Posted by: bazmewafa | 02/05/2010

ગઝલ:અંધકારની ચાદર—બેફામ

અંધકારની ચાદર—બેફામ

 

બધો સમય છે સતત ઇંતેઝારની ચાદર,

છે એજ સાંજની ચાદર, સવારની ચાદર.

 

જુઓ કે એમાં ભરત છે ખરા સિતારાઓનું,

ઘણીજ કિંમતી છે અંધકારની ચાદર.

 

ખિંઝાના આવાં મરણની તો થાય ઈર્ષા,

ચઢી છે એના પર આખી બહારની ચાદર.

 

તૂટી ગયા છે  બધા તાર,સૂર નહીં જાગે,

ગિલાફનેજ કરીદો સિતારની ચાદર.

 

તરી રહ્યાં સમુંદરમાં ફૂલ વાસી જે,

હશે કદાચ કોઈ ડૂબનારની ચાદર.

 

એ આખી રાત સુધી ઉંઘવા નથી દેતી,

બહુ ખૂંચે છે કોઈ પણ વિચારની ચાદર.

 

હવે એ મેલી બની ગઈછે, પગ નહીં મૂકજો,

તમારે પંથ બિછાવી છે ક્યારની ચાદર.

 

તમે જો ઓઢશો એને તો જાળ થઈ જાશે,

જગતની હોય છે એવા પ્રકારની ચાદર.

 

જીવન મરણમાં મહોબ્બતનાં ફૂલ સરખાં છે,

છે એક પ્યારનો સેહરો ને પ્યારની ચાદર.

 

હું એની ગોદમાં ઓગળતોજાઉં છું બેફામ,

 બહુ હૂંફાળી મળી છે મઝારની ચાદર.

 


Responses

  1. “તમે જો ઓઢશો એને તો જાળ થઈ જાશે;

    જગતની હોય છે એવા પ્રકારની ચાદર!”

    વાહ, કેટલું મહાન ચિંતન છે! આ તો ‘બેફામ’ સાહેબ જ કરી શકે. ‘મરીઝ’ સાહેબ અને ‘બેફામ’ સાહેબ જેવા મહાન શાયરોના શેર તો જીવન જીવવાનું બળ આપે છે, પણ કેટલાક અણસમજુ લોકો ગઝલને નિરાશાવાદ માનીને આવા મહાન શાયરોને અન્યાય કરી રહ્યા છે. મરીઝ અને બેફામની ખોટ પૂરવાની કોઈમાં તાકાત નથી એટલે ‘ગઝલમાં આધુનિકતાના પ્રયોગો’, ‘નવી ગઝલ’ અને ‘નવા પ્રયોગો’ વગેરેનું તૂત ચાલે છે ગુજરાતમાં! મરીઝ-બેફામની સમકક્ષ તો કોઈ લખી જ નહીં શકે પણ એની નજદીક ઊભી રહી શકે એવી ગઝલનો પણ ગુજરાતમાં દુકાળ છે, એટલે એક જ રસ્તો છે- મરીઝ અને બેફામને જૂના કહી દો અને સાહિત્યમાં પોતાની સત્તાપ્રાપ્તિ માટે નવા પ્રયોગો કરો અને મંચ પર ચડી બેસો! વાહ…..!

    ઉપરના શેરમાં કેટલી મોટી ફિલસૂફી રજૂ કરી ગયા છે સાહેબ! આટલી મોટી વાત અને માત્ર બે જ મિસરામાં! આ જ વાત કહેવા માટે ઉમાશંકર જોશીને કેટલું બધું અઘરું લખવું પડે!

    – જલાલ મસ્તાન ‘જલાલ’ (ગુજરાતી ગઝલકાર, અમદાવાદ, ગુજરાત. ૯૮૭૯૧ ૯૭૬૮૬)


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: