Posted by: bazmewafa | 11/02/2010

ગઝલ:સંદેશ વાહક આવશે—ગુલામ અબ્બાસ’અબ્બાસ’

સંદેશ વાહક આવશે—ગુલામ અબ્બાસ’અબ્બાસ’

 

સામે જો સંદેશ વાહક આવશે,

આંખમાં અશ્રુની છાલક આવશે.

 

એ જ આશાએ નગરમાં છું હજી,

આ હવા કો’ દી તો માફક આવશે.

 

શબ્દ મીઠા બોલતાં થાકી ગયો,

ધારણા કીધી’તી ભાવક આવશે.

 

લાગણીની મેં સજાવી છે દુકાન,

ક્યારે બોણી માટે ગ્રાહક આવશે ?

 

રણ વસાવી આંખમાં દરિયો ન જો,

ઝાંઝવાનું મોજું દાહક આવશે.

 

સ્વપ્ન છેલ્લા પહોરનું તૂટી ગયું,

મારા ઘરમાં કોણ પાવક આવશે?

 

પ્રાથનાનું ફળ હશે ‘અબ્બાસ’ શું’

એક નવી શ્રધ્ધાનું ત્રાટક આવશે.

 


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: