Posted by: bazmewafa | 11/23/2009

સન્માન-શ્રધ્ધાંજલિ—‘-કદમ’ ટંકારવી

સન્માન-શ્રધ્ધાંજલિ—‘-કદમ’ ટંકારવી

જ.ઈબ્રાહીમ  દાદાભાઈ ‘ બેકાર’ સાહેબ(મર્હૂમ)

 

જડે ન કયાંક પણ ગુજરાતમાં બેકાર નો જોટો

હઝલ સમ્રાટનો ના, તેમનો ઈલ્કાબ છે ખોટો.

 

ઘટે બેકાર ને યશ  કે કરી સાહિત્યની સેવા

ગિરા ગુરજર ઉપર છે  ‘ બેકારનો’ ઉપકાર છે મોટો.

                      *

નહીં ભૂલી શકે   બેકારને ગુજરાતની ધરતી

નથી બેકાર પણ બેકારના ધબકાર બાકી છે.

 

સદેહે આપણી વચ્ચે ઉપસ્થિત એ નથી સાચું,

સજીવન આજ અક્ષર દેહ પર ‘ બેકાર’ બાકી છે

 

હઝલ રૂપે ગિરા ગુર્જરમાં ગુંજે છે ‘ કદમ’ પડઘા

હઝલ સમ્રાટનો નોખો હઝલ પ્રકાર બાકી છે.

 

તા. 5-6-978ને રવિવારે યોજાયએલી ગુજરાતી રાઈટર્સ ગિલ્ડ , યુ.કે.ની બેઠકમાં મર્હૂમ ‘બેકાર’ સાહેબને શ્રધ્ધાંજલિ.

 

જનાબ ‘આદિલ’ મન્સૂરી મર્હૂમ ને

 

હોય સાકી રસ-ગઝલ પાનાર  ‘ આદિલ’ તો  ‘કદમ’

બાટલી વાળા* નશામાં ઓર આવી જાય છે.

બાટલી :ઈંગ્લેંડનું શહેર .જનાબ અહમદ ‘ગુલ’સાહેબનું                       *

 

જનાબ મોહમ્મદ ‘મુલ્લાં’ મનમોજી

 

કરું છું ના કયારે બનાવટ ગમે છે

રજૂઆત એની છણાવટ ગમે છે.

 

ખરેખર! મનમોજી મુલ્લા નિખાલસ

મને એનો સ્વભાવ આદત ગમે છે.

 

જ.’અદમ’ ટંકારવી

 

નવા રૂપક ,નવા પ્રતીક, નવા પ્રયોગ સાધે

’અદમ’ થી દમ ગઝલમાં!શબ્દને વાચા જડી છે

 

જ.’મહેક’ ટંકારવી

 

ગઝલ-ઉપવન સુવાસિત મધમધે છે એજ કારણ

’ મહેક’ થી દર્દની ફોરમ ગઝલને સાંપડી છે.

                  *

વાતવરણમાં આજ ભળી છે ગઝલ –સુવાસ

બેઠા હશે , મહેક અહીં કયાંક આસપાસ

 

ગમ છે ગઝલમાં કોની પૂછો જઈ નજીક

શેની હતી પ્યાસ* કોની હતી તલાશ?*

*પ્યાસ અને તલાશ :જ.’મહેક’ ટંકારવીના ગઝલ સંગ્રહો

                   *

જ.પ્રેમી દયાદરવી

 

તગઝ્ઝુલ પ્રેમ –રસને આવરેૢપ્રેમી

ગઝલની માવજત સુંદર કરે પ્રેમી

 

હૃદયના કોડિયામાં રકત રેડીને

’કદમ’ અજવાશ ચોગમ પાથરે પ્રેમી

 

જ.’દીપક’ બારડોલીકર

 

ગનીએમત છે નથી ઝાંખો હજી આજે બળે દીપક

દુઆ છે કે વધારે ને વધારે ઝળહળે દીપક

 

ગની, ઘાયલ,કિનુ મોદી, અદમની સાથ દેખાશે

ગઝલ શેરી મહીં આવો ‘કદમ’ તમને મળે દીપક.

 

તા.6-7-996ને શનિવારે સાંજે પાંચ વાગ્યેજ.’દીપક’ બારડોલીકર ના સન્માન નિમિત્તે.

             *

જ.’ગુલ’ આલી પોરી

ઉર્મિ અહીં છે ઉર્મિનો તલસાટ પણ અહીં

ગુલ જો અહીં તો ગુલનો છે પમરાટ પણ અહીં

               *

જ.સૂફી મનુબરી

’ કદમ’ લાંબા સમયથી એમને તતો ઓળખું છું હું

ઘણું જીવે સૂફી સુઆ એવી કરૂં છું હું

હઝલ એવી લ્ખે પેટ પકડીને હસે લોકો

કહે સૂફી બધાને જે ગમે તેવું લખું છું હું

                 *

છોળો ઉડાવે હાસ્યની ખાણ છે સૂફી

રાજા રમૂજનાં છે રમૂજ લ્હાણ છે સૂફી

 

સૂફીની વાટ ક્યાં સૂફી હઝલ સમ્રાટ

અન્ય કવિઓ દેહ તો પ્રાણ છે સૂફી

                 *

જેમ પંકાયા છે સૂફી કોઈ પંકાયુ નહીં

સૂફીના જેવું અહેં તો કોઈ વખણાયું નહીં

 

આગવી રીતે પોતાની સૂફીએ  વાંચી હઝલ

એક હું શું હસ્યા વિણ કોઈથી રહેવાયું નહીં.

                     *

આ દુનિયામાં તો લોક આપણને રડાવે છે

ગનીમત આપણી વચ્ચે સૂફી સહુને હસાવે છે.

                    *

જ.ડો.રશીદ મીરે

 ગઝલ સાધક ધુંરધર માનવી છે આપની વચ્ચે

ગઝલ ગુજરાતનું ગૌરવ હજી છે આપણી વચ્ચે

 

‘કદમ’ કહેતે હૈં કોઈ મીર થા અગલે જમાનેમેં

ગઝલ ગુજરાતના એક મીર અહીં છે આપણી વચ્ચે.

 

                  * 

જ.મુસાફિર પાલનપુરી

 

ગઝલ –સફરના એક મુસાફિર અહીં ઉપસ્થિત  આવકારો

’કદમ’ તમોને કહે મુસાફિર ભલે પધાર્યા ભલે પધારો.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: