Posted by: bazmewafa | 12/28/2009

ભૂખ ભૂંડી છે _જય ગજજર,C.M.M.A

ભૂખ ભૂંડી છે _જય ગજજર,C.M.M.A

એલસા અને પીટર ન્યુ યોર્કના બ્લેક લોકોને કારણે મનથી ત્રાસી ગયાં હતાં. ચાર વર્ષમાં એ કાળિયાઓના ખરાબ અનુભવ થયા હતા. જોકે બંને માનતાં હતાં કે બધાજ કાળિયા ખરાબ નથી હોતા પણ એમને કમનસીબે બધાજ કાળિયાઓના ખરાબ અનુભવ થયા હતા.

આજે એના કવીક માર્ટમાં એક કાળિયાએ સિગારેટનું પેકેટ માગી દશ ડોલરની નોટ કાઢી. ચાર ડોલર કાપી છ ડોલર પાછા આપવા કેશ રજિસ્ટર ખોલ્યું તો પેલા કાળિયાએ સામે ગન ધરી હુકમ કર્યો, “જે રકમ હોય તે મને ચૂપચાપ આપી દે નહિતર…”

એ વાકય પૂરું કરે તે પહેલાં એલસાએ કેસ બોકસનું બધું એની થેલીમાં ઠાલવી દીધું. સડસડાટ કેશ લઈ એ ભાગી ગયો.એલસા સવારનો વકરો સદનસીબે બપોરે બેંકમાં મૂકી આવી હતી એટલે માત્ર ચાર હજાર ડોલર ગયા હતા. પણ આ ઘટનાથી એને ધ્રૂજારી છૂટી. જલદી સ્ટોર બંધ કરી ઘેર ગઈ. પીટરે પૂછયું, “આજ સ્ટોર વહેલો કેમ બંધ કર્યો?”

એલસાએ આજના બનાવની વિગતે વાત કરી કહ્યું, “હું તને કયારની કહુ છું કે આ શહેરમાં રહેવા જેવું નથી. એક દિવસ જાન જાય એની રાહ જુએ છે?” “પણ કયાં જઈશું? કાગડા બધે જ કાળા હોય છે. દરિયામાં રહેવું અને મઘરથી બીવાનો શો અર્થ?” “ટોરોન્ટો મુવ થઈ જઈએ. એ શહેરમાં ગુનાખોરી નહિવત જ છે.” “સારું હું ઈંટરનેટ પર તપાસ કરું. કોઈ સારો કવીક માર્ટ સેલમાં હોય તો ખરીદી લઈએ. હું પણ ઓફિસમાં કાળિયાઓના વર્તન અને વ્યવહારથી ત્રાસી ગયો છું.”

સદનસીબે યંગ સ્ટ્રીટ પર એક કવીક માર્ટ વેચવાનો હતો. એણે ફોન કરી વિગતો મેળવી. સોદો એને સારો લાગ્યો. બંને વચ્ચે કિંમતની બાંધછોડમાં મહિનો નિકળી ગયો. સ્ટોર ખરીદતાં પહેલાં બંને એ સ્ટોર જોવા ટોરોન્ટો જવા કારમાં નિકળ્યાં.

બોર્ડરના રેઈનબો બ્રિજના કસ્ટમ ઓફિસરે પૂછયું, “કેનેડા કેટલા દિવસ માટે જાઓ છો?” કસ્ટમ ઓફિસર તરીકે કાળિયાને જોઈ એલસા પીટર પાસે સરકી ધીમેથી બોલી, “મને લાગે છે કે કાળિયાઓથી આપણને છૂટકારો નથી મળવાનો.”

એના શબ્દો પર ધ્યાન ન આપતાં પીટરે જવાબ આપ્યો, “એક જ દિવસની સફર છે. એક કવીક માર્ટનું ડીલ થઈ જાય તો સાંજે પાછાં ફરીશું.”

પાસપોર્ટનો ફોટો અને કારમાં બેઠેલી સ્ત્રીને ઘડીભર જોઈ રહ્યો. ફલેશબેક થતાં કસ્ટમ ઓફિસરે ધીરે રહીને પૂછયું, “તમારા ન્યુ યોર્કના સ્ટોરનું શું કરશો?” પીટરે આશ્ચર્ય પામી વિચાર કર્યા વિના સત્ય કહી દીધું, “એ વેચી દેવાનો છે. ખોટા વિસ્તારમાં ફસાઈ ગયા છીએ. પણ તમને કયાંથી ખબર?”

“કાલે પહેલો પગાર મળતાં તમારું ૠણ ચૂકવવા હું તમારે ત્યાં આવવાનો હતો.”

“શેનું ૠણ?”

“હું કોમર્સ ગ્રેજયુએટ છું. પણ બ્લેક હોવાથી બાર મહિનાથી કોઈ નોકરી મળતી નહોતી. બે બાળકો છે, પત્ની છે. કંઈ આરો નહોતો એટલે કમતિ સૂઝી. ગોરો હોય કે કાળો માનવી ભૂંડો નથી, ભૂખ ભૂંડી છે. તમારાં મિસિસે કેશના પૈસા મને આપેલા એમાં સૂંઠવાળા હાથીની નાની મૂર્તિ હતી. મારી પત્નીને ગમી જતાં કિચનમાં મૂકી. એના પાંચમા દિવસે મને આ નોકરી મળી.

કાલ મારી રજા છે એટલે નકકી કરીને નોકરી પર આવ્યો છું કે કાલ તમારો આભાર માનવા આવવું. આજની આ અણધારી મૂલાકાત પણ કદાચ એ મૂર્તિનો પ્રભાવ હશે!” પાસપોર્ટ પાછા આપતાં એણે પૂછયું, “કાલ પાછા ફરશો ને? સાંજે હું સ્ટોર પર તમારાં મિસિસને મળવા આવવાનો છું.”

પીટરે કંઈ જવાબ આપ્યા વિના કાર રીવર્સ લઈ ન્યુ યોર્ક તરફ હંકારી.

41 Palomino Drive Ontario Canada L4Z 3H6 Tel.905-568-8025Email:gajjar@gmail.com

“Neil,Plot#207,Sector 29,Gandhinagar,Gujarat,382 o29Tel.23234273


Responses

  1. pannalal patel ni nolel manvini bhaviay yadd avi. very nice article.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: