Posted by: bazmewafa | 12/10/2008

ગઝલની તકતી1— બઝમ

 

ગઝલની તકતી1— બઝમ

ઊસ્તાદ અને સિધ્ધ હસ્ત ગઝલકારોને તકતીની જરૂરત પડતી નથી.છંદો અને લય તેમના દિલ,દિમાગના ખાનામાં સંગીતના રેલાની જેમ વહેતા હોય છે. એટલેજ ઘણા અરબી,ફારસી અને ઉર્દૂ કવિઓ શિઘ્ર કવિતા કરતા.અને એની તકતી લઈને માપવા બેસો તો વજનની થોડી ક્ષમ્ય ક્ષતિઓ નજરે પડતી.અથવા આખી રચના સંપૂર્ણ બહેરમાં હોય.એટલે ગઝલમાં પ્રવાહીતા અને ગેયતા  છંદ વિના સંભવી શકતી નથી.માત્રા મેળની સહુલત,રદીફ ,કાફિયાની સમતોલ  વિભાવના ગઝલને ગઝલમય બનાવે છે.

આપણે મેટ્રીક(10મું કે બારમું) સુધી કે કૉલેજકાળ દરમિયાન ગુજરાતીનાં છંદો ભણીયે છીએ.પરંતુ કોઇ પણ કવિ કંઇ પણ લખીને એને મંદાક્રાંતા,નારચ,દોધક,ઈન્દ્રવજા,મદિરા કે સારંગી છંદ કહેતું નથી.અને એ અક્ષર મેળ છંદ હોય બે લઘુ અક્ષરોનો એક ગુરૂ કરતું નથી.ગમે તે લખી એના પર સૉનેટનું લેબલ ચઢાવતું નથી.તો ગઝલ સાથે  આછોકર રમત શા માટે ?

અને હદ એ વાતની છે કે આખો ને આખો સંગ્રહ પ્રસિધ્ધ થઇ જાય અને એમને બહર(છંદ) તો શું  મત્લા અને મકતાની સૂઝ હોતી નથી.

ઘણા દૈનિકો,સાપ્તાહિકો,સામાયિકોમાં સાહિત્યિક ચિકિત્સા થતી નથી.અને બે ધડક મોં માથાં વગરની રચનાને  ગઝલ નામ આપી છાપી દેવામં આવે છે.આમાં ઘણાં નુકસાનોમાંના બે નુકસાન અક્ષમ્ય છે, એકતો સર્જક પોતાને ગઝલકાર માની લે છે.વાંચક એને ગઝલ સમજી વાંચે છે.સર્જકને ઓળખતા હોય તો તેને  તાડ પર ચઢાવે છે.

આશિત હૈદરાબાદી (ગઝલ શીખવી છે?) લખે છે કે ગઝલ લખતી વખતેજ તકતી માંડીને ગઝલ લખવાની ટેવ રાખવી,.જેથી શરૂઆતથીજ બહેરમાં ખામી રહી જવા ન પામે.બહેરમાં આપેલા લઘુ,ગુરૂ પ્રમાણેજ વજન નિભાવવાનું હોય છે.અન્યથા મોટી ગડબડ થઈ જવાની પૂરી સંભાવના છે.લઘુ-ગુરૂમાં ફેર ફાર થઇ જતાં બહેર બદલાય જાય છે.(જ્યાં લઘુ-ગુરૂની છૂટ છે આ નિયમ અપવાદ છે)કેટલીક બહેરોમાં લઘુ ગુરૂ ચુસ્ત પણે નિભાવવાના હોય છે. .

  જ.ઝાર રાંદેરી મુતકારિબ છંદ (12 અક્ષરી) લઈ નીચે પ્રમાણેની તકતીનું ઉદાહરણ આપે છે.

લ ગા ગા—લ ગા ગા—લ ગા ગા—લ ગા ગા

અ રે બો—લ નો તો —લ મા ની—અ મા રો

કુ ધા રો —ન ધા રો—સુ ધા રો—-વ ધા રો(ક.દલપતરામ ડાહ્યભાઇ)

એમણે આ તકતીમાં નોંધ કરી છેકે ભુજંગી છંદનું પણ આજ બંધારણ છે.

 

 

 

ગઝલ મથાળા હેઠળ એક સાપ્તાહિકમાં છપાયેલ  એક (અ)ગઝલની બે પંક્તિઓ જુઓ:

કદાચ   એને     ખબર       નહોય

લગાલ  ગાગા    લલલ      લગાલ  પહેલા  મિસરાની તકતી

 

કેટલી    દુરંદેશીતા એના   માટે      વિચારાય છે.

ગાલગા   લગાગાગા ગાગા  ગાગા     લગાગલગા -બીજા મીસરાની તકતી….(એને  કવિતા..કે શયરી  સાથે  કોઈ સબંધ છે?)

 

Advertisements

Responses

  1. ખૂબજ સરસ રીતે ગઝલની બહેર વિષે સમજણ આપી છે. ગઝલ લખવાનું શીખવા માંગતા રસિકોને માટે હજુ વિસ્તારથી માહીતી આપશો તો તેઓને ઘણો લાભ થશે. આભાર.

  2. ઘણો આભાર! શ્રી બાલકૃષ્ણ સોનેજી.
    આજ બ્લોગના કવર પેજ પર ગઝલનાં છંદો ની નોંધ પર અથવા નીચે આપેલા URL પર કલીક કરશો તો ગઝલાના અગત્યના છંદોની શાસ્ત્રિય માહિતી અપતી આખી પુસ્તિકા કર્તા જ.ઝાર રાંદેરી કૃત મુકેલી છે.તે વાંચવા વિનંતી છે.

    https://bazmewafa.wordpress.com/chhand-pingal-shastra_zarranderi/


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: