Posted by: bazmewafa | 03/24/2010

ગઝલ:ટળવળે તો પણ ઘણું—દિનેશ ડોંગરે’નાદાન’.

ટળવળે તો પણ ઘણું—દિનેશ ડોંગરે’નાદાન’

એક ગમતી પળ મળે તો પણ ઘણું,

કૈંક ભીતર સળવળે તો પણ ઘણું.

 

એક જણ માટેજ છેડી છે ગઝલ,

એ સભામાં સાંભળે તો પણ ઘણું.

 

બર્ફની માફક થીજેલી એષણા ,

સ્હેજ અમથી પીગળે તો પણ ઘણું.

 

હ,અમે ક્યાં સૂર્ય માંગ્યો છે કદી?

કોડિયું પણ ઝળહળે તો પણ ઘણું.

 

જિન્દગીનો મર્મ બીજો હોય શું?

કોઈ માટે ટળવળે તો પણ ઘણું.

 

એ ભળે કે ના ભળે ‘નાદાન’ પણ-

તુંય એનામાં ભળે તો પણ ઘણું.

Advertisements

Responses

  1. ઈંતજાર છે પ્રિતમનો હરપળે

    સપનામા આવી મળે તો ઘણું

    nice one
    visit
    http://www.pravinash.wordpress.com


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: