Posted by: bazmewafa | 09/12/2010

નવલિકા:ડાઘિયો _જય ગજજર, C,M., M.A..

            ડાઘિયો _જય ગજજર, C,M., M.A

અમદાવાદ શહેરમાં વાણિયાઓની કહો કે શેઠિયાઓની કહો- એ પોળમાં વર્ષોથી એક ડાઘિયો કૂતરો રહેતો હતો. પાનાચંદ શેઠ ત્યાં રહેવા આવ્યા ત્યારે એમની સાથે લાવેલા.ડાઘિયો કુતરો પાડા પોળનો જાણે રાજા હતો. પોળના બધા જ  ઘરોની એ રખેવાળી કરતો. અજાણ્યા માણસની તાકાત નહિ કે પોળમાં ઘૂસી શકે. કારણ કે  ગમે ત્યારે બસ ભસ્યા જ કરે. પણ સૂરજ ડોશીને જુએ અને ભસવાનું બંધ કરી દે.

એક  વાર  એ  પોળમાં લાંબી દાઢીવાળો  એક સાધુ આવ્યો. એને જોતાં જ કૂતરો ભસવા લાગ્યો. સાધુએ એના હાથની લાકડી ઊંચી કરી તો પણ એ કૂતરાએ જોર જોરથી ભસવાનું ચાલુ રાખ્યું. પોળનાં બધાં ડરી ગયાં. પોળના એક ભાઈએ તરત જ મ્યુનિસિપાલિટીમાં ફોન કર્યો.

કૂતરાં પકડવાની વાન આવી પહોંચી. વાનને જોતાં એ કૂતરો કયાંક સંતાવાનું સ્થાન શોધવા લાગ્યો. દોડતો જઈને સૂરજ ડોશીના ઘરના પછવાડે પડેલી કચરા પેટીમાં કૂદી પડી સંતાઈ ગયો.

ડોશી ઘર પછવાડે વાવેલાં શાકભાજી કાપતી હતી. એ જોઈ ગઈ. પણ કંઈ બોલી નહિ.

કૂતરા પકડવાવાળા નિરાશ થઈને ચાલ્યા ગયા. ડોશી ઘરકામમાં અટવાઈ જતાં કૂતરાને ભૂલી ગઈ.

બીજે દિવસે છેક સાંજે ઘર પછવાડે ગઈ તો કૂતરાનો હાંફવાનો અવાજ સાંભળતાં એ કચરા પેટી પાસે ગઈ. કચરા પેટી બહુ ઊંડી હતી અને કૂતરો અંદર હાંફતો હતો. ડોશી પળમાં જ રહસ્ય સમજી ગઈ.

ઘરમાંથી દોરડું લાવી એક ફાંસો બનાવ્યો. કૂતરાના બે પગ ભરાવ્યા અને દોરડું ખેંચ્યું. કૂતરો સહીસલામત બહાર નિકળ્યો. ડોશીના સાડલાનો છેડો પકડી પૂંછડી પટપટાવી પોળમાં અદશ્ય થઈ ગયો.

એ પછીના થોડા દિવસે મધરાતે ડોશી ભર ઊંઘમાં હતાં. બહુ ચાલાકીથી બે ચોર પાછલા દરવાજેથી ઘૂસ્યા. ડાઘિયાને કોણ જાણે કયાંથી ખબર પડી. એ ચોર જયાંથી ઘૂસેલા એ બારી પાસે બેસી ગયો. એક ચોર માલ લઈને જેવો બહાર નિકળ્યો કે એના જમણા પગે બચકું ભરી લોહીલુહાણ કરી દીધો. એવી જ દશા બીજા ચોરની કરી.

આસપાસના લોકો જાગી ગયા. પોલીસને ફોન કરી બોલાવ્યા.

પોલીસ તાબડતોબ આવી પહોંચી.

બન્ને ચોરને હાથકડી પહેરાવી લઈ ગયા. કૂતરાને બહાદૂરીના કામ બદલ મ્યુનિસિપાલિટીએ બહાદૂરીનો એવૉર્ડ આપ્યો.

સૂરજ ડોશીએ એ દિવસે એ પોળમાં ઘેર ઘેર પેંડા વહેંચ્યા.

ડાઘિયા કૂતરા માટે ગરમા ગરામ બે રોટલા બનાવી એને દૂધ સાથે જમાડયો. જીવી ત્યાં સુધી રોજ બપોરે ડાઘિયાને બે રોટલા ખવડાવવાનો ક્રમ ચાલુ રાખ્યો. ડાઘિયો પણ રોટલા ખાઈ પૂંછડી પટપટાવી સૂરજ ડોશીનો આભાર માનવાનું કદી ભૂલતો નહિ.

એ ડાઘિયો મરણ પામ્યો ત્યારે સૂરજ ડોશી હૈયાફાટ રડયાં. કોઈ આપ્તજન ગુમાવ્યાનું દુઃખ અનુભવ્યું સાત દિવસ એનો શોક પાળ્યો. પોળના લોકો ડોશીને રોકકળ કરતી જોઈ બબડતા, “કૂતરા પાછળ પાગલ થઈ લાગે છે!”

સાતમે દિવસે ડોશીએ એની બચતમાંથી હજાર રૂપિયા ખર્ચી એ પોળના નાકે પોળના એ રખેવાળની સ્મૃતિમાં એક ખાંભી ચણાવી એની સ્મૃતિ  કાયમ માટે જીવંત રાખી.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: