Posted by: bazmewafa | 04/10/2010

ગઝલ:આપ મારી આંખ પર બાંધો રૂમાલ—શયદા

 આપ મારી આંખ પર બાંધો રૂમાલ—શયદા

 

શાયરીમાં એવી ‘શયદા’ કર કમાલ:

કે જમાનો જોઈને આપે મિસાલ.

 

હુંય જોવા ચાહું છું દુનિયાની ચાલ:

આપ મારી આંખ પર બાંધો રૂમાલ

 

શું ગજું મારું ને મારી શી મજાલ,

આંખડી એને કહે છે કર સવાલ.

 

બોલવું જે હોય તે બોલો તમે,

હું નહીં મનમાં કરું ખોટા સવાલ.

 

જોઈ લીધી તેજ રેખા સૂર્યની,

એ તો એની આંખડી છે કમાલ.

 

મારી આંખોમાં બળે છે હોળીઓ,

જોઉં છું એની આંખોમાં ગુલાલ.

 

અલ્લા અલ્લા અશ્રફુલ મખલુક આ?

માનવી આવા અને આવી મિસાલ?

 

મોત પર મારા મળી છે મેદની,

કેમ જાણે હોય શાદીની ધમાલ.

 

કોઈએ પૂછ્યું ક્યારે ચાલશો?

મેં કહ્યું તૈયારી છે બસ આજ કાલ.

 

આજ તો ઉત્તર નથી કો આપતું:

કાલ તો કરતા હતા એ સવાલ.

 

શર્મ કર ‘શયદા’ જરા તું શર્મ કર!

શર્મથી એ થઈ રહ્યાં છે લાલ લાલ.

 

(અશ્રુ ચાલ્યા જાય છે-59)

અશ્રફુલ મખ્લુક=ખુદા નું શ્રેષ્ઠ સર્જન

 

Advertisements

Responses

  1. અલ્લા અલ્લા અશ્રફુલ મખલુક આ?
    માનવી આવા અને આવી મિસાલ?..
    આવા માનવી આવી મિસાલ?
    અશ્રફુલ મખ્લુક? અલ્લાહ પણ પછતાતો હશે હાલત માનવ્ની જોઇને..
    સરસ ગઝલ
    સપના

  2. khub j umadaa gazal !! bahot khoob


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: