Posted by: bazmewafa | 03/17/2010

ગઝલ:નયનનું મૂલ્ય સમજું છું—-શેખાદમ આબુવાલા

નયનનું મૂલ્ય સમજું છું—-શેખાદમ આબુવાલા

સુમનથી છે ચમન આખું સુમનનું મૂલ્ય સમજું છું,

સ્વપનથી છે જીવન સુંદર સ્વપનનું મૂલ્ય સમજું છું.

 

ધરા સૂની, ગગન સૂનું, સમય સૂનો રહી જાતે,

ભલે હો અંતમાં મૃત્યું –જીવનનું મૂલ્ય સમજું છું.

 

હમેશાં ખૂબસુરત રોશની શણગારશે એને,

ભલે ફેલાય અંધારાં ગગનનું મૂલ્ય સમજું છું.

 

જુઓ લજ્જાથી કેવી ખૂબસૂરત થઈ ગઈ આંખો,

ન ઢાળી દો નયન હું પણ નયનનું મૂલ્ય સમજું છું.

 

જુઓ ખંડેર પણ નોંધાય છે ઇતિહાસને પાને,

ભલે ખંડિત થયાં તો પણ સ્વપનનું મૂલ્ય સમજું છું.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: