Posted by: bazmewafa | 03/13/2010

આજના ગઝલકારો—શેખાદમ આબુવાલા

આજના ગઝલકારો—શેખાદમ આબુવાલા

     લાઈ બ્રેરીમાં ગયો.”પ્રજાબંધુ” વાંચ્યું.બીજો રીવ્યુ “સગીર”ની ગઝલો પર હતો.તેમાં વિવેચકે ડામાડોળ અવલોકન કર્યું હતું. કલાપી, બાલાશંકર ઇ.ની ગઝલોને ટેકનીકમી દ્રષ્ટિએ નહીં પરંતુ કવિત્વની દ્રષ્ટિએ સર્વોત્તમ કહી હતી.આ કથન તદ્દન prejudiced છે.જ્યાં સુધી ગઝલનો સવાલ છે, ગઝલની રચના પધ્ધતિનો પ્રશ્ન છે, ગઝલની ટેકનિકનો સવાલ છે,તથા ગઝલનાં આત્માનો સવાલ છે ત્યાં સુધી તો આજકાલ ગઝલકારો કલાપી,બાલાશંકરની ગઝલને કંઈ કેટલુંય ટપી જાય છે.કલાપી અણઘડ ગઝલકાર હતો.થોડા વખત પર એલફિસ્ટન કૉલેજમાં ગુ.ગ.મંડળને આમંત્રણ મળ્યું હતું.”ગઝલ” ઉપર અભ્યાસપૂર્ણ બોલવા માટે .મંડળે યાવરને ગઝલ ઉપર લખી બોલવાનું જણાવ્યું હતું.સાથે મારે તથા અમીન આઝાદને પણ સંગાથ ખાતર જવાનું હતું.યાવર ગઝલ વિષયક લેખ ઇન્ટર આર્ટસના વિદ્યાથિઓ સામે વાંચી ગયો.અંતે વિદ્યથિઓને કહેવામાં આવ્યું કે તમે ગઝલ વિષે ગમે તે જાતની પૂછપરછ કરી શકો છો.એક વિદ્યાથિએ અમુક સવાલો કર્યા.જેના જવાબ યાવર તથા અમીને અર્ધ vagueness સાથે આપ્યા.એક વિદ્યાર્થીએ યાવરને એક સવાલ પૂછ્યો—કલાપીના ગઝલકાર હોવા વિશેનો.એની કક્ષા વિશેનો.યાવરે વિનય સાચવી જવાબ આપ્યો:” કાલાપી એ સારો ગઝલકાર છે.સાહિત્યમાં એનું ઘણું ઊંચું સ્થાન છે”

વગેરે.હું ઊભો થયો.મેં વિનય હડસેલી એનો જવાબ આપવા તૈયારી દેખાડી.મેં વિદ્યાથિઓને સામો સવાલ કર્યો

        “ આપણા ગુજરાતી સાહિત્યમાં એવાં ઘણાં કાવ્યો લખાય છેટેકનિક તથા આત્માની દ્રષ્ટિએ સૉનેટ હોય, પરંતુ  તે કાવ્યોની પંકતિની સંખ્યા પંદર હોય અથવા તેર હોય ! તો આવાં કાવ્યોને તમે સૉનેટ કહેશો?

વિદ્યાથિમાંથી જવાબ મળ્યો? ના , નહિ કહીએ,કારણકે ચૌદ પંક્તિનું તે કાવ્ય નથી.”મેં તરતજ કહ્યું : હા, તો એ જ  રીતે કલાપીની ગઝલોનું છે.ગઝલની એક typicalટેકનિક છે.દાખલા તરીકે રદીફ -કાફિયા વિનાના શેરને કદી ગઝલનો શેર કહેવામાં નહીં આવે.કલાપીની ગઝલમાં ગઝલનો આત્માં છે ,પરંતુ તે ગઝલ રચનાની દ્રષ્ટિએ તો નથીજ.!”કલાસમાં અશ્ચ્રર્ય છવાઈ ગયું.સામે મને સવાલ કર્યો:

“ તો પછી એને આપણે શું કહીશું:”

મેં જવાબમાં આટલુંજ કહ્યું:

”You can name it any thing but Gazhal!”

  પછી ઉમેરતાં આટલું કહ્યું કે કલાપીની ગઝલોને historical perspectives (fossils?) પૂરતીજ મૂલવવી પડે છે..ગઝલ તરીકે એની દશા કફોડી છે.પ્રો.બિપિન ઝવેરી તથા બીજાને આશ્ચ્રર્ય થયું.એમણે હસતાં હસતાં જણાવ્યું:

   “આબુવાલાભાઈનું કહેવું છે કે કલાપી ગઝલકાર નહોતો:”

યાવર અને અમીન મહવે હયરત રહી ગયા.અમીને ટીકા કરી: અબે તૂ દલ્પૂ કા દલ્પૂ રહા !

 

(હમભી ક્યા યાદ કરેંગે—મારી ડાયરી-શેખાદમની ડાયરી-1952)

નીચેની લીંક વાળી ગઝલ સાથેના શેખાદમ આબુવાલાના બીજા લેખો પર દ્ર્ષ્ટિપાત કરવા પણ વિનંતી:

 નામના કાઢવાની ઉતાવળ—શેખાદમ આબુવાલા

ગઝલ: ચોકઠાં મૂકી ગયો—અહમદ ગુલ

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: