Posted by: bazmewafa | 12/29/2009

ગઝલ:પ્રવાસ હતો, કોણ માનશે ?—રતિલાલ અનિલ

પ્રવાસ હતો, કોણ માનશે ?—રતિલાલ અનિલ

મૃત્યુ નહીં, વિકાસ હતો, કોણ માનશે ?

મંઝિલ નહીં, પ્રવાસ હતો, કોણ માનશે ?

 

મારાથી દૂર હું જ ગયેલો ઘણી ય વાર,

ને હુંજ આસપાસ હતો, કોણ માનશે ?

 

જેના ઉપર નિહાળી જગે મારી હકૂમત,

વાસ્તવમાં એનો દાસ હતો, કોણ માનશે ?

 

ખૂશ રાખવા કરેલ કદી કોઈએ પ્રયાસ,

એનો જ મને ત્રાસ હતો, કોણ માનશે ?

 

ઈશ્વરના ધામનીય અહીં થાય છે જિકર,

મારોય તે નિવાસ હતો, કોણ માનશે ?

 

મારા હૃદયએ કોઈએ ‘ઈચ્છાનું ઘર’ કહ્યું,

તીર્થોનોય સમાસ હતો, કોણ માનશે ?

 

કોને કહ્યું કે જોયું નથી એજ સત્ય છે,

જોયું બધું તે ભાસ હતો, કોણ માનશે ?

કોણ માનશે? રદીફ વાળી અન્ય ગઝલો માણવા નીચેના મથાળાં કલીક કરવા વિનંતી:

ગઝલ:કોણ માનશે–સાહિલ

આવી દશા કોણ માનશે?— ‘મહેક’ ટંકારવી

અધરનું પાન થશે કોણ માનશે?દિલીપ ગજજર

કોણ માનશે?_જિદ્દી,વફા,શૂન્ય,અનિલ,રુસવા

Advertisements

Responses

  1. ‘ કોને કહ્યું કે જોયું નથી એજ સત્ય છે,

    જોયું બધું તે ભાસ હતો, કોણ માનશે ?

    જેના ઉપર નિહાળી જગે મારી હકૂમત,

    વાસ્તવમાં એનો દાસ હતો, કોણ માનશે ?

    Only self knower like રતિલાલ અનિલ.

    http://www.bpaindia.org


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: