Posted by: bazmewafa | 08/04/2009

આસ્વાદ:“મિજાજ”-આચાર્ય જનાબ મસ્ત મંગેરા સાહેબની ગંભીર અને વિચારશીલ કાવ્ય રચનાનો સંપુટ —-મુહમ્મદઅલી વફા

“મિજાજ”-આચાર્ય જનાબ મસ્ત મંગેરા સાહેબની ગંભીર અને વિચારશીલ કાવ્ય રચનાનો સંપુટ —-મુહમ્મદઅલી વફા


 એ પણ છે ઠીક મસ્ત  ગઝલમાં એ વ્યકત થઈ,

નહિતર મનની વાત પણ મનમાં રહી જતે !!

 વર્ષોના ઈંતેજાર પછી શિક્ષણ વિદ,વિચારક,ચિંતક,દ્રષ્ટા,પત્રકાર ,કવિ અને લેખક આચાર્ય જનાબ મસ્ત મંગેરા સાહેબના અપેક્ષિત કાવ્ય સંગ્રહ ‘મિજાજ’ એમના સાહિત્યિક મિજાજનું દર્પણ લઈ ગુજરાતી સાહિત્યના ઉદ્યાનમાં ગઝલ,નઝમ ,મુકતક અને અછાંદસ કવિતાઓ સાથે દમામભેર પ્રવેશ કર્યો છે.

જનાબ મસ્ત મંગેરા સાહેબ મહાગુજરાત ગઝલ મંડળના સનિષ્ઠ પ્રયાસોના હમદર્દ સાક્ષી છે.એમની રચાનાઓમાં છંદની ચુસ્તતા સાથે વિચારોની પરિપકવતા, ભષાનો વૈભવ,કવિતાની તિરોધાત્મક બાની, લાઘવની સંવેદના સાથે માનવ જીવનની વાસ્તવિકતાની કહાની છે.

આ શયદા યુગના શાયરનો કાવ્ય સંગ્રહ આપણને 25 વર્ષ પહેલાં મળી જવો જોઈતો હતો. પરંતુ એમને એ પહેલાં પત્રકાર ક્ષેત્રે,શિક્ષણ ક્ષેત્રે,તેમજ સાહિત્યના અન્ય પ્રકાર ક્ષેત્રે  ઘણા પ્રદાનો કરવાના હતા.અને તે કરવામાં એમણે કોઈ કચાશ રાખી નહીં.

1968ના ગાળામાં એમનો નવલિકા સંગ્રહ  ‘સરવાળો’ પ્રગટ  થયો. નવલકથા ‘આથમો વાર, લખી.જુદા જુદા સંનિષ્ઠ સાહિત્યકારોના સહકારથી ગુજરાતી ભાષામાં ઈકબાલિયાત પર સહુ પ્રથમ પુસ્તક ‘મહા કવિ ઇકબાલ’  પ્રગટ કર્યું.તેમજ મહા કવિ ઇકબાલના મહાન ફારસી કાવ્ય સંગ્રહ ઝબૂરે આઝમ નો સુંદર અનુવાદ કર્યો અને પ્રકટ કર્યો.

29 વર્ષથી સુરતથી પ્રકાશિત થતા માસિક પત્ર વ.સમાચારને પોતાની અથક મહેનત ને પ્રમાણિકતાથી ,એના તંત્રીપદની જવાબદારી  ઉપાડી રહ્યા છે.

ગુજરાતી મુસ્લિમો અને મુખ્યત્વે  મુંબઈથી નર્મદાનદી અને અરબી મહાસાગરથી અરવલ્લીની હારમાળામાં વસ્તા મુસ્લિમોના ઈતિહાસનો માહામૂલો ગ્રંથ તૈયાર કરી ,એક વશિષ્ઠ ઐતિહાસિક જવાબદારી નિભાવી.

’મિજાજ’ એમના મિજાજનું સાચું દર્પણ છે.બે દાયકાથી અફાટ ખેડાતી અથવા ચગડાતી ગઝલ કાવ્ય નાં વૃદાવનમાં એમનો મિજાજ ગઝલની શાનને આન બક્ષે છે.ગઝલમાં પ્રયોગ ખોરી અને અરૂજના સંપૂર્ણભંગ સાથે સર્જાતી અને છપાતી રચાનાઓ માટે એમની રચનાઓ દીવા દાંડી બની રહેશે.

એક અમાનત રૂપે એને સાચવી,

પારકું ધન છે અમારી જિંદગી.

ગઝલનો એક શેર (બે મિસરા) એ સંપૂર્ણ રીતે એક કવિતા છે. એમાં પોતાના વિચારોની નાજુક રજુઆત.,ગેયતા,નાવિન્યતાને ચમત્કાર પ્રયોજી શાયર પોતાના અનુભવનાં ભાથામાંથી એક શેર નું તીર છોડી હૃદયની સંવેદનાને વીંધી નાંખે છે.અને જીવનનાં સાચાં મૂલ્યોનું દર્શન કરાવે છે.

તરહી (પાદ પંકતિ) ગઝલો અને મુશાયરાઓ એક ભૂતકાળ બની ચુક્યા છે. ત્યારે એમના તરહી મુશાયરાઓની ગઝલ એમના સર્જન શ્રોતની છડી પુકારે છે.

ફૂલો ચમનમાં અંતે રુદનથી ખુશ થયાં

એ વિરહની સુવાસ હતી કોણ માનશે?

******

પગલાં પૂજાય એવું વીરોચિત ગમન હતું,

મૃત્યું ભવ્ય એવું કે ભવ્ય જીવન હતું.

 

જગનાં પ્રલોભનથી નથી,મસ્ત વશ થયો

રાજી ખુદાની મરજી ઉપર મારું મન હતું.

*****

ખાલી નક્કાશી(કોતરકામ)કરતાં મક્કમ વિચારભાવના,તસવ્વુફનું ચયન,.સંદેશ એમની ગઝલોને આધ્યાત્મિકતાથી ભરી દે છે.

શું દુઆ ઓછી પડી કે બંદગી ઓછી પડી?

દઈ દીધું દુ:ખ એટલું જાણે ખુશી ઓછી પડી.

 

દઈ દીધું એણે મને ,તે પણ મુકદ્દરથી વધુ!

‘મસ્ત’  મારે તો દુઆ પણ માંગવી ઓછી પડી.

અને આ માનવ માનવ વચ્ચેની વિપુલ પ્રમાણમા સર્જાય રહેલી નફરતની દીવાલોમાં ઈંટોનો શું દોષ? એ દીવાલોતો આપણા લાગણી અને પ્રેમ વિહોણા ઘાતકી મનની પેદાઈશ છે.આ ઈંટોનો ઉપયોગ આપણે ખાઈ પાટવા સેતુઓ સર્જવા પણ કરી શક્યા હોત.

   ઈંટની ભૂલ નથી કંઈ એમાં,

   માનવી એ ચણી છે દીવાલો.

 

   એક સહિયારું ઘર બને દોસ્તો,

   કયાંક એવી ચણીછે દીવાલો.

 

કવિનો મિજાજ બંડખોર નથી પરંતુ સ્વમાની છે. ખુદ્દારીની ખુમારીથી જીવન જીવી, જીવવાવાનો રાહ ચીંધે છે.

અમેતો મૌનથી અમને સભર કરી લીધા

શબદ થઈને ઘણાં ખાલીપાઓ છલકાયા.

 

જમાનો પોતે ગવાહી  યે આપશે એની-

કોઈની શેહ શરમથી અમે ન અંજાયા.

 

અમોને ગર્વ છે તો મસ્ત એ જ બાબત પર,

અમે,અમારા વિચારિઓ નથી જ વેચાયા!

સૂરજ ,ચાંદની,દીવાલો,અંધકાર અને ફૂલ જેવી રદીફ પ્રધાન ગઝલોમાં પણ એમના કલ્પનો સિમિત ન રહેતાં ઉંચી વિશાળ ક્ષિતિજ પર વિહરે છે.

એમાં વફાના રંગ , ન કંઈ સુવાસ છે

એવાંજ આજકાલ છે વીસમી સદીનાં ફૂલ!

 

**

 

શ્ર્ધ્ધાનાં તેજથી  જ જીવન ઝળહળી જશે,

આખર અવ્વલ તો દૂર થવાનો છે અંધકાર

**

 

ઉગ્ર સંકલ્પ સમો સ્થિર આ બળતો સૂરજ

આભથી ઓસથી વળ્યો નથી વળતો  સૂરજ

**

એ કદી આવે તો તું એની ગવાહી આપજે

ઓ વિરહની રાત શી રીતે ગુજારી ચાંદની.

**

વળી આ એક ગઝલના શેરોની શેરિયતઅને સંવેદન તો  જુઓ !

અંતે તો આગમનનાં ધખારા હસી પડ્યા

ખીલી ઊઠી અમાસ, સિતારા હસી પડયા

 

ઉપહાસની આ કેવી પરા કાષ્ઠા હશે?

રડ્યાછે પારકાઓ, અમારા હસી પડ્યા

 

કેવી હતી એ ‘મસ્ત’ ના મનની મનોદશા?

જયારે રડી શક્યા ન, બિચારા હસી પડયા.

કત્અ અને મુકતકોમાં પણ ઉન્નત વિચારોને ગૂથે છે.વિશ્વભરના મિડિયાઓએ નારી દેહને નગ્ન કરી હુસ્નની ખૈરાત નો કમીનો ધંધો અપનાવી લીધો છે.સૌંદર્યના કાચા માંસની ગંધ હવે એ ગીધોને માફક આવી ગઈ છે.

નારી ગૌરવ અને સ્ત્રીના હકોની તકલાદી વાતો કરનારાઓએ નારી સ્વતંતંત્રતા નામે નારીના સુકોમળ શરીરને  ભાડા  ની હાટડી બનાવી દીધી છે.

નારી ગૌરવ ની હાકલ કરતું મુકત વિચાચરવંત છે.

        નથી મયખાનું

મદભર્યા જામ છે અધર એના,

મસ્તી માદકતા આંખ અંદર છે.

 

એ બધું છે –છતાં ય એક નારી,

નથી મયખાનું, કિંતુ મંદિર છે.

ઉર્દૂ ફારસીના મહાન ભારતીય કવિ ગાલિબને અંજલિ આપતી એમની નઝમ ગાલિબની ગાલિબિયત ઉપસાવે છે.

હે કથન સમ્રાટ ! ને ચિંતન મનનનાં હે ઈમામ,

મસ્ત પણ આપે છે તુજને  ભાવભીનાં જો સલામ !

 

 મિત્રોની નિંદાઓ –ટીકાઓથી પર ગાલિબ રહ્યો,

સાચે તું ગાલિબ હતો અને , ને સર્વ પર ગાલિબ રહ્યો !!

 ભારત પ્યારો દેશ અમારો નઝમ વતન પ્રેમથી છલકાય છે.

 સબ ઉનકી સોહબતે રંગીકા ફૈઝ હૈ વરના

કહાં જબાને મુહબ્બત, કહાં બયાં દિલ કા.

(જ.મસ્ત મંગેરા સાહેબનો કાવ્ય સંગ્રહ’ મિજાજ’ ભારતમાં નીચેનાં સરનામેથી મળી શકશે.

મસ્ત મંગેરા

કાંગવાઈ વાયા: રાનકૂવા તા: ચીખલી જિ.નવસારી 396 560

ફોન:02634-240024 મો.9426771991

કેનેડામાં આ કાવ્ય સંગ્રહ મેળવાવા સંપર્ક કરો

abhaidu@yahoo.com)

Advertisements

Responses

  1. mijaj the best gazal sangrah.mast mangera the.. ‘aasadharan man’ vinodpatel

  2. very best vinodpatel

  3. i am vinodpatel from vachhawad mastmangera is my god father advicer andas like ” farista”iam living alwes with his under. really mastmangera is very kind helping to student for higheradjucation.he makes doctors softwere eng. nurses com. pilot teachers and higher officers.once more he is
    “aasadharan men”
    “mijaj is best gazal book”
    “malva javo manas” Vinod Patel

  4. mastmangera please any student/ hindu ‘muslim’poor student’ anybody can meet to tray becosue he is very kind and helping for higher adjucation. mijaj is best gazal sangrah i like very much;;;;; please meet to mast mangera once time really youwill sucess in your life. this is my experience. ok by vinod patel 9429858264


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: