Posted by: bazmewafa | 06/16/2009

શે’ર એટલે: નિર્મિશ ઠાકર

શે’ર એટલે: નિર્મિશ ઠાકર

 

 એક ફિલ્મ ડાયરેકટર એક શાયરની ગઝલ-જાળમાં એવો તો ફસાયેલો કે રાતના અઢી વાગ્ય સુધી છૂટી શકેલા નહીં.અચાનક ઘડિયાળ સામે જોવાઈ જતાં એમને ઘેર ઊભી થનારી ગંભીર પરિસ્થિતીનો ખ્યાલ આવ્યો અને એ ભડકી ઊભા થઈ ગયા.

      “અરે બેઠિયે જનાબ”એક શેર યાદ આ ગયા હૈ ,જરા સુન લિજિયે….,શાયરે ઉત્સુકતાથી કહ્યું.

  આપકો શેર યાદ આયા મગર મુજકો શેરની યાદ આ ગઈ હૈ !

         ને સામે શેર હોય કે શેરની  વાત દર્દ સાથે જોડાતી હોય છે.શાયરોને દર્દ વિના ચાલતુંય નથી.શેખાદમ આબુવાલાનો આ શેર જુઓ…..

                      દર્દ આપ મુજને એવું કે ત્યાગી શકાય ના

                      ઉંઘી શાકાય ના અને જાગી શકાય ના

 એ પ્રકારના દર્દમાં વાચક મિત્રોને ભાગીદાર બનાવવા નેક ઇરાદા સાથે હવે શેર ના પાયા માં ઊતરું. શેરનો પાયો શબ્દ,વજન,અર્થ અને પ્રાસ પર ચણવામાં આવે છે, એવું પોતાનું પુસ્તક ‘ઉમદા’માં અરબી છંદ શાસ્ત્રના વિદ્વાન અલ્લામા ઇબ્ને રશીદે લખ્યું છે.

  અમાં સિમેન્ટ નાંખવાનું ભૂલી તો નથી ગયા ને?એક રાતમાંજ નવા મકાનનો ભરાઈ ગયેલો પાયો અને ગઈ કાલ સુધીબાજુમાં પડેલા રેટીના મોટા ઢગલાને સ્થાને દેખાતી સફાચટ જમીન જોઈ પોપટલાલ પસ્તીવાળા ચિંતાતુર બની કોંટ્રેકટરને પૂછી રહ્યા હતા.હા!પોપટલાલની ગઝલ અંગેની સમજ એમના નવા મકાનના પાયા જેવીજે છે.

   પોપટલાલ પસ્તીવાળા મારા મિત્ર છે. તેઓ મારા સાહિત્યનો ઘણો ભાર હળવો કરતા રહે છે.એમને પસ્તીમાંથીજ જમના બહેન સાથે પ્રેમ થયેલો.જમનાબેન કાયમ પોપટલાલની દૂકાને પસ્તી આપવાં આવતાં અને દિલ આપી બેઠાં ! હવે પોપતલાલ પસ્તીમાં આવી ચડેલી કોઈ ‘શરબતી શાયરી’ની ચોપડીમાં શેર શાયરીના બેઠા ઉતારા કરી જમનાને પ્રેમ પાત્રો પાઠવે છે.જ્યારથી એમને ખબર પડી કે જમના પાંસે પણ એજ ચોપડી છે, ત્યારથી એ બન્નેનાં પ્રેમ પત્રોનું માળખુંજ બદલાય ગયું.હવે એ બન્ને જણાં શેર લખવાની તસ્દી લેતાં નથી.હવે એ બને જણાં શેર લખવાની તસ્દી લેતાં નથી.ફકત પૃષ્ઠનો અને શેરનો નંબરજ લખે છે.

પોપટલાલ તો અત્યંત રસ પૂર્વક એમનો પત્ર વ્હવાર મને બતાવે છે. એટલે એમના પત્રનો નમૂનો અહીં મૂકી શકું છું.

 

હ્ર્દયેશ્વરી જેમી (ઉર્ફે જમના)

 તારી યાદ આવતાંજ આ હૃદયનાં કેવી લે-મેલ થાય છે. એ વિષે શું લખું?પેલો શેર છેને પાન :337 પર તેનાં જેવું.આખે આખો વહેરાઉં છું ,પાન નં-41ના સાતમાં શેર એવી સ્થિતિ બીજું શું?જો આ અઠવાડિયેતું મને ન મળી તો પાન -66ના બીજ શેર જેવું પરિણામ આવશે તાર સમ !

 પાન નં-22ના પાંચમાં શેર સાથે વિરમું છું

                           -પાન નં 33ના નવમાં શેર સમો તારો પોપટ..  

sher2 

 (ગઝલ:નિર્મિશની નજરે)

Advertisements

Responses

  1. વાહ – આ લેખમાં હાસ્યની સાથે સારે એવી ગંભીર વાતો વણી લીધી છે.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: