Posted by: bazmewafa | 12/01/2009

મીઠી ડાળનાં મૂળ :જય ગજજર, C.M.M.A.

મીઠી ડાળનાં મૂળ :જય ગજજર, C.M.M.A

 

રણછોડ ચાર દિવસમાં તો જિંદગીથી ત્રાસી ગયો. ચાર દિવસથી એની ઉંઘ ઊડી ગઈ હતી. એ સાથે જીવનનો રસ પણ અચાનક ઉડી ગયો હતો. માત્ર કોકિલાનું જ નહિ સમગ્ર ઘરનું વાતાવરણ જાણે બદલાઈ ગયું હતું, ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. આનું કોઈ કારણ એ સમજી શકતો નહોતો. સમજાય એમ પણ નહોતું.

આજે ‘મધર્સ ડે’ હતો. સવારે ઊઠી એણે કોકિલાને ભેટી શુભેચ્છાઓ પાઠવી હતી. શુભેચ્છા સાથે એનાથી એક સલાહ અપાઈ ગઈ, ‘હવે ખોટી કચકચ કરવાનું છોડી દઈ મન મોટું રાખતાં શીખજો.’ કોઇ પણ જાતના દુર્ભાવ વિના એણે કોકિલાને સહજ જ સલાહ આપી હતી. શુભેચ્છાના પ્રેમાળ શબ્દો અવગણી એણે સલાહના શબ્દોને પ્રાધાન્ય આપી

રૂદ્ર સ્વરૂપ ધારણ કરી તાંડવ ખેલ્યું હતું.રણછોડને તો કલ્પના ય નહોતી કે સમજુ અને શાણી કોકિલા એક સામાન્ય સલાહ માટે આમ મહાકાળી બની જશે.

જો કે એ પોતે પણ જાણતી હતી કે છેલ્લા ચાર દિવસથી એનો સ્વભાવ બદલાઈ રહ્યો હતો. કયાં પહેલાંની પ્રેમાળ અને પ્રણયના મહાસાગર જેમ હંમેશ ઉછળતી રહેતી હસમુખી કોકિલા અને કયાં આજની કોકિલા! કંઈ સમજાય એવું નહોતું.એમાં ય આજના ઉલ્લાસના મધુર દિવસે નાના પિન્ટુએ કોકિલાને ગુલાબનું ફૂલ આપતાં પ્રેમાળ શબ્દોમાં કહ્યું, “હેપી

મધર્સ ડે, ગ્રાન્ડ મા!”

એ વખતે એને પ્રેમથી ઉંચકી લઈ પ્રેમનો ધોધ વરસાવવાને બદલે ગુલાબનું ફૂલ ઝુંટવી પાસેના ગાર્બેજમાં નાખી તાડૂકી, “તારી મા નથી? આ ઘરડી ડોસીને મસકો મારવા કેમ આવ્યો છે?”

પિન્ટુ તો દાદીમાનું રૂદ્ર સ્વરૂપ જોઈ ડઘાઈ ગયો. ભાગીને સૂનમૂન બેઝમેન્ટમાં ચાલ્યો ગયો.

રણછોડ આ જોતાં કોકિલા પાસે દોડી ગયો. આજીજી કરતો હોય એમ એના બે હાથ પોતાના હાથમાં લઈ પ્રેમથી બોલ્યો, “ડાર્લિંગ આજકાલ તને શું થઈ ગયું છે. રોજ મૂડીના વ્યાજ કહી હરખઘેલી બની જેના પર વહાલનો ધોધ વરસાવતી એ પિન્ટુને તેં આજ ધુત્કારી કાઢયો. ચાર દિવસથી કેમ તારું વર્તન આમ બદલાઈ ગયું છે?”

આ શબ્દો સાંભળી એ ઢીલી પડી ગઈ અને એકાએક રડી પડી. ખિસામાંથી રૂમાલ કાઢી એનાં આંસુ લૂછતાં રણછોડ એની સામે તાકી રહ્યો. નયનોમાં નયનો ભળતાં એ પીગળી ગઈ અને બોલી, “આ ઘરમાં હવે હું નહિ રહી શકું. આલોકની વહુએ નાના મોઢે ન કહેવાનાં કપરાં વેણ કહી ચાર દિવસ પહેલાં મને ધુત્કારી કાઢી હતી. હું સામે બોલી હોત તો આ ઘરમાં

એક મોટું મહાભારત સર્જાત. હું ગમ ખાઈ ગઈ. તમને કંઈ કહેવાની હિંમત નહોતી એટલે મનમાં જ ગૂંચવાયા કરતી અને સાનભાન ભૂલી પાગલ જેમ વર્તતી રહી. પણ આજ તો એણે હદ વટાવી નાખી. મન ફાવે તેમ બેફામ બોલતી રહી. એ તો

ઠીક પણ જુઓ આ જમણા હાથ પર ગરમ ચીપીયા નો ડામ દીધો. આજ સુધી હું ચૂપ રહી પણ હવે ચૂપ નહિ રહી શકૂં..

તમારી આ કોકિલાને સાચે જ પ્રેમ કરતા હો અને એને સાથે રાખવી હોય તો બેગ તૈયાર કરી કોઈને પણ કંઈ કહ્યા વિના આપણા ગામના પેલા ઘરે પાછા ચાલો. સાથ જીવશું, સાથ મરશું અને સાથભર જિંદગી જેવી જીવાય તેવી જીવનના અંત સુધી માણશું. બોલો તૈયાર છો ને?”

રણછોડે કોકિલાનો હાથ પકડી કહ્યું, “ચાલ, કોઈ બેગ તૈયાર કરવાની જરૂર નથી. નવા જીવનનો આરંભ કરવા બધું જ નવું વસાવીશું. મારી કોકિલાનાં પ્રેમ અને સાથ એજ મારી મોટી મૂડી છે.”રણછોડ એની એ મૂડીનો હાથ પકડી ઘર બહાર નિકળી પડયો. આંગણામાં વર્ષો પહેલાં વાવેલા પીપળાના વૃક્ષના માળામાં સૂનમૂન લપાઈને બેઠેલાં બે પારેવાં પણ માળો છોડી ઉડી ગયાં.

 

41 Palmoni Drive,Mississauga.Ontario,Canada L4Z 3H6 Tel905-568-8025 Email:gajjar@mail.com.

“Neil”Plot#207 ,Sector 29,Gandhinagar,382 029.Tel23234273.


Responses

  1. An appealing short story! depicting the untold tragedy of the older people living with their sons and daughters-in-law and forced to leave home by the ‘katu vachan’ which the sensitive old parents cannot tolerate.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: