Posted by: bazmewafa | 02/20/2009

ગાલિબ અને એમની ઈજારના નાડાંની ગાંઠો— નિદા ફાજલી

ગાલિબ અને એમની ઈજારના નાડાંની ગાંઠો— નિદા ફાજલી

 

રાજા મહારાજાઓની હારજીત થીજ કંઇ એકલો ઈતિહાસ નથી બનતો,પરંતુ  . ઘણી નાની નાની વસ્તુઓથી પણ બને છે .જે પોતાના સમયમાં ઘટિત થઇ હોય અને અને સમયાંતરની સાથે તે પોતે એક ઈતિહાસ બની જાય છે.

આ વાસ્તવમાં ઘણી મામૂલી વસ્તુઓ મહામૂલી હોય છે.

મને એનો અહેસાસ ત્યારે થયો જ્યારે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ફખરુદ્દીનઅલી અહમદે મિર્ઝા ગાલિબની યાદમાં એક ”ગાલિબ મ્યુઝિયમ” બનાવ્યું..

દિલ્હીમાં માતા સુંદરી કૉલેજની સામે આ ખૂબસુરત ઈમારત આવેલી છે.જેને ”એવાને ગાલિબ” ગાલિબ ઇંસ્ટિટ્યુટ પણ કહેવામાં આવેછે. એ આવીજ સામન્ય જાણાતી વસ્તુઓથી ગાલિબ ના સમયને વર્ણવે છે.

આ ઈમારત મોગલ સ્થાપત્ય અને સર્જમકતાનો એક નમૂનો છે.

અંતિમ મોગલ બાદશાહના  સમયના સમકાલિન શાયર મિર્ઝા ગાલિબના સમયના વસ્ત્રો,વાસણો,ટોપીઓ,પાનદાન,જોડાઓ,અને નાના  મોટા  ઘરેણાઓ વિ. બતાવીને એવો એક ઇતિહાસ  સર્જવાનો પ્રયત્ન થયો છે.

એ ઇતિહાસ તે ઇતિહાસથી તદ્દન વિરોધાભાષી છે ,જે આપણને સ્કૂલો અને કૉલેજમાં ભણાવવામાં આવ્યો છે.જેમાં તલવાર,બંદુકો અને તોપોને હિન્દુ મુસ્લિમ નામાકરણ કરીને એક માણસને બીજા માણસ સાથે લડાવવામાં આવ્યો છે.અનેપોત  પોતાની વૉટ બેંક ઉભી કરવામાં આવી.

ગાલિબની ઇજારનુ નાડું.

 ગાલિબ મ્યુઝિયમમાં બીજી ઘણી વસ્તુઓ સાથે કોઇ કલાકારના હાથે બનાવેલું ગાલિબની ઇજારનુ નાડું પણ છે.

સમય ગતિશીલ છે.તે એક સચ્ચાઈ છે.પરંતુ મ્યુઝિયમમાં રાખેલી જુની વસ્તુઓ માં સંઘરાયલો સમયનો પડાવ પણ સમયનો એક મોટો યથાર્થ છે.

તેના પર દ્રષ્ટિ પડતાંજ જોવાવાળાને તે પોતાના યુગમાં ઢસડી જાય છે.અને મોડે સુધી એને નવા નવા દ્રષ્યો  અર્પિત કરે છે.

 ગાલિબના પેલા લંબા ઇજારના નાડાંએ પણ મારે સાથે એવોજ વ્યહવાર કર્યો.

ગાલિબ મ્યુઝિયમમાંથી હું અચાનક 2006માંથી નીકળી પુરાની દિલ્લીની વાંકી ચુકી ગલિયોથી પસર થઈને બલ્લીમારાનની એ જિર્ણ પડેલી હવેલીમાં પહોંચી ગયો.જ્યાં ચાચા ગાલિબ આવી રહેલા બુઢપામાં પસાર થઈ ગયેલી જવાનીનો માતમ કરતા હતા.

એ હવેલીની બહાર અંગ્રેજો દિલ્લીના ગલી કુચાઓમાં 1857ની રકત હોળીનાં રંગો ભરી રહ્યા હતા.

 

ગાલિબનો એક શેર છે.

 

હમ કહીંકે દાના થે કિસ હુનરમેં યકતા થે

બેસબબ હુઆ ,ગલિબ,, દુશ્મન આસમાં અપના

 

 

હવેલી બહાર ના ફાટકપર લગાવેલી મોટી કુંડી ખખડે છે છે,ગાલિબ અંદરથી બહાર આવેછે. સામેજ અંગ્રેજ સિપાહીઓની ટૂકડી નજરે પડે છે.ગાલિબના માથા પર વિશિષ્ટ પ્રકારની ટોપી ,શરીર પર ઓઢેલો ચોગો,અને એમા લટકટા ઈજાર બંદ(નાડા)ને જોઇને ,સિપાહીઓના વડાએ તૂટી ફૂટી હિન્દુસ્તાનીમાં પૂછ્યું,તુમકા નામ ક્યા હોતા?

 

ગાલિબ- મિર્જા અસુદુલ્લાહ ગાલિબ ઉર્ફે નીશ?

અંગ્રેજ- તુમ લાલ કિલામેં જાત હોતા થા?

ગાલિબ- જાતાથા મગર જબ બુલાયા જાતાથા.

અંગ્રેજ- ક્યોં જાતા હોતા થા?

ગાલિબ- અપની શાયરી સુનાને-ઉનકી ગઝલ બનાને..

અંગ્રેજ- યુ મીન ,તુમ પોએટ હોતા હૈ?

ગાલિબ- હોતા નહીં,હું ભી.

અંગ્રેજ-તુમકા રિલિજન કૌનસા હોતા હૈ?

ગાલિબ- આધા મુસલમાન.

અંગ્રેજ- વ્હાટ1 આધા મુસલમાન ક્યા હોતા હૈ.?

ગાલિબ- વો શરાબ પીતા હૈ લેકિન સુવ્વર નહીં ખાતા..

ગાલિબના મજાકિયા સ્વભાવે એને બચાવી લીધો.

 

ગાંઠો:

મેં જોયું કે એમણે સુવા પહેલાં પોતાની ઈજારના નાડામાં ઘણી ગાંઠો લગાવી હતી

ગાલિબની એવી પ્રકૃતિ હતી કે જયારે રાત્રે શેર વિચારતા તો લખતા ન હતા.જ્યારે શેર પૂર્ણ થઈ જતો ત્યારે ઈજારના નાડામાં એક ગાંઠ લગાવી લેતા.સવારે જ્યારે જાગતા, ત્યારે એ ગાંઠોને ખોલવા માંડતા અને તમામ શેરોને ડાયરીમાં લખી લેતા..

 

હુઈ મુદ્દત કિ ગાલિબ મર ગયા, પર યાદ આતા હૈ

વો હરેક બાતપે કહના ,કિ યું હોતા તો ક્યા હોતા

 

ઈજારના નાડા સાથે પણ ગાલિબનો સબંધ કવિત્વમય હતો. ઈજાર બંદ(નાડું) એ બે ફારસીના શબ્દોના સંયોજનથી બનેલો શબ્દ છે. એમાં ઈજારનો અર્થ પાયજામો થાય છે.બંદ એટલે બાંધવા વાળી દોરી.

હિન્દુસ્તાનમાં એને કમર બંદ(પટ્ટો) કહેવાય છે

 સ્ત્રીઓના ઈજાર બંદમાં નાની નાની સોનાની ઘુઘરીઓ પણ ગુંઠાતી.અને એમાં સાચા મોતી પણ ટાંકવામાં આવતાં હતાં.લખનૌની ચિકન(એક જાતનુ બારીક કપડું)અલીગઢની શેરવાની,ભોપાલનના બટવા(પર્સ)અને રાજસ્થાનની ચુનરીની જેમ ઈજારબંદ પણ  ઘણી કલાત્મકતા હતી.

આ ઈજારબંદ મશીનની જગ્યાએ હાથથી બનાવવામાં આવતા હતા.

સ્ત્રીઓના ઈજારબંદ પુરોષોથી ભિન્નતા ધરાવતા હતા.

આ ઈજાર બંદ આજની જેમ અંદર કરીને સંતાડવામાં નહીં આવતા હતા,એ સતાડવાની વસ્તુ ન,હતી.

 

મહાવરાવોમાં ઈજારબંદ

આ એક શબ્દથી  સાહિત્યિક સમયમાં કેટલા, ઉદાહરણ  પણ સર્જાયાઅને એનો તે સમયે ઉપયોગ પણ થતો હતો.

જેવી રીતે કે ઈજાર બંદની ઢીલી, એ તે સ્ત્રી માટે પ્રયોજાતું હતું,જેની ચાલ ચલગત સારી ન હોય.

મેં આ મહાવરાને છંદ બધ્ધ કર્યો છે.

 

જફા હૈ ખૂનમેં શામિલ તો વો કરેગી ક્યા

ઈજારબંદકી ઢીલીસે તો ક્યા ઉમ્મેદે વફા

 

ઈજારબંદની સાચીનો અર્થ એવો થતો કે તે સ્ત્રી જે સુઘડ અને પતિવ્રત્તા હોય.

એ મહાવરાનો શેર આ પ્રમાણે છે.

 

અપની તો યહ દુઆ હૈ કિ યું દિલકી કલી ખિલે

જો ઈજાર બંદકી સચ્ચી હો  કહીસે મિલે

 

ઈજારબંદી સબંધોનો અર્થ થાય છેકે સસુરાલનો સબંધ..પત્નીના માતા, પ્રતિનો સબંધ.

 

ઘરોંમેં દુરિયાં પૈદા જનાબ મત કિજિયે

ઈજારબંદીએ રિશ્તા ખરાબ મત કિજિયે

 

ઈજારસે બાહર હોનેસે મતલબ હૈ ગુસ્સેમેં હોશ ખોના.

 

પુરાની દોસ્તી ઐસે ન ખોઇયે સાહબ

ઈજારબંદસે બાહર ન હોઇએ સાહબ

 

ગાલિબ તો રાત્રે સર્જેલા શેરોને  યાદ કરવા ઈજારના નાડામાં ગાંઠો લગાવતા હતા,અને એમનાજ

સમયકાળમા એક અનામી શાયર નજીર અકબરાબાદી ઈજાર ના નાડાના સૌંદર્યને ઓપ આપવા એની સુંદરતા પર કાવ્ય રચતા હતા.

કબીર અને નઝીરને મૌલવીઓ અને પંડિતોએ કદી સાહિત્યિક માંનયતા આપી નથી.કબીર અજ્ઞાની હતા અને નઝીર નાદાન હતા.એટલા  માટે એ પરંપરાવાદી નહતા.અનુભવની અંગિઠીથી શબ્દોને તપાવીને કવિતાનું રૂપ આપતા હતા.

નઝીર મેળાઓમાં રખડતા અને જીવનાના બધાં પાસાઑને નિરખી ઝૂમી ઉઠતા.ઈજારના નાડા પરની એમની કવિતા એમની ભાષાનું પરિમાણ છે.

એમની નઝમના થોડા શેરો

 

છોટા બડા ન કમ મઝીલા ઈજારબંદ

હૈ ઉસ પરીકા સબસે અમોલા ઇજારબંદ

 

મોતી કિનારી બાદલ-ઓ મુક્કૈશ કે સિવા

થે ચાર તોલા મોતી જો તોલા ઇજારબંદ

 

 

ધોખેમેં હાથ લગ ગયા મેરા નઝીર તો

લેડી યે બોલી જા મેરા ધો લા  ઇજારબં

 

 

  (ઉર્દૂ પરથી અનુવાદ-વફા)

અન્ય


Responses

  1. interesting reading !!

    Thanks for sharing…


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: