Posted by: bazmewafa | 08/10/2009

વિવેચન*સાહિરની કવિતામાં કામણ અને આકર્ષણ-શેખાદમ આબુવાલા

સાહિર લુધ્યાન્વી (1921-1980)

સાહિરની કવિતામાં કામણ અને આકર્ષણ-શેખાદમ આબુવાલા


એ જમાનો ઐતિહાસિક હતો, અદભૂત હતો અને ભયાનક પણ હતો.હિન્દુસ્તાન આઝાદ થયું અને ઈંકિલાબની છાબમાં લોહી નીતરતાં ગુલાબ હતાં.ઇતિહાસનાં ગાલ ઉપર શહીદોનું લોહી હજી તાજું હતું.આ ગુલાબી અને લાલીની લીલા વચ્ચે અમારું યૌવન રાત્રિના અંધકારમાં ઊજળા સમણાં વીણવા નીકળી પડયું હતું…

 તે જમાનામાં જેમ બીજા શાયરો મોઢે હતા તેમ સાહિર પણ મોઢે હતો…તેનો પહેલો કાવ્ય સંગ્રહ ‘તલ્ખિયાં’(કટૂતાઓ) ત્રણ  ચાર વર્ષથી માર્કેટમાં આવેલો.સાહિરની કવિતામાં કામણ અને આકર્ષણ એકબીજાની હરીફાઈ કરી રહ્યાં હતાં.સાહિરની નઝમોમાં લાલ રંગનો પ્રચાર હતો, અને ભાષાનું જુદું સૌંદર્ય હતું.

 સાહિર લુધ્યાન્વી એ  પોતાના કૉલેજ કાળથી જ  સામ્યવાદી વિચાર સરણીને વરેલો હતો.પ્રોફેસર વારિસ હુસેન બોલયા: ‘એ એક બૌધિક હતો.રશિયામાં પ્રસ્થાપિત થઈ ગયેલા સામ્યવાદે ઉર્દૂ લેખકો અને કવિઓમાં એક નવો પવન ફૂંક્યો હતો.સદીના ત્રીજા દશકામાં એ હવા એવી તો ચાલી હતી કે પરિવર્તન માટે એક તલબ જન્મી હતી.અને ઈંકિલાબ મોટા ભાગના બૌધિકો ઝંખના કરી રહ્યા હતા.સાહિર પણ તેમાનો એક હતો.

  સાહિરનાં અવસાનના સમાચાર મળતાં મને થયું કે સાહિર વિષે વાતો કરવા માટે વારિસ કને જવુંજ જોઈએ.કારણકે, વારિસ અલ્વી ઉર્દૂ સાહિત્ય સાથે જેટલો વ્યાપક અને વિપુલ સંપર્ક ધરાવે છે તેટલોજ અંગત અને નિકટ સબંધ.એ ઉર્દૂ સાહિત્યકારો સાથે રાખે છે.ઉર્દૂ સાહિત્યમાં વારિસની ગણનાં એક મોટા વિદ્વાન વિવેચક તરીકે થાય છે, અને એ ગણનામાં કોઈ જાતની અતિશયતા નથી.આસ્ટોડિયામાં આવેલા એમનાં મકાનની સામે ‘તલ્ખિયાં’ની એમની પાંસે છેલ્લામાં છેલ્લી ડીલક્ષ એડીશન પણ પડી હતી.

    વારિસ, એક સવાલ છે.સાહિર કે મજરૂહ કે પછી કોઈ પણ કોમ્યુનિસ્ટ ઉર્દૂ શાયર ફિલ્મમાં જામ્યા પછી એ પોતાના લાલ આદર્શોને વરેલો રહેતો નથી.કાર્લ માર્કસની નીતિ પ્રમાણે સાર્વજનિક માધ્યમો ઉપર કબ્જો મેળવવાના આશયે એ શાયરો પણ ફિલ્મમાં આવ્યા હશે.

 વારિસે તરતજ મારા આ અનુમાનને નકારતાં કહ્યું ,’ના , એ બધા પૈસા માટેજ ફિલ્મમાં જતા હોય છે.’ સહેજ સ્વાસ લઈ વરિસે ઉમેર્યું ,’મારે સાહિર માટે એટલું તો કહેવું જોઈએ કે ફિલ્મમાં પ્રવેશ્યા પછી પણ છેલ્લે સુધી સામ્યવાદી વિચારસરણી ને વરેલો રહ્યો..મોટા ભાગનાં ગીતોમાં સીધી કે આડકતરી રીતે એ વૈચારિક રંગ ભરતો જરૂર.તેમાં એ કામિયાબ પણ થતો.કારણકે સાહિરે પોતાની કવિતામાં બે બાબતોનો સમન્વય કર્યો હતો.રંગ દર્શિતા અ(રોમેંટિઝમ)અને ક્રાતિનો.જોકે એનાં કાવ્યોનો, ખાસ કરીને ‘તાજમહલ’ જેવાં કાવ્યોનો બરાબર અભ્યાસ કરીએંતો આપણને તેમાં ઈતિહાસ પ્રત્યેનું દ્રષ્ટિબિંદુ,હાઈસ્કૂલના કોઈ છોકરા જેવું લાગશે.તાજમહલ પરનું એનું કાવ્ય કેવું છે: સ્કુટરની પાછળ બેઠેલી એક સુંદર છોકરીને રસ્તાના માણસો બૂમો પાડી તેને હલકી પાડવા કોશિશ કરે તેવું.રસ્તાના માણસનો આ અંગત ઉર્મિધ્વંસ(ફ્ર્સ્ટેશન)ની જ એક પ્રકારની અભિવ્યક્તિ છે.છોકરી સુંદર હોય એમાં તેનો શો વાંક?

તાજમહલને હલ્કો પાડતી વખતે સાહિરે ઇતિહાસની વાસ્તવિકતાઓને નઝર અંદાઝ કરી છે .હું તો માનુંછું કે સાહિરે મુંબઈની તાજ હોટલ સામે ઊભેલા બી બાળકો ઉપર કાવ્ય કર્યું હોતતો તો તે પોતાના લાલ આદર્શ માટે વધારે ઉપકારક પુરવાર થાત.

  વારિસના મત પ્રમાણે સાહિરે જે ગીતો લખ્યાં છે તે લોક પ્રિય તો થયાં છે,પણ તેમાં (‘સાથી હાથ બઢાના’ જેવાં ગીતો માં)ફિલ્મસ્ટોરીના પાત્રનું આલેખન સાહિરના પાર્ટી પ્રોપેગંડાથી પણ રંગાઈ જાય છે.

 સાહિરે સામ્યવાદી પ્રચારને સહાયક થાય તેવા વિષય સાથે પ્રેમનો વિષય સાંકળ્યો હતો, એટલેજતો એ પ્રભાવશાળી શાયર તરીકે ખૂબ લોકપ્રિય થઈ શક્યો.

  સાહિરના ફિલ્મ પ્રવેશ પછી એનું અને એની શાયરીનું શું થયું?

‘સાહિત્યિક’ લેખન ઓછું થઈ ગયું.કારણ કે એનો ઉર્દૂ સાહિત્યના સતત વહેતા પ્રવર્તિત થતા પ્રવાહો સાથેનો સંપર્ક ઓછો થઈ ગયો હતો.તેના પરિણામે સર્જનાત્મક  શક્યતાઓ પણ કમ થઈ ગઈ હતી.વધારામા6એને પૈસા મળ્યા એટલે એને ચમચાગીરી કરનારા ‘દોસ્તો’ય વધ્યા.પછીતો પોતાના ચમચાઓ વચ્ચેજ એ ઘેરઅયલો રહેતો.એને ટીક ગમતી નો’તી.એકવાર એણે પોતાની શાયરીની ટીકા કરનાર એક શાયરને લાફો મારી પોતાની મહેફિલમાંથી કાઢી મૂક્યો હતો.

    સાહિર પરણતો નો’તો-કેફી આઝમીએ તો લખ્યું છે, જે જમાનાની હું વાત કરું છું એ જમાનામાં …..પચ્ચીસ બરસકી ઉમ્રમેં તીન ચાર હાદસે તો ઐસે હો ચુકે  હૈં કિ શાદિયાં ઉન પર મંડલાઈ…મંડલાતી રહી.ઔર મંડલાકે રહ ગઈ,સાહિર હર મરતબા ચલ નિકલે…

.કિસ તરહ તુઝકો

 બનાલુંમેં

શરીકે ઝિન્દગી

મેં તો અપના

બાર

ઉઠા સકતા નહીં..

 

વારિસે કહ્યું, ‘સાહિર’ગમે તે કારણ હોય શાદીથી ગભરાતો હતો.એની કૌટુંબિક પરિસ્થિતિને પરિણામે  એને શાદી પ્રત્યે નફરત થઈ ગઈ હતી.એના જાગીરદાર પિતા કંઈ કેટલી વાર પરણ્યા હતા.-સાહિર માંનો દીકરો હતો.એને પોતાની માં પ્રત્યે હમેંશા લાગણી રાખી હતી…એણે પોતાના બાપને છોડ્યો હતો, માંને છોડી નો’તી.

 ‘સાહિર’ના જીવનના માનસિક આઘાતોનો સિલસિલો ક્રમશ: નહીં તો અનિયમિત રીતે નિયમિત તો હતોજ…ખાસ કરીને એના જાગીરદાર પિતા સાથે આરંભાયેલા સંઘર્ષને પરિણામે પણ…જોકે એણે જાગીર તો છોડી ખરી , બાપનો એકનો એક પુત્ર હોવા છ્તાં ,પણ હકીકતમાં એને જાગીર મેળવવાનોજ સંઘર્ષ કર્યો.એને બદલો લેવાનાં આશયે કર્યું હોય કે પછી જાગીરદારી એના લોહીમાંજ હતી તેના કારણે તે કર્યું હોય ,તે વાત ચર્ચાનો વિષય છે.સાહિરે ફિલ્મમાં અધળક ધન મેળવ્યું-ગરીબી અને ગરીબો માટે લખાયેલા ગીતો વાંચીને….

‘સાહિરે’એક વાર એક ગીતના એક લાખ રૂપિયા માંગ્યા હતા.એ વાત ચર્ચાનો વિષ્ય બની હતી.સાહિર ઉર્દૂ સાહિત્યના નવા તકાઝા સાથે કદમ મિલાવી ન શક્યો, કારણકે એણે પોતાની આસપાસ એક લક્ષમણરેખા ખેંચી રાખી હતી.એ દાયરામાં એની ચમચાગીરી કરતા દોસ્તો હતા.એણે પોતાની ઇમેજમાં તિરાડો ન પડે એવા એક અલગતાનાં કિલ્લામાં પોતાની જાતને બાન બનાવી રાખી હતી.ફિલ્મમાં સમય દુર્લભ થઈ જતો હોવાથી સાહિત્ય સાથેનો સંપર્ક ખોરવાઈ જાય છે.સાહિત્ય સમય માંગી લે.

  ‘સાહિર’પોતાના જમાનામા લોકપ્રિય તો હતોજ.

 

હા, સાહિર કવિ તરીકે પણ સારો તેનો ઈંકાર ક્યાં છે? એના સમકાલીન શાયરોમાં જેવાકે ફૈઝ ,મખ્દુમ,અખ્તરુલ ,ઇમાન,.મજરૂહ,જાફરીઅને કૈફી,મજાઝ વગેરે માં લોકપ્રિયતામાં ફૈઝ પછી બીજા નંબરે આવે.સાહિર ગઝલનો શાયર નો’તો.બ્લેંક વર્સ કે ફ્રી(અછાંદસ)વર્સનો પણ એ કવિ નો’તો.એ છંદો બધ્ધ અને પ્રાસ યુકત નઝમોનો(કાવ્યોનો) શાયર હતો.એની કવિતામાં કૃતિમતા નો’તી.એની કાવ્ય શૈલી સંદિગ્ધ પણ નો’તી.સ્પષ્તતા એની કાવ્યનો ગુણ હતો…એ કમીટેડ (વિચારસરણી ને વરેલો)કવિ, પન કવિ તો હતો જ… એણેજ ગાયું છે-

હઝાર બર્ક ગિરે

લાખ આંધિયા ઉઠે

વો ફૂલ ખિલતે રહેંગે

જો ખિલનેવાલે હૈ..

  ભલેને હજારો વાર વીજળીઓ ત્રાટકે—લાખ વાર આંધીઓ ફૂંકાય, પન જે પુષ્પો ખીલવાના છે તે ખીલીનેજ રહેવાનાં….

 સાહિર પણ તેમાંનું એક પુષ્પ હતો.

(આદમની આડ વાત-41)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: