Posted by: bazmewafa | 03/06/2009

ગાંધી બાપુને યાદ કરવાની સીઝન—ચન્દ્રકાંત બક્ષી

 

ગાંધી બાપુનેયાદ કરવાની સીઝનચન્દ્રકાંત બક્ષી

 

અમેરિકામાં એકવાર સ્પીરો ટી. એગન્યુનામના એક લગભગ અજ્ઞાત રાજકારણીઉપરાષ્ટ્રપતિપદ માટે ઊભા રહ્યા. અમેરિકામાં ભાગ્યે જ કોઈએ એમનું નામ સાંભળ્યુંહતું. તરત જ ત્યાંનાં છાપાંઓમાં રમૂજમાં પૂછાવા માંડયું : સ્પીરો..હૂ?’ (સ્પીરોકોણ?) પછી તો સ્પીરો હૂચૂંટાયા અને ઉપરાષ્ટ્રપતિ પણ બન્યા (અને પૈસા ભેટ લેવાનાઆરોપ નીચે એમને ત્યાગપત્ર પણ આપવું પડયું. એ આડવાત છે).

અજ્ઞાત માણસની મજાકરૃપે આ પ્રયોગ હવે પ્રસિદ્ધ થઈ ગયો છે. ગાંધીજીને સદેહેજોયા હોય એવા મારા જેવા બૂઢીયાઓ હજી જીવે છે. એ દીનબંધુહતા. દીનબંધુ એટલેગરીબોના બેલી! એમના સંપર્કમાં ચિત્તરંજન દાસ જેવા એ સમયના અત્યંત ધનાઢય માણસો આવ્યાઅને ખાદીનાં કુર્તા-ધોતિયાં પહેરીને દેશબંધુથઈ ગયા. હવે દીનબંધુ કે દેશબંધુરહ્યા નથી અને મોહનદાસ ગાંધી પણ રહ્યા નથી!

ઉત્તમચંદ ગાંધીના પુત્ર કરમચંદ ઉર્ફે કબા ગાંધીની ચોથી વારની પત્નીપૂતળીબાઈના પુત્ર મોહનદાસે આખી જિંદગી થર્ડ ક્લાસના ડબાઓમાં પ્રવાસ કર્યો. (એ વખતેહિન્દુસ્તાની ટ્રેનોમાં ફર્સ્ટ, સેકન્ડ, ઈન્ટર અને થર્ડ એમ ચાર વર્ગ હતા. થર્ડક્લાસ સૌથી કનિષ્ઠ વર્ગ હતો) સરોજિની નાયડુ હસીને કહેતાં કે બાપુને થર્ડ ક્લાસમાંપ્રવાસ કરાવવો અમને બહુ મોંઘો પડી જાય છે! શા માટે? કારણ કે દરેક સ્ટેશને હજારોભારતવાસીઓ બાપુનાં દર્શન માટે ઊમટી પડતા.

એ લોકો મોટરોમાં નહીં, પણ માઈલો દૂરથી ચાલતાં કે ગાડાંમાં આવતા. અહમદપટેલે સ્વયં મોહનદાસ ગાંધીએ પ્રબોધેલા સિદ્ધાંતો અને મૂલ્યોને જીવનમાં ઉતારવાનોપ્રયત્ન કરવો જોઈએ અને થર્ડ ક્લાસ તો નથી, પણ આજના સેકન્ડ ક્લાસમાં પ્રવાસ કરવોજોઈએ! સ્ટેશનો પર ભીડ નહીં થાય અને જે આવશે એ પોતપોતાની મારુતિ કે ફિયાટ કે સરકારીજીપો-વેનોમાં આવશે, એટલે ગાંધીજીને પડી હતી એવી તકલીફએમને નહીં પડે.

ગાંધીજીના જીવનમાંથી કયા સિદ્ધાંતો અને મૂલ્યો શોધીશું? ગાંધીજી લંડનમાંરોમન લોલેટિનમાં ભણ્યા હતા. ૧૯૨૨માં જેલમાં બયાન આપતાં એમણે કહ્યું હતું કે મારોવ્યવસાય ખેડૂતનો અને વણકરનો છે. ૬૦ વર્ષે ર૪ દિવસમાં ર૪૧ માઈલ ચાલીને એમણે દાંડીકૂચકરેલી. એ વખતે નિમક પરનો કર દરેક હિન્દુસ્તાનીના ભાગે વર્ષે ફક્ત પાંચ પૈસા આવતોહતો!

સાદગી કહો કે દેશપ્રેમ કહો, પણ ફાંસી પહેલાંના અંતિમ ચાળીસ દિવસ ભગતસિંહેઅંગ્રેજી સરકારનો નિમક વિનાનો ખોરાક ખાધો હતો! વાત સિદ્ધાંતની હતી, વાત મૂલ્યનીહતી…

ગાંધીજીની તબિયત બગડી એટલે કસ્તૂરબાની સલાહથી ગાંધીજીએ બકરીનું દૂધ પીવાનીશરૃઆત કરી (બાય ધ વે, કસ્તૂરબા એ ગાંધીજીનાં બા નહીં, પણ ધર્મપત્નીનું નામ છે).એકવાર મદુરાઈમાં એક સભામાં એક વિદ્યાર્થીએ શિકાયત કરી કે ખાદી બહુ મોંઘી પડે છેએટલે ગાંધીજીએ ઉત્તર આપ્યો, ‘ખાદી મોંઘી લાગતી હોય તો ઓછાં કપડાં પહેરવા’. સભામાંથી ઘેર આવીને ગાંધીજીએ કહ્યું, ‘હવે હું એક લોઈન-ક્લોથ (પોતડી) જ પહેરીશ’. અહમદ પટેલે હાકલ કરી છે એ બરાબર છે : શક્ય એટલી સાદગીથી જીવો!

એકવાર એક સભામાં એક ગરીબ વૃદ્ધાને અત્યંત ગંદી સાડીમાં જોઈને ગાંધીજીએસ્વચ્છતા વિશે ટકોર કરી. ગરીબ ડોશીએ કહ્યું કે એની પાસે એક જ સાડી છે! આ ભયાનકગરીબીએ ગાંધીજીની આંખો ખોલી નાંખી. એમણે કોટ, પાઘડી, ટોપી, કુર્તા આદિનો ત્યાગકરીને ધોતી અને ચાદર અપનાવી લીધાં.

ગાંધીજી ક્યારેય અમેરિકા ગયા નહોતા.

ગાંધીજીના સિદ્ધાંતો અનુસરવાની હાકલ કરવામાં એક ભયસ્થાન પણ છે. ગાંધીજીએકેટલું બધું લખ્યું છે એ ગાંધીવાદીઓને પણ ખબર નથી! ૧૮૯૮માં ગાંધીજીએ હિન્દુસ્તાનીમાટે ગાઈડ ટુ લંડનલખી હતી, અને ૧૯૪૮ની ૩૦મી જાન્યુઆરીએ એમની હત્યા થઈ ત્યાં સુધીએ પ્રવૃત્ત રહ્યા હતા.

બે હાથે લખી શકતા હતા. એમના વિચારો એટલા બધા ફેલાયેલા છે કે અહમદ પટેલથીઝીણાભાઈ દરજી સુધી (ગુજરાતી રાજકારણના થી ઝેડસુધી) ગમે તે માણસ ગાંધીજીનાનામે ગમે તે હાકલ કરી શકે છે.

ગાંધીજીના સિદ્ધાંતો અને મૂલ્યો માટે હિંદ સ્વરાજ ઈન્ડિયન હોમરૃલનામનુંલગભગ ભૂલાયેલું પુસ્તક જોવું પડશે. ઈન્ડિયન ઓપિનિયનમાં એ ધારાવાહિક પ્રકટ થયુંહતું. લેખક અને વાચક વચ્ચેના સંવાદરૃપે! ગાંધીજીએ ૧૪મી ઓક્ટોબર, ૧૯૦૯ને દિવસેએચ.એસ. પોલોકને લખેલા પત્રમાં હિંદ સ્વરાજવિશેનો સારસંક્ષેપ પોતાના શબ્દોમાં જઆપ્યો છે. પુસ્તકમાં પણ એમના વિચારો ફેલાયેલા છે.

ગાંધીજી પાર્લમેન્ટને વાંઝિયણ અને વેશ્યાકહે છે. એમનું કહેવું છે કેવકીલોએ ભારતને ગુલામીની જંજીરોમાં જકડી રાખ્યું છે. હોસ્પિટલો પાપને ટકાવી રાખવામાટે છે. મશીન એ સૌથી મોટું પાપ છે, એનાથી ઘણાં દૂષણો ઉત્પન્ન થાય છે. આધુનિકસંસ્કૃતિનું પ્રતીક છે. ગાંધીજીના મતે મનુષ્યશરીર એ સર્વશ્રેષ્ઠ મશીનછે.

ગાંધીજીએ સ્વયં પોલોકને લખેલા સંક્ષેપમાં આ વિશે સ્પષ્ટતાઓ છે. મુંબઈ, કોલકતા અને અન્ય નગરો પ્લેગનાં કેન્દ્રો છે. અંગ્રેજો ભારત પર રાજ ચલાવતા નથી, પણઆધુનિક સંસ્કૃતિ રાજ ચલાવી રહી છે – રેલવે, ટેલિગ્રાફ, ટેલિફોન અને આધુનિક શોધોદ્વારા! મેડિકલ સાયન્સ એ બ્લેક મેજિકનો અર્ક છે.

ઉચ્ચ કક્ષાની મેડિકલ ક્ષમતા કરતાં તો ઊંટવૈદું (ક્વેકરી) વધારેસ્વીકાર્યું છે. હોસ્પિટલો શયતાનનાં ઉપકરણો છે. જાતિગત રોગો (વેનીરીઅલ ડીસીઝીસ)માટે હોસ્પિટલો ન હોત તો આપણામાં એ રોગો પણ ઓછા હોત. રેલવે, ટેલિગ્રાફ, હોસ્પિટલો, વકીલો, ડૉકટરો અને એમના જેવા બધાએ જવું પડશે અને તથાકથિત બધા જ ઉચ્ચ વર્ગોએ સભાનથઈને ર્ધાિમક અને સાદું જીવવું પડશે. ભારતે મશીનોમાંથી બનેલાં કપડાં નહીં પહેરવાંજોઈએ, એ મશીનો યુરોપિયન હોય કે ભારતીય હોય, બંને વર્જ્ય છે.

ગાંધીજીના વિચારોને અનુસરવાનું કહેવું એક ખતરનાક ધંધો છે. ગાંધીજીના સેક્સવિશેના વિચારોથી જવાહરલાલ નેહરુ પણ ચમકી ગયેલા! સપ્ટેમ્બર, ૧૯૧૯માં ગાંધીજીએનવજીવનશરૃ કર્યું ત્યારે અમારો ઉદ્દેશનામનો એક લેખ લખ્યો હતો. એ લેખમાંથી એકલીટી આ પ્રમાણે હતી : ‘…જન્મ અને કર્મથી ગુજરાતી હોઈ હું ગુજરાતના જીવનમાંઓતપ્રોત થઈ જાઉં તો જ હું હિંદની શુદ્ધ સેવા કરી શકું.

ગુજરાતની વિધાનસભાની મોંઘી મોંઘી દીવાલો બગડી જવાનો ભય ન હોય તો આ વાક્યસભાકક્ષમાં મોટા અક્ષરે કોતરી લેવા જેવું છે!

ગાંધીજી વિશે વિદેશી પત્રકારો અને વિચારકોએ હંમેશાં લખ્યું છે અનેઆદરભાવથી લખતા રહ્યા છે. જ્હોન ગંથરે ઈનસાઈડ એશિયામાં લખ્યું છે : એ માણસે કિસ્મતસામે યુદ્ધ કર્યું.. અને જે કિસ્મતથી પણ વધારે સમર્થ છે એવા બ્રિટિશ સામ્રાજ્ય સામેયુદ્ધ કર્યું (પૃષ્ઠ ૩૮૪). એ એક અસામાન્ય આપખુદશાહ છે, જે પ્રેમથી રાજ ચલાવે છે (પૃ. ૩૮૪). આત્મકથાને અંતે મિ. ગાંધી લખે છે કે મારે મારી જાતને શૂન્ય બનાવી દેવીછે. જ્હોન ગંથરે ચીનની માઓત્સે તુંગની લોંગ માર્ચઅને ગાંધીજીની દાંડીકૂચની તુલનાકરી છે. એ લખે છે : (ગાંધીજીની) દાંડીકૂચ, એ ચીનના રેડ આર્મીની લોંગમાર્ચના એકઅપવાદને બાદ કરી દઈએ તો આધુનિક ઈતિહાસની સૌથી યશસ્વી ઘટના હતી. દાંડીકૂચને અંતેગાંધીજીએ કહ્યું હતું : હું કુત્તાને મૌતે મરીશ, મારાં હાડકાં કુત્તાઓ ચાટી જાય એકબૂલ છે, પણ હું તૂટેલો, ભગનહ્ય્દય પાછો નહીં આવું! અંતે પૃષ્ઠ ૪૦૯ પર પત્રકારજ્હોન ગંથર ગાંધીજીને અંતિમ અંજલિ આપે છે : અને કેવી ભવ્ય, જાજ્વલ્યમાન કારકિર્દી (ગાંધીજીની) હતી! એમની મહાનતમ સિદ્ધિ એ છે કે એમણે હિન્દુસ્તાની પ્રજાને નવોસ્પિરિટ, નવી એકતા આપ્યા. એમનો ઈશ્વર, જે પણ હોય, જ્યારે ગાંધી આવશે ત્યારે એનો બહુપ્યારથી સ્વીકાર કરશે.

ડેલ કાર્નેગીના હાઉ ટુ સ્ટોપ વરીયિંગ એન્ડ સ્ટાર્ટ લિવિંગમાં પ્રાર્થનાવિશે એક પ્રકરણ છે અને એમાં ડેલ કાર્નેગીએ ગાંધીજી અને એમની પ્રાર્થનાસભાઓ વિશે બહુઅહોભાવથી લખ્યું છે. ગાંધીજીનું એક ઉદાહરણ પણ ટાંક્યું છે : હું પ્રાર્થના ન કરતોહોત તો ક્યારનોય મરી ગયો હોત! નેપોલિયન હીલની થિંક એન્ડ ગ્રો રિચ એક એવી કૃતિ છે, જેણે લાખો વાચકોને માર્ગદર્શન આપ્યું છે. એમાં નેપોલિયન હીલે બે પાનાં ગાંધીજી વિશેલખ્યાં છે અને તે બે પાનાં ખૂબ જ પ્રશંસાત્મક છે. શ્રદ્ધા (ફેઈથ)નો વિજય જોવો હોયતો ગાંધીજીનું જીવન જુઓ! આ નિઃશસ્ત્ર, નાના માણસે બ્રિટિશ મહાસત્તા સામે શ્રદ્ધાથીકેટલી વિરાટ અને અહિંસક સેના ઊભી કરી છે… જે સેના માટે લાખો ડોલર ખર્ચ્યા હોત તોપણ નિષ્ફળ જાત.

લૂઈ ફિશરે હિન્દુસ્તાન આવીને ગાંધીજી સાથે સેવાગ્રામમાં રહીને ગાંધીજીવિશે એક પુસ્તક લખ્યું હતું, પર્લ બક અને એડગર સ્નોએ ગાંધીજી વિશે ભાવુક આદરથીલખ્યું છે. નવેમ્બર ૧૩, ૧૯૫૦ ટાઈમસાપ્તાહિકે જ્યોર્જ બર્નાર્ડ શોને અંજલિ આપતાનોંધ કરી હતી : એ અર્થશાસ્ત્રના ગાંધી બની ગયા! અને કદાચ સૌથી પ્રવાહી આદરાંજલિરાષ્ટ્રપિતાપુસ્તકના આમુખમાં જવાહરલાલ નેહરુએ આપી છે, જે હિંદી પત્રિકાઆજકાલના ઓક્ટોબર, ૧૯૫૦ના અંકના બાવનમા પૃષ્ઠ પર છે (એ અંજલિ નેહરુના શબ્દોમાં) હરજગહ ગાંધીજી કા નામ પહૂંચા થા, ગાંધીજી કી શોહરત પહૂંચી થી. ગૈરોં કે લિયે ગાંધીહિંદુસ્તાન ઔર હિંદુસ્તાન ગાંધી. હમારે દેશ કી ઇજ્જત બઢી. દુનિયાને તસલીમ કિયા કિઅજીબ ઊંચે દર્જે કા આદમી હિંદુસ્તાન મેં પૈદા હુઆ. ફિરસે અંધેરે મેં રોશનીઆઈ…

ક્લોઝ અપ

સંત અને પાપી વચ્ચે એક જ ફરક હોય છે. દરેક સંતને એક ભૂતકાળ હોય છે અનેદરેક પાપીને એક ભવિષ્ય  હોય છે.ઓસ્કાર વાઈલ્ડ
(‘
ચંદ્રકાન્ત બક્ષીના ઉત્કૃતનિબંધોમાંથી)

Advertisements

Responses

  1. […] સ્ત્રોત – https://bazmewafa.wordpress.com/2009/03/06/gandhiji_cbaxi/ […]

  2. ચંદ્રકાંત બક્ષી સાહેબ નો આ લેખ રજૂ કરીને આપે ગાંધીજી ને સારી સ્મરાંણજંલિ આપી કહેવાય! ગાંધીજી વિશેનો આ લેખ વાંચોઃ“આજે મળ્યો -સામાન્ય માણસમાંથી અસામાન્ય માણસ!!”

  3. Knowledgeable…. સંત અને પાપી વચ્ચે એક જ ફરક હોય છે. દરેક સંતને એક ભૂતકાળ હોય છે અનેદરેક પાપીને એક ભવિષ્ય હોય છે. – ઓસ્કાર વાઈલ્ડ
    (‘ચંદ્રકાન્ત બક્ષીના ઉત્કૃતનિબંધો’માંથી)


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: