Posted by: bazmewafa | 07/06/2009

આધ્યાત્મિક*સૂરએ ફીલનો પદ્યાનુવાદ– દીપક બારડોલીકર

SraeFeel

 સૂરએ ફીલનો પદ્યાનુવાદ– દીપક બારડોલીકર

(સૂરએ ફીલ, કુરઆન શરીફનાં ત્રીસમાં (અંતિમ)ખંડની 105મી સુરત(પ્રકરણ) છે.)

નથી જોયો તેં અંજામ તે ગજ ગામ લશ્કરનો?

ચઢી આવ્યું’તું કરવા નાશ જે અલ્લાહના ઘરનો?

ખુદાએ તેમના સૌ દાવ શું નિષ્ફળ નથી કીધા?

બધાં યુક્તિ  પ્રયુક્તિ ચાલ શું નિષ્ફળ નથી કીધાં?

એ દુશ્મન પર ખુદા મોકલી આપ્યા પરિંદાઓ;

કે જાને મૌતના પયગામધારી કંઈ ફરિશતાઓ;

અરિ દલ પર એ પંખીઓ રહ્યાં વરસાવતાં કંકર;

કર્યું એ કામ પાષાણે કરે જે કામ ન ખંજર;

પછી એ હાલ મૌલાએ કર્યો દુશ્મનનાં ધાડાંનો;

કે જાણે જોઈ લો ઓગટ પશુએ ચાવ્યા ચારાનો.

(આબે કવસર-30)

સુરએ ફીલનો ગદ્ય અનુવાદ-મૌલાન અબદુર્રહીમ મૌ.ગુલામ મુહમ્મદ સાદિક રાંદેરી

સુરએ ફીલ મક્કી છે.(અર્થાત અલ્લાહ તરફ્થી વહી રૂપે  હજરત મુહમ્મદ સલ. પર મક્કામાં વહી રૂપે અવતરી હતી.વહી લઈને આવનાર ફરિશ્તાનું નામ જિબ્રાઈલ છે)એમાં પાંચ આયતો છે.

********************************************************************

બેહદ ક્ર્પાળું ,દયાળુ અલ્લાહના નામથી .(શરૂં કરૂં છું)

(1)શું તને ખબર નથી તારા પરવરદિગારે હાથી વાળા સાથે કેવું વર્તન કર્યું !

(2)શું તેઓના દાવને તદ્દન ખોટો નથી કરી દીધો?

(3)વળી તેઓના ઉપર (અબાબીલ) પક્ષીઓનાં ટોળાં મોકલ્યાં.

(4)જે તેઓની ઉપર ખંગરની કાંકરીઓ ફેંકતા હતા.

(5)પછી અલ્લાહે તેઓને(પશુઓના) ખાધેલા(ઘાસના) ભૂકાની માફક કરી નાંખ્યા.

ભાષ્ય: યમનના ઈસાઈઓને આગમાં બાળી નાંખવાનું વર્ણન સૂરએ “બુરૂજ”માં આવી ગયું છે.

તે જુલમનો બદલો લેવા માટે એબેસીનિયા(ઈથોપિઇયા)ના ઈસાઈ બાદશાહે  યમન પર લશ્કર મોકલ્યું.,જેનો વિજય થયો..ત્યારથી યમન પર તેમનો કબજો હતો..કેટલીક મુદ્દત પછી ત્યાંના ગવર્નર’અબ્રાહા,એ જોયું કે આખા અરબના લોકો મક્કા જઈને હજ અને કાબા(કઅબહ)નો તવાફ(પ્રદક્ષિણા) કરેછે.તો તેને ઈર્ષા થઈ અને સૌ તેની પાંસે એકઠાં થાય એમ કરવા તેણે ચાહ્યું. તેથી એક બહુ સરસ રળિયામણું ભવ્ય મકાન કઅબહના નામથી બનાવ્યું.છતાં એની પાંસે લોઈ આવ્યું નહીં.ત્યારે તે ગુસ્સે થઈ ,ભારે ફોજ લઈ તેને અસલી કાબા પર ચઢાઈ કરી.ઘણા હાથીઓ પણ કાબા તોડવા  માટે સાથે લીધા.માર્ગમાં વસતા અરબના કેટલાક કબીલાઓએ તેને રોકવા ચાહ્યું.પણ તેણે તે સહુને મારી હટાવ્યા.અંતે જયારે તેઓ હરમની હદમાં આવી પહોંચ્યા,ત્યારે મક્કા વાળાઓ પાંસે પણ તેના મુકાબલાની શક્તિ ન હોવાથી ,સૌ મકાવાસેઓના સરદાર એટલે હઝરત સલ.ના દાદા અબ્દુલ મુત્લીબે સૌને કહ્યું કે પોત પોતાનો બચાવ કરી લો.કારણકે અમારમાં શક્તિ નથી.અને આ જેનું ઘર છે એ અલ્લ્લાહજ એને સંભાલી લેશે

.તેથી સહુ શહેર છોડી આમ તેમ પહાડો પર ચાલ્યા ગયા.અબ્રાહાએ મેદાન ખાલી જોઈ આગળ વધવા ચાહ્યું.હાથીઓને આગળ ધપાવા લાગ્યો.પણ ઉલ્ટા તે પાછા હટતા હતા.તેવામાં ખુદાએ સમુદ્ર તરફથી (જે પક્ષીઓની રહેઠાણની જગ્યા પણ નથી ત્યાંથી) ચકલી જેવડાં લીલા રંગના હજારો પક્ષીઓને લગભગ ચણા જેવડા ત્રણ ત્રણ કાંકરા,એટલે બન્ને પંજાઓમાં અને એક ચાંચમાં આપી મોકલ્યા હતાં.તેમણે ચારે બાજુએથી કાંકરાઓનો વરસાદ વરસાવવ માંડયો.જેનો માર બંદુકની ગોળીથી પણ વધુ વેગ પૂર્વક હોવાથી તેઓની ઉપર પડતાંજ તેઓના શરીરને વીંધી પાર જતા હતાં.વળી એ કાંકરાઓમાં એવી ઝેરી અસર હતી કે વાગ્યા પછી  તે માણસના અવ્યવો છૂટે છૂટા  થઈ જતા હતા.આખા લશ્કરમાં કોઈ પણ સલામત રહેવા પામ્યું નહીં.અંતે પંખી પાછા વળી ગયા.એવા પક્ષી  કોઈએ તે પહેલાં કે તે પછી કદી જોયાંજ  નથી..પછી વરસાદ પડવાથી  તેઓની લાશોના ટૂકડા પાણીમાં ઘસડાઈ સમુદ્રમાં જઈ પડ્યા.લશ્કરને આમ ઓચિંતુ બર્બાદ થતું જોઈ અબ્રાહા જીવ લઈ હબસા તરફા નાઠો.છ્તાં એક પક્ષી તેની પાછળ પડ્યું.અબ્રાહા ત્યાં પહોંચી નજાશી બાદશાહને સર્વે હકીકત કહી બતાવી.તો તેણે દિગ્મૂઢ બની પૂછ્યું કે કેવાં પક્ષી હતાં? તેવામાં અબ્રાહાની દ્ર્ષ્ટિ તે પક્ષી પર પડી.તો બોલ્યો:જુઓ તેમાંનું એક પક્ષી આ રહ્યું.તેટલામાં તો તે પક્ષીએ એના પર કાંકરો ફેંક્યો.જેથી અબ્રાહા બાદશાહની રૂબરૂજ મરણ પામ્યો.તે જોઈ બાદશાહ બહુજ ડરી ગયો

.આ બનાવ પછી તેજ વર્ષની આખરીમાં હજરત મુહમ્મદ સલ્.નો જન્મ થયો હતો.સારાંશ આજે તમને આ સુખ શાંતિ ક્યાંથી પ્રાપ્ત થાત.? છતાં કેમ કુફ્ર કરો છો.વળી જે પ્રમાણે ખુદા પાકે કાઅબાહનું રક્ષણ કર્યું હતું તેજ પ્રમાણે પોતાના નબીનું અને કાઅબાહના સાચા સેવકોનું પણ રક્ષણ કરશે.સારાંશકે એમાં જુલ્મી કાફિરોની(અરબ અને મક્કાના નસ્તિકો) ધમકી અને તેઓના અત્યાચારો વેઠતા મુસ્લિમોને આશ્વાસન છે.  . 

ભાષ્ય: યમનના ઈસાઈઓને આગમાં બાળી નાંખવાનું વર્ણન સૂરએ બુરૂજમાં આવી ગયું છે.

તે જુલમનો બદલો લેવા માટે એબેસીનિયા(ઈથોપિઇયા)ના ઈસાઈ બાદશાહે  યમન પર લશ્કર મોકલ્યું.,જેનો વિજય થયો..ત્યારથી યમન પર તેમનો કબજો હતો..કેટલીક મુદ્દત પછી ત્યાંના ગવર્નરઅબ્રાહા,એ જોયું કે આખા અરબના લોકો મક્કા જઈને હજ અને કાબા(કઅબહ)નો તવાફ(પ્રદક્ષિણા) કરેછે.તો તેને ઈર્ષા થઈ અને સૌ તેની પાંસે એકઠાં થાય એમ કરવા તેણે ચાહ્યું. તેથી એક બહુ સરસ રળિયામણું ભવ્ય મકાન કઅબહના નામથી બનાવ્યું.છતાં એની પાંસે લોઈ આવ્યું નહીં.ત્યારે તે ગુસ્સે થઈ ,ભારે ફોજ લઈ તેને અસલી કાબા પર ચઢાઈ કરી.ઘણા હાથીઓ પણ કાબા તોડવા  માટે સાથે લીધા.માર્ગમાં વસતા અરબના કેટલાક કબીલાઓએ તેને રોકવા ચાહ્યું.પણ તેણે તે સહુને મારી હટાવ્યા.અંતે જયારે તેઓ હરમની હદમાં આવી પહોંચ્યા,ત્યારે મક્કા વાળાઓ પાંસે પણ તેના મુકાબલાની શક્તિ ન હોવાથી ,સૌ મકાવાસેઓના સરદાર એટલે હઝરત સલ.ના દાદા અબ્દુલ મુત્લીબે સૌને કહ્યું કે પોત પોતાનો બચાવ કરી લો.કારણકે અમારમાં શક્તિ નથી.અને આ જેનું ઘર છે એ અલ્લ્લાહજ એને સંભાલી લેશે

.તેથી સહુ શહેર છોડી આમ તેમ પહાડો પર ચાલ્યા ગયા.અબ્રાહાએ મેદાન ખાલી જોઈ આગળ વધવા ચાહ્યું.હાથીઓને આગળ ધપાવા લાગ્યો.પણ ઉલ્ટા તે પાછા હટતા હતા.તેવામાં ખુદાએ સમુદ્ર તરફથી (જે પક્ષીઓની રહેઠાણની જગ્યા પણ નથી ત્યાંથી) ચકલી જેવડાં લીલા રંગના હજારો પક્ષીઓને લગભગ ચણા જેવડા ત્રણ ત્રણ કાંકરા,એટલે બન્ને પંજાઓમાં અને એક ચાંચમાં આપી મોકલ્યા હતાં.તેમણે ચારે બાજુએથી કાંકરાઓનો વરસાદ વરસાવવ માંડયો.જેનો માર બંદુકની ગોળીથી પણ વધુ વેગ પૂર્વક હોવાથી તેઓની ઉપર પડતાંજ તેઓના શરીરને વીંધી પાર જતા હતાં.વળી એ કાંકરાઓમાં એવી ઝેરી અસર હતી કે વાગ્યા પછી  તે માણસના અવ્યવો છૂટે છૂટા  થઈ જતા હતા.આખા લશ્કરમાં કોઈ પણ સલામત રહેવા પામ્યું નહીં.અંતે પંખી પાછા વળી ગયા.એવા પક્ષી  કોઈએ તે પહેલાં કે તે પછી કદી જોયાંજ  નથી..પછી વરસાદ પડવાથી  તેઓની લાશોના ટૂકડા પાણીમાં ઘસડાઈ સમુદ્રમાં જઈ પડ્યા.લશ્કરને આમ ઓચિંતુ બર્બાદ થતું જોઈ અબ્રાહા જીવ લઈ હબસા તરફા નાઠો.છ્તાં એક પક્ષી તેની પાછળ પડ્યું.અબ્રાહા ત્યાં પહોંચી નજાશી બાદશાહને સર્વે હકીકત કહી બતાવી.તો તેણે દિગ્મૂઢ બની પૂછ્યું કે કેવાં પક્ષી હતાં? તેવામાં અબ્રાહાની દ્ર્ષ્ટિ તે પક્ષી પર પડી.તો બોલ્યો:જુઓ તેમાંનું એક પક્ષી આ રહ્યું.તેટલામાં તો તે પક્ષીએ એના પર કાંકરો ફેંક્યો.જેથી અબ્રાહા બાદશાહની રૂબરૂજ મરણ પામ્યો.તે જોઈ બાદશાહ બહુજ ડરી ગયો

.આ બનાવ પછી તેજ વર્ષની આખરીમાં હજરત મુહમ્મદ સલ્.નો જન્મ થયો હતો.સારાંશ આજે તમને આ સુખ શાંતિ ક્યાંથી પ્રાપ્ત થાત.? છતાં કેમ કુફ્ર કરો છો.વળી જે પ્રમાણે ખુદા પાકે કાઅબાહનું રક્ષણ કર્યું હતું તેજ પ્રમાણે પોતાના નબીનું અને કાઅબાહના સાચા સેવકોનું પણ રક્ષણ કરશે.સારાંશકે એમાં જુલ્મી કાફિરોની(અરબ અને મક્કાના નસ્તિકો) ધમકી અને તેઓના અત્યાચારો વેઠતા મુસ્લિમોને આશ્વાસન છે.  .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: