ્રિટનમાં ગુજરાતી ભાષાને જીવંત રાખવા ગુજરાતી રાયટર ગિલ્ડ-યુ.કે.ની સ્થાપના કરવામાં આવી છે. તેમાં કવિમિત્રો, સાહિત્યકારો તથા સાહિત્ય રસિકો જોડાય છે. તેના દ્વારા સાહિત્ય ગોષ્ઠિ, મુશાયરા, કવિતા-હઝલનું પઠન તથા મેળાવડા યોજવામાં આવે છે. આવા કાર્યક્રમો દ્વારા વિદેશની ધરતી ઊપર વસતા ગુજરાતીઓમાં ગુજરાતી ભાષા પ્રત્યે પ્રેમ જાગૃત કરવાનું, સામાજિક પ્રશ્નો ઊજાગર કરવાનું તથા જરૂરી માહિતીના આદાન-પ્રદાનનું કામ કરવામાં આવે છે. સાથે-સાથે લોકોમાં શિક્ષણનો વ્યાપ વધે તેવા પ્રયત્નો કરવામાં આવે છે. તેમાં કંઇક અંશે સફળતા મળ્યાનો અમને સંતોષ છે.

જો કે, તેઓએ ગુજરાતી ભાષાની ચિંતા સેવતા જણાવ્યું કે, આગામી એક-બે દાયકા બાદ બ્રિટનમાં ગુજરાતી લખતા-વાંચતા-બોલતા લોકો હશે કે કેમ? અને હશે તો કેટલા હશે ? સરતા સમય સાથે પરદેશી ધરતી ઊપર પેદા થયેલા ગુજરાતીઓ હશે. જેથી ગુજરાતી લખતાં-વાંચતા કે બોલનારાની સંખ્યા ઘટશે. તેવો સૂર વ્યકત કર્યો હતો. જો કે, હાલ ગુજરાતમાં જન્મેલા મા-બાપની પેઢી હયાત છે. ત્યારે તેમના બાળકો તો આજે પણ ગુજરાતી બોલી કે વાંચી શકે છે અને તેને કાયમ રાખવા લંડન, લેસ્ટર વગેરે શહેરોમાં ગુજરાતીના વિવિધ કાર્યક્રમો અને ગોષ્ઠિઓ યોજવામાં આવે છે. ગુજરાતીના પાઠ્યપુસ્તકો તૈયાર કરવામાં આવ્યા છે. આપણે ત્યાં એસ.એસ.સી.ની જેમ ત્યાં જી.સી.એસ.ઇ.ની પરીક્ષા લેવાય છે. તેમાં ગુજરાતી વિષય ભણી શકાય છે. જો કે તેમણે આ અંગે જણાવ્યું કે, બિ્રટનમાં પાકિસ્તાનીઓની સંખ્યા વધુ હોઇ ઉર્દૂ ભાષાની માગ સૌથી વધુ રહે છે ત્યારબાદ બંગાળી અને ત્રીજા ક્રમે ગુજરાતી રહે છે.

તેનું કારણ આપતા જણાવ્યું કે, બ્રિટન-યુ.કે.માં ઉર્દૂ દૈનિક જંગ સહિત અન્ય સામયિકોની સંખ્યા ઘણી છે. તેની સરખામણીમાં ગુજરાતી સામયિકો ઘણા ઓછા છે. ઊપરાંત તેઓની પાકિસ્તાન મુલાકાતનું વધુ પ્રમાણ તેમજ ઉર્દૂ રેડિયો-ટેલિવિઝન તથા માતા-પિતા દ્વારા બાળકો ઊપર ઉર્દૂ જાણવા મુકાતો વધુ ભાર કારણભૂત છે. માટે ગુજરાતી માટે મથામણ કરવી પડે છે.

ગુજરાત સરકાર ગુજરાતમાં ‘વાંચે ગુજરાત’ અભિયાન ચલાવે છે. તે સારી વાત છે પરંતુ ખરેખર તેની જરૂર મને બ્રિટનમાં વધુ લાગે છે. માણસ વાંચશે તો વિચારતો થશે અને વિચારતો થશે તો જીવનમાં કંઇક નવું કરવા પ્રેરાશે, કોઇ પ્રોજેકટ અમલમાં મુકશે અને સિદ્ધિ હાંસલ કરશે. તેમના એક શેર.

‘હા, એ જ કામયાબ થયા ઇમ્તેહાનમાં,

કૂદી પડયા જે આગમાં સ્હેજે ડર્યા વિના.’

તેમણે ગુજરાતના મુસ્લિમોની ચતા વ્યકત કરતા કહ્યું કે, આપણા લોકોમાં વાંચનનો અભાવ છે ‘ગુજરાત ટુડે’ જેવું સક્ષમ માધ્યમ છે. પણ આપણી વસ્તીના પ્રમાણમાં કેટલા લોકો તેને ખરીદે છે અને વાંચે છે ?

ગુજરાતી ગઝલ વિશ્વને ‘પ્યાસ’, ‘તલાશ’ તથા ‘પ્યાસથી પરબ સુધી’ ત્રણ ગઝલ સંગ્રહો આપનાર તથા બ્રિટનના વ્યસ્ત જીવનમાં પણ ‘પૈગામ’ અને ‘આવાસ’ જેવા સામાયિકોનું સંપાદન કરનાર સાહિત્ય સર્જક મહક ટંકારવીએ ‘ગુજરાત ટુડે’ના વાંચકોને સંદેશ આપતા જણાવ્યું કે, ગુજરાતી મુસ્લિમો માટે ‘ગુજરાત ટુડે’ એ એક જણસ છે. શૂન્યમાંથી ભાઇખાનભાઇ બલોચે આ સર્જન કર્યું છે. ત્યારે અખબારનું મહત્ત્વ સમજી તેને સ્વીકારે ખરીદે અને વાંચે. સચોટ અને સરસ માહિતી આપતા આ સંસ્કારી અખબારને કોઇપણ પ્રકારે સહકાર આપે તે જરૂરી છે.

હવે, તો લોકહિત મૂવમેન્ટના ફાઊન્ડર સિરાઝભાઇની દીર્ઘ દૃષ્ટિને કારણે અખબાર થકી સમાજ ઊત્કર્ષની હુકુકુલ ઇબાદની મૂવમેન્ટ ગુજરાતના ગામડાઓ સુધી પહાચી છે. જે ધન્યવાદને પાત્ર કામગીરી છે.

જનાબ મહક ટંકારવી સાથે પધારેલા તેમના પુત્ર અનિસભાઇ માન્ચેસ્ટર પાસેની વિગેન સીટીમાં પ્રિન્સિપાલ એન્વાયરમેન્ટલ હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. તેઓ શહેરના વૃધ્ધો, ગરીબો તથા વિકલાંગોની સુખ-સુવિધાની કાળજી લઇ તંત્રને રિપોર્ટ કરાવી સરકારી ગ્રાન્ટ મેળવી આવા લોકોના ઘરોની મરામતમાં મદદરૂપ બને છે. આમ, ભાઇશ્રી અનીસ યાકુબ ઊમરજી પણ ફરજની સાથે સાથે લોક સેવાની ઊમદા સુવાસ ફેલાવી રહ્યા છે.

અંતમાં વતનનો તલસાટ દર્શાવતો તેમનો શેર.

‘છે વતનની ધૂળનો અહયા અભાવ,

બાકી તો અહયા બધું સારું જ છે.’

 (ગુજરાત ટુડેના સૌજન્યથી સભાર)

જનાબ મહેક ટંકારવી સાહેબનાં ગઝલ ગુલઝારને માણવા નીચેના URL   પર કલીલક કરવા વિનંતી.

 મહેક ટંકારવીની રચનાઓની સૂચિ:

https://bazmewafa.wordpress.com/2010/02/19/mahektankarvi_bazm/

Advertisements

Responses

  1. ઉમદા શાયર મહેક સાહેબ એમની રુહાની ગઝલો અને એના તરન્નુમ પઠનથી યુકેના અગ્રણી શયરોમાં મોભાનું સ્થાન ધરાવે છે.

    એમની ગઝલ ‘જીવી લઈશું’ એમના જ સ્વરમાં અહીં સાંભળી શકાશે:
    http://rankaar.com/blog/archives/2072


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: