Posted by: bazmewafa | 06/02/2010

ગઝલ:મારી પ્રિય ગઝલ—હનીફ સાહિલ

મારી પ્રિય ગઝલ—હનીફ સાહિલ

 સારો છે ખરાબ જોવાદે,

જિંદગીનો હિસાબ જોવાદે.

 

તારા પત્રોની પંક્તિ વચ્ચે,

ભીના ભીના ગુલાબ જોવાદે.

 

પહેલાં જોવાદે એની આંખોમાં,

પછી એમાં શરાબ જોવા દે.

 

દરપણ જોઈ થાય છે ખંડિત,

એવો એનો રૂઆબ જોવાદે.

 

હુંય જાણું છું છળ એ આપે છે,

હાથમાં માહતાબ જોવાદે.

 

આસમાનોની સૉડ તાણીને,

આજ ધરતીના ખ્વાબ જોવાદે.

 

આજ ફુરસદ મળી છે હનીફ,

કોઈ સારી કિતાબ જોવાદે.

 

    ‘ગઝલ ‘એટલે પ્રિયતમાં સાથેનો સંવાદ.એ ઉક્તિનું સાચુકલું સ્વરૂપ અને સ્થિતિનું ખરેખર નિર્માણ થાય છે..અને આ ગઝલ જન્મ લે છે.અહીં પ્રાય:વીનવણીનો સૂર પ્રગટાય છેૢકારણ કે મૂળભૂત રીતે મારા વ્યથા-વિલાસની અભિવ્યક્તિ જને સોલે કળએ ખિલી ખીલી ઊઠી છે1એમી મને લાગે છે .તેથીજ આગઝલ સવિશેષ મને ગમે છે.

     કવિ પોતાના પ્રિય પાત્ર પાંસેથી ‘જોવા દે’ રદીફ પસંદ કરીને ઘણી બધી અને પ્રેમાળ વિનંતીઓ કરે છે.જિંદગી કેવી જિવાઈ ગઈ તેનો હિસાબ,ભીની ભીની લાગણીનાં ગુલાબીાઅંખોમાં પ્રિયતમાંના છળની જાણ હોવા છતાં હથેળીમાં ચાંદ જોવાની ઈચ્છા,ફુરસદની વેળાએ કોઈ સુંદર હૃદય સ્પર્શી પુસ્તક જોવાની તમન્ના શબ્દોના સહારે અહીં છતી થઈ છે.

      આમ સંભળાતો વાતચીતનો લહેજો જ્યારે સહોપસ્થિતિનો અહેસાસ કરાવે છે ત્યારે હું અત્યંદ આનંદની અનુભૂતિ કરું છું..

   આ ગઝલમાં નિખાલસતા. નિર્દોષતા અને  ખેલ દિલીનો ભાવ એ આસ્વાદ્ય સંવેદન છે :જે ભાવકને આકર્ષે છે,ને ભિંજવી દે છે.ગઝલમાં ભારેખમતા નથી,પરંતુ સરળતા છે.અને આ સરળતા અને સરળતામાંજ ઘણું બધું કહેવાય ગયું છે.

    ગઝલમાં માત્ર શેરિયત હોય એટલું પૂરતુઇં નથી.મારી દ્ર્ષ્ટિએ તગઝ્ઝુલનું ભરપૂર તત્વ એમાં સામેલ હોવું આવશ્યક છે. જે વાચકની પીડને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વાચા આપેછે.એ છટા બરબર પ્રગટે ત્યરેજ સફળતાનો સ્વાદ ચાખવા મળે. આ બધું ધ્યાનમાં રાખીને જ મેં પ્રસ્તુત ગઝલનું સર્જન કર્યું છે.અને અગાઉ જણાવ્યું તેમ એને અનુકૂળ આબોહવા મને પ્રપ્ત થઈ હોવાથી જ મને રસ પ્રદ –સંતોષકારક રીતે યોજાયેલી જણાય છે.

    નૂતન શબ્દો ક્રિયાપદ અબે રદીફ-કાફિયા આપણા વિષાદને પ્રગટાવવાનું કાર્ય સુપેરે પાર પાડે છે.ખરું પૂછો તો “જોવા દે’ ગઝલમાં મારી અંગત વિશિષ્ટ કુતૂહલતા અને ઉત્સુકતા આકાર પામી છે ,જે મને સૌથી પ્રિય છે.

                                                                                                                                           (સૌજન્ય: મારી પ્રિય ગઝલ-પુ.58)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: