Posted by: bazmewafa | 04/05/2009

‘શૂન્ય‘યાને અલીખાન બલુચ—ચન્દ્રકાંત બક્ષી

શૂન્યયાને અલીખાન બલુચચન્દ્રકાંત બક્ષી

વર્ષ યાદ નથી. પણ બીજું વિશ્વ યુધ્ધ ચાલતું હતું અને હું 1942માંઅંગ્રેજી ધોરણ બીજામાં હતો.બલુચ સર અંગ્રેજીનો કલાસ લેવા આવ્યા હતા, એટલે 1942જ હશે.જ્યોર્જ ફીફથ કલબમાં અલીખાન વિકેટકીપીંગ કરતા હતા. ક્રિકેટ પૂર બહરમાં હતી.અને માનવ સરોવર તરફ કદાચ જબુમિયાંના બંગલા પાસે એક મહેફિલમાં તરન્નુમમાં ગાતા શાયરનો ચહેરો ખસતો ન હતો.અર્થ કાનથી સમજવાના દિવસો હજી આવ્યા ન હતા.અર્થ આંખોથી સાંભળીને ડોલતા હતા.અર્થ પણ અમારા માટે ગંભીર હતો ભાષા ઉર્દૂ હતી.

કયા સુનાઉં? કયા  સુનોગે દાસ્તાને જિંદગી…

ગમઝદાં કા તલ્ખ હોતા હૈ બયાને જિંદગી

આ બલુચ,આ  અલીખાન,આ તરુન્નમી મિજાઝ,ભાઈઓ અપણે વાલા હૈ ! પાલણપુરી હૈ !ગુજરાત આપણા અલી ખાન બલુચને એમને ધારણ કરેલા શાયરના નામથી ઓળખેછે,શૂન્ય પાલનપુરી !

       ,શૂન્ય, જેટલું વિરાટ ,બ્રહ્નાંદ જેટલું અદભુત તખલ્લુસ પસંદ કરનાર માણસ મુસ્લિમ છે.પણ હિન્દુ મિથક,કલ્પન, બિંબ અને સંસ્કૃતના શબ્દ પ્રયોગોને એ જે અધિકારથી કવિતામાં વાપરી શકે છે,આનંદાશ્ચર્ય આપે છે.રાતભર સાંભર્યા છે.શબ્દનો લાવા સળગતો વહેતો જાય છે.ગજબનાક છે આ માણસની યાદ શક્તિ.અને અજબનાક છે એમનો આત્મ વિશ્વાસ ! ગુજરાતી ગઝલની કેટલીય મહેફિલોમાં,શૂન્યએ શાન રાખી છે.બહુ ઉંચી ચીજો લખી છે.ઉમર ખય્યામની રુબાઈઓનો એમનો અનુવાદ કદાચ એક લાંબા સમય સુધી બે મિસાલ રહેશે !

         ,શૂન્ય,ની પેઢીના શાયરો ગુજરી રહ્યા છે.ઉર્દૂ અને ગુજરાતી બન્ને અર્થોમાં.દેહ સૂઈ જાય છે ત્યારે આત્માને જાગવાનો સમય થઈ જાય છેએમ કહેવાય છે! ,શૂન્ય માટે ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યની પરિષદે એક વાર મરહુમब्દ પણ વાપરેલોઉર્દૂ જાણે છે એ બતાવવા કે પોતાનોઆત્મ વિશ્વાસ વધારવા , ખેર,અપણીજ બૂઢી થતી આંખોની સામે આપણને શાયરે મરહુમ નું બિરૂદ   એને પણ ખુશ કિસ્મતી સમજવી જોઈએ.!તમામ કે નાતમામ જેવા શબ્દો કર્તા માટે બરાબર છે,કૃતિ માટે બરાબર નથી.કૃતિમાં કલાકારનો આત્મા જીવતો રહે છે.

              અને શૂન્ય એ પોતેજ કહ્યું નથી?

હમ શાયર હૈ વોહ શાયર જિસસે લરઝાં હૈ અઝલ

ખોલ ન ડાલે કહીં રાઝે નિહાને ઝિંદગી

 

શુભેચ્છાઓ સાથે મારા ગુરુ અને મિત્ર અને હમજાન શૂન્યપાલનપુરીની આંખો અને આંગળીઓમાં કુવ્વત રહેએજ શુભેચ્છાઓ સાથે.

 

મુંબઈ

તા.22-6-1983                                                –ચન્દ્રકાંત બક્ષી


Responses

  1. shunya mathi………


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: