Posted by: bazmewafa | 12/17/2009

નઝમ:ફૂલ ધરીદો એક બીજાને—મુસાફિર પાલનપુરી

ફૂલ ધરીદો એક બીજાને—મુસાફિર પાલનપુરી

હું પણ કોઈની આંખનીજયોતિ

તું પણ કોઈનો માડી જાયો

તું જેને શત્રુ સમજે છે

એ પણ કોઈનો લાડકવાયો.

 

તુજમાં રામ વસે એમ જ

એનામાં પણ એક ખુદા છે

બેઉ ઘડાયા પંચતત્વથી

માત્ર ઉભયના દેહ જુદા છે.

 

તારી રક્ષા કાજ ભગિની-

કરમાં રાખલડી બાંધે છે

એનીબહેની પણ અલ્લાહથી

એજ દુવા કાયમ માંગે છે.

 

તુજને ઠોકર વાગતા મા-નું

કાળજું બોલે ખમ્મા-ખમ્મા.

એને પણ બેચેન નિહાળી

કકળે છે એની પણ અમ્મા.

 

દેશની આઝાદીની ખાતર-

તેં મોંઘું બલિદાન ધયું છે

એણે પણ માં ભોમને ચરણે

જે માંગ્યું કુરબાન કર્યું છે.

 

તું પણ છે ઉપવનની શોભા

એ પણ છે આ બાગનું ગૌરવ:

બેઉ સુગંધિત પુષ્પો છે પ્યારા

સરખા છે બન્નેના વૈભવ..

 

તું છે જે ધરતીને ધાવ્યો

એના ખોળે એપણ ઝૂલ્યો

ભાઈનું લોહી વહાવી ભાઈ

માનવતાનો મારગ ભૂલ્યો.

 

ફૂલ ધરીદો એક બીજાને-

ફેંકી દો ખંજરને પ્યારા

લોહીની આ નદીઓને બદલે

નિત્ય વહાવો પ્રેમની ધારા

 

વેરઝેરની  ભેદભાવની-

જીર્ણ દીવાલો તોડી નાખો:

એકએક આંગણમાં નિર્મળ

પ્રેમની ખાંભી ખોડી નાખો.

 


Responses

  1. It’s a pleasure to read Musafir. He is a prominent ghazalkar of our time and I had the fortune to be in his company and listening to his ghazals on more than one occasion.

    A very touching message! Hope they will now listen!

  2. Good


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: