Posted by: bazmewafa | 03/10/2010

ગુજરાતી શાયરી :શૂન્ય પાલનપુરીના કેટલાક શેરો—-બઝમ

ગુજરાતી શાયરી :શૂન્ય પાલનપુરીના કેટલાક શેરો—-બઝમ

1

દ્વારને આરામ છે, ઉંબરને પણ આરામ છે,

વિરહની પીડા ટળી તો ઘરને પણ આરામ છે.

2

ન જાણે શૂન્ય આ કાચા ઘડાની શી કરામત છે?

તરે છે મોજથી કેવો સમંદરમાં જમાનાથી !

3

દુશ્મનો તો મર્દ છે જે હોય સામી છાતીએ,

પીઠ પાછળ ઘા કરે તે દોસ્ત હોવા જોઈએ.

4

ઊઠો ઉન્માદ ! પાછળ આવનારા કાફલા માટે,

ચરણથી કંટકો વીણીને રસ્તો સાફ કરવો છે.

5

બને તો અબઘડી મારી તરસનો અંત આની દઉં,

પરંતુ ઝેર ખુદ કોઠે પડી જાએ તો શું કરવું?

6

ઝુલ્ફ કેરા વળ સમી છે ભાગ્યની ગૂંચો બધી,

માત્ર એને યત્ન કેરી કાંસકી ઓળી શકે !

7

ખાસ ગોળા કાર કરજો દોસ્તો ! એની કબર,

આમ દુનિયાથી અલગ છે શૂન્યના જીવન- મરણ.

8

એ જ છે સાચો ઝવેરી સારહીન સંસારમાં,

કાચ ને હીરામાં જેને ફેર દેખાતો નથી.

9

ભૂલથી છેડી કોઈના ઝુલ્ફ કેરી દાસ્તાં,

એક માઝમ રાતને પાગલ કરી બેઠા.

10

કાંઈ પણ જોવા સમું બાકી નથી દુનિયા મહીં,

એટલે મારે હવે દિલ પર નજર કરવી પડી.

11,

જે દિલમા ઝૂરતી ઈન્સાનિયતનું દર્દ રહે,

એ દિલ ને દિલ ન્હીં અલ્લાહની કિતાબ કહો.

12

કાયમી વસવાટ માટે જેને શણગારી અમે,

જીર્ણ  પાયાની ઈમારત છે હવે સમજણ પડી.

13

બુધ્ધિવાળાએ કરી નાંખ્યું ઉઠામણું ક્યારનું,

લાગણીવાળા હવે રાખે છે એની સાદડી.

14

ગમ નથી જો આંખ લૂછે પાલવ હવે,

ધેર્ય પોતે જાળવે છે દર્દનું ગૌરવ હવે,

15

હાથ લાંબો થઈ શકે છે આપમેળે ઓ સ્વમાન!

કોણ છે દાનેશ્વરી એ પર બધો આધાર છે.

16

મૌન ને સુપરત કરી દીધો ખજાનો શબ્દનો,

આવ કે જોવા સમો છે શૂન્યનો વૈભવ હવે.

17

આ બધા જે લઈને બેઠા છે કથાઓ ઝુલ્ફની,

એમની રાતો જરૂર આંખો મહી વીતી હશે.

18

વર્ષો પછી કોઈનું થયું ઘરમાં આગમન,

હું બદનસીબ દ્વાર પણ વાસી શક્યો નહીં 

19

મારું હોવું ન હોવું દોસ્ત! એક સરખું છે બધું,

બાદબાકી હો કે સરવાળો ફરક પડશે નહીં.

20

એક લાશ પડી છે ધરતી પર ને ચન્દ્ર કફન ઓઢાડે છે,

તારાઓ રડેછે મોં ઢાંકી ,આ રાત અજવાળી ઓરજ છે.

21

કયાં લગી રહએશે સલામત ભેખડો ટકરાઈને ?

 છે ગમે તેવું ક્ષણિક ,પણ પૂર છેવટે પૂર છે !

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: