Posted by: bazmewafa | 04/01/2010

આસ્વાદ:‘વફા’ અર્વાચીન ગઝલ કાવ્યોનો એક વફાદાર રસિક કવિ _શ્રી જય ગજ્જર C.M.,M.A

(મુખપૃષ્ઠ. ડીઝાઈન:શ્રી દીલીપભાઈ ગજ્જર લેસ્ટર,યુ.કે.)

‘વફા’ અર્વાચીન ગઝલ કાવ્યોનો એક વફાદાર રસિક કવિ _શ્રી જય ગજ્જર C.M.,M.A


મોહંમદઅલી ભૈડુ નામ ટોરોન્ટો અને આસપાસના વિસ્તારમાં કદાચ ઘણાને નવું લાગે પણ કવિ ‘વફા’ કહો તો સાહિત્યના રસિયા માટે એ નામ બિલકુલ નવું ન લાગે. મુશાયરાઓ કે સાહિત્યિક કાર્યક્રમોમાં એ જોવા મળે જ. નોર્થ અમેરિકાના જે થોડાઘણા કવિઓ ગઝલકારો છે એમની હરોળમાં બેસી શકે એવા એ કવિ છે, ગઝલકાર છે, શાયરીઓના ગણનાપાત્ર કવિ છે. ‘શબ્દસેતુ’  કે ‘શ્વર અક્ષર’ની નિયમિત મળતી સભાઓમાં એ હાજર હોય જ .અને પોતાની શાયરીઓ એમના મુકતકંઠે લલકારી સૌનાં હૈયાં જીતી લેવાની કળામાં એ કુશળ છે.

એમનો અપ્રસિધ્ધ કાવ્યોનો એક સંગ્રહ-કોને મળુ ? હું વાંચી ગયો. લગભગ દોઢસો જેટલાં એમનાં કાવ્યોનો રસાસ્વાદ મેં આનંદભેર માણ્યો. એક રસીલા, રંગીલા, પ્રણય ગીતો અને ઊર્મિકાવ્યોના એક

મજેદાર સારા કવિ તરીકે મારા પર છાપ પડી. એમનાં કાવ્યો સરળ, મધુર, રસીક, હૃદયસ્પર્શી, સુગમ સંગીતનો રસાસ્વાદ કરાવતાં વૈવિધ્યપૂર્ણ વિષયવસ્તુ ધરાવતાં કાવ્યો વારંવાર વાંચવાં ગમે એવાં છે. એમાં ભાષાનું લાલિત્ય, માધુર્ય, શબ્દોની રમઝટ, ઉર્દુ શબ્દોનો ઉભરો છે.

કવિ ખીલે છૈ એમનાં પ્રણય કાવ્યોમાં, હૈયાની આરઝુમાં, જીવનના વિલાપમાં, સંબંધોની વિષમતામાં.કવિના મનમાં અનેકવાર અનેક સવાલો ઝબકે છે એટલે જ આ કવિ ઘણી વાર સવાલો કરતા જણાય છે,

મળે જો ન મંઝિલ સફરને કયાં દોષો,

ઊતારે ઊતારે વિચારોનું જંગલ

કે પછી,

નજરથી થતી’તી જિગરની યે હોળી,

નયનમાં હવે કયાંક છે ધાર જેવું.

કવિને પ્રેમનાં ગીતો ગાવામાં આનંદ અનુભવાય છે પણ એ ગીતોમાં અંતરની વેદના છતી થાય છે, જુઓ,

દરદનો પ્યાલો અધૂરો હોય તો,

જાઓ ‘વફા’ જઈ જમાનાના મળો.

તો કવિ કહે છે,

અમે સપનાં મહીં આવી ના પજવીશુ તમોને પણ,

અમારી યાદ જો આવે કબર શોધી તમે લેજો.

આ કવિને ખુદા પર બહુ શ્રધ્ધા છે તો ખુદાને સવાલો પણ અનેક કરે છે, જુઓ,

ખુદા ખૈર ગુલશન ઉપર આ કરે

સિતમગર હવે છે ઘણા તાનમાં.

કે

એ તો છે સંદેશ ખુદાનો,

એથી આવ્યા લાખો પયગંબર

પ્રણયની કથામાં, હૃદય પર દમન છે.

નફરતના પુષ્પો, આ કેવું ચમન છે.

આ કવિ પ્રિયતમાની કે પ્રણયના પુષ્પોની શોધમાં વલખાં મારે છે,

તમારી આંખડીના આ ઈશારા કંઈ નથી કહેતા,

થયું છે શું હવે આ બોલનારા કંઈ નથી કહેતા.

ગમની વાત કરતાં કહે છે,

ગમે તેવી હો ગમ દિલ પર મને હસવાની આદત છે

તમે ગમગીન છો સુખમાં અનેરી એજ બાબત છે.

પ્રેમના દર્દની રજૂઆત કરતાં કવિ કહે છે,

દર્દનો ભાર હૈયા પર વધે સણકે ગઝલ

મહેંકે કોઈની યાદના પુષ્પો રણકે ગઝલ

અને છતાં ય આશાવાદી કવિ કહે છે,

આશા મિલનની આપી તેં ખોટી ખરી ભલે,

એ તો જ ઈંતેઝારની સમર્થન બની ગઈ

કવિને માનવતામાં વિશ્વાસ છે, એટલે જ કહે છે,

ભલા રકત પીશે તું માનવતણું,

તને કોણ ગણશે ઇન્સાનમાં.

આ કવિ આશાવાદી છે, પ્રણયનાં, મૈત્રીનાં, વફાનાં, બેવફાનાં,માનવપ્રેમનાં, જીવનની શુભ દષ્ટિનાં, ખુદાપ્રેમનાં કાવ્યોથી કવિનાં કાવ્યો માતબર છે.

કવિ અચ્છા ગઝલકાર છે એટલે કવિને ગઝલની આજમાં અને કાલમાં પણ શ્રધ્ધા છે,

વરસ સેંકડોથી લખાતી રહી છે,

છતાં એના રંગો સુહાના સુહાના.

ગઝલકાર કવિ ‘બાગે વફા’ અને ‘’બઝમે વફા’’નામે બ્લોગો ઈન્ટરનેટ પર ચલાવેછે જેમાં એમનાં કાવ્યો, અને ‘બઝમે વફા’ બ્લોગ પર અન્ય કવિઓનાં કાવ્યો, સારા લેખકોની નવલિકાઓ કે લેખો મૂકી વાચકોને સતત રસાસ્વાદ કરાવતા રહે છે અને ગુજરાતી સાહિત્યની અનન્ય સેવા કરતા રહે છે.

વફા સાહેબની આ સુહાના સફર પૂર જોશે આગળ વધતી રહે અને એમની પાસેથી આપણને ઉત્તમ ગઝલો, રસિક કાવ્યો અને સાહિત્યકારોનાં સારાં સર્જનો મળતાં રહે એવી અપેક્ષા સાથે એમનું શુભ ભાવિ ઈચ્છિએ.

…. જય ગજજર,

 મિસિસાગા,કેનેડા

,

Advertisements

Responses

  1. nice.Thanks.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: