Posted by: bazmewafa | 06/10/2010

ગઝલ:કપાયેલી પતંગ છે—ડૉ.અદમ ટંકારવી

kiteski

કપાયેલી પતંગ છે—ડૉ.અદમ ટંકારવી

 

આકળ વિકળ છે અક્ષરો શબ્દોય દંગ છે,

અર્થો આ અડીખમ છે, અચળ છે ,અઠંગ છે.

 

સાચું કે, ઓળધોળ થવાનો પ્રસંગ છે,

કિંતુ પહેલાં જેવો હવે ક્યાં ઉમંગ છે.

 

દિગ્મૂઢ ડાળખી અને વિહવળ વિહંગ છે,

પીળાશ પાંદડાની આ વિશ્વાસભંગ છે.

 

વચ્ચે છે હાય હીબકાં ,ડૂમાં ને ડૂસકાં,

ક્યાં કોઈનીય વાર્તા અહિયા સળંગ છે.

 

સૂકા અફાટ રણની વચો વચ આ વીરડો, ,

મૃગજળિયા મનનો આય અજાયબ તરંગ છે.

 

દોડો તમેય  છોકરાં સાથે એ લૂંટવા,

ઓ શેખ, આ ગઝલ કપાયેલી પતંગ છે.

Advertisements

Responses

  1. દોડો તમેય છોકરાં સાથે એ લૂંટવા,
    ઓ શેખ, આ ગઝલ કપાયેલી પતંગ છે.

    વાહ અદમસાહેબ. બહોત ખૂબ.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: