Posted by: bazmewafa | 01/09/2009
પાન ખર આવી છતાં યે ફૂલ કરમાયું નહીં’
‘પાન ખર આવી છતાં યે ફૂલ કરમાયું નહીં’
(ગાલગાગા-ગાલગાગા-ગાલગાગા-ગાલગા)
રમલ મહફુઝ છંદ (15 અક્ષરી)
ફાઇલાતુન્- ફાઇલાતુન્- ફાઇલાતુન્-ફાઇલુન્
ગઝલ કાવ્ય પ્રકારે ગુજરાતી ભષામાં પોતાનું સ્થાન જમાવાવા અને સ્વીકૃત થવા માટે પરિશ્રમ સિવાય અન્ય યુક્તિઓનો આશ્રયસ્વીકાર્યો નથી.કલાપી,કંથારિયાનાં સાચા ગઝલ પ્રેમે ગઝલનું દ્વાર ર્ખોલ્યું. ગઝલ સમ્રાટ શયદાએ ગઝલને અરબી,ફારસી, ઉર્દૂ નઝમિયાતની(પદ્ય પ્રકારની) સાચી વિભાવના પર લાવવા પિંગળ શાસ્ત્રની ચૂસ્તતાને અપનાવી.રદીફ ,કાફિયાની સવિનય માવજત, ગઝલના નિર્ધારિત છંદની સાચી ઉપાસનાનાં સુમનને હૃદયંગમ બનાવી મહેકાવ્યું. મત્લાઅ,મકતાની સાચી સૂઝ આપી.રૂપકો,ઉપમાને સુંદરતાથી કંડાર્યાં.મુશાયરા પ્રવુત્તિ વિકસતાં લોકો ઉર્દૂ ગઝલની જેમ ગુજરાતી ગઝલ પણ ગુન ગુનાવા લાગ્યા.
અમીન આઝાદ,સૈફ પાલનપુરી,બેફામ,મરીઝ,શૂન્ય,ઘાયલ,ગાફિલ,મસ્ત હબીબ,રૂસ્વા,ગની,સાબિર વટવા,રતિલાલ અનિલ ,આઈ.ડી.બેકાર,સીરતી,શેખ ચલ્લી,બેબાક રાંદેરીૢમુસા બના,શેખાદમ આબુવાલા,દીપક,મનોજ ખંડેરિયા,અકબર અલી જશદણવાલા,રમેશ પારેખ,આદિલ મન્સૂરી,પતીલ,ભગીરથ અને જયંત પાઠક પણ ગઝલનાં ઝંડા ધારી બન્યા.
ગઝલ એની ગુણ વત્તા વધારવા છંદકહોકે બહર,વજન અથવા એના પિંગળ સાથે કોઇ અરાજકતા આદરી નહીં.
1931માં રાદેરના પ્રથમ મુશાયરા પછી,જયારે ગઝલને ચોગાનની કવિતા કહી ચોખલિયાઓએ ગઝલને ઉતારી પાડવાનો પ્રયત્ન કર્યો, ત્યારે ગઝલના ભેખધારીઓએ વિદ્રોહની છડી પૂકારી.
મહાગુજરાત ગઝલ મંડળના આજિવન પ્રમુખ જનાબ બેકાર સાહેબે અનિલ,સીરતી,શેખચલ્લી,દીપક ,બેબાક વિ.ને સાથે લઇ ગઝલને ગુજરાતનાં ગામડે ગામડે પહોંચાડવાનો નિર્ધાર કર્યો.મુશાયરો,મુશાયરી(નાનો મુશાયરો)ના રૂપમા ગઝલ સુરતથી નીકळी મુબઈથી કાઠિયાવાડ સુધી પહોંચી ગઇ.ઇજન ધોરાજવી,કિસ્મત કુરેશી,દેખૈયા બિરાદરો,સાલિક પોપટિયા,નઝર ગફૂરી,યાદી ઘણી લાંબી છે. આ બધા ગઝલની મશાલ ઉઠાવી ચાલતા રહ્યા.
ગઝલને અરાજકતાના વાવડથી બચાવવા છંદ શાસ્ત્રોનાં સર્જન થયાં. તરહી મુશાયરાની ઉર્દૂ પરંપરાને જિવંત કરી.
આદરણિય જ.હસનઅલી નામાવટી ઈસ્માઈલી સાપ્તાહિક માટે તરહી પંક્તિ મોકલી નવોદિત,કે સિધ્ધ હસ્ત શયરો પાંસે ગઝલો લખાવતા,પ્રસિધ્ધ કરતા
આવા તરહી મુશાયરાઓ ઘણાં કામિયાબ રહેતા. એકજ છંદ,લય અને રદીફ ,કાફિયાની રમઝટ વાળી ગઝલો વંચાતી ,ગવાતી.મુશાયરાને ચાર ચાંદ લાગી જતા.
અહીં એવીજ એક તરહી મુશાયરાની પંકતિ:
’પાનખર આવી છતાંયે ફૂલ કરમાયું નહીં’ ના મિસરા પર મને પ્રાપ્ત થયેલી સાત જેટલી ગઝલો પ્રસતુત કરું છું.
આ તરહ પર કોઇ મિત્ર પાંસે કોઇ પણ સર્જકની રચના હોય તો,‘બઝમે વફા’ને સાદર કરવા વિનંતી છે.
તેમજ કોઇ પણ કવિ આ તરહી મિસરા પર ગઝલ લખી ‘બઝ્મે વફા’ ને અર્પણ કરશે તો ‘પાનખર આવી છતાંયે ફૂલ કરમાયું નહીં’ નો ગઝલ ગુલઝાર વિસ્તૃત થશે,.અને એ એક વિશિષ્ટ ભાત પાડશે.(નોંધ: ગઝલની તકતી કરી ગઝલની ઈસ્લાહ કરવાની જવાદારી કર્તાની રહેશે) આ તરહી પંક્તિના રદીફ અને કાફિયાની માવજત કરી ગાગાલગાૢગાગાલગાૢગાલગાગાૢગાલગા
(મુસ્ તફ્ઇલુન-મુસતફ્ઇલુન્- ફાઇલાતુન્-ફાઇલુન્)
વજન પર પણ ગઝલ લખી શકાય છે.
નીચેની રચનાઓ માણવા જે તે અનુક્રમણિકા, પર કલીક કરવા વિનંતી છે.
Like this:
Like Loading...
Related
‘પાન ખર આવી છતાં યે ફૂલ કરમાયું નહીં’
કેમ નું આ થઇ ગયું કોઇ ને સમજાયું નહીં.
આ કેવો નિયમ નવો કુદરત નો આજે આવીયો,
પાન મુરઝાઇ ગયાં પણ ફૂલ મુરઝાયું નહીં.
ભેદ કુદરત નો એ જાણે રાજ જેનું છે અહીં,
ઋત ભલે બદલાઈ ગઈ પણ ફૂલ બદલાયું નહીં.
કંઇ સમય ચાલ્યો ગયો ભૂલાયો જાણે ભૂત થઇ,
“રાઝ” માનસપટ થી મારે ફૂલ વિસરાયું નહીં.
By: Razia mirza on 01/20/2009
at 10:16 એ એમ (AM)