Posted by: bazmewafa | 11/22/2008

મને અનુમતિ આપશો:નિઝર કબાની

મને અનુમતિ આપશો:નિઝર કબાની

tn_khalifamosque

 

નિઝર તૌફિક કબાની

જન્મ: 21માર્ચ1923 દમાસકસ,સિરયા

નિ:ધન: 30એપ્રીલ1998

વ્યવસાય: મુસદ્દી,કવિ,લેખક,પ્રકાશક

 

એ દેશમાં જયાં વિચારકોનો  સંહાર થાય છે,

અને લેખકોને નાસ્તિક ગણવામાંઆવે,

પુસ્તકો ને અગ્નિ દાહ આપવામાં આવે,

એવા સમાજમાં જ્યાં અન્યોને  વર્જય સમાજવામાં આવે,

અને મોઢા પર ખામોશી બળ પૂર્વક મઢી દેવામાં આવે,

અને વિચારવાની મનાઈ,

અને પ્રશ્ન કરવો એ પાપ,

મારે તમારી માફી માંગવી જોઇએ કે શું ?

મને અનુમતિ આપશો?

 

મારા બાળકોને હું ઇચ્છું, એ રીતે  કેળવી શકું

એની મને પરવાનગી આપશો?

અને તમારી આજ્ઞાઓ અને તરંગોથી

મને આદેશ નહિ આપો.

      

મારા બાળકોને શિક્ષિત કરવાની અનુમતિ આપશો

કે ધર્મ એ પ્રથમ ખુદા પ્રતિ છે,

ધાર્મિક વડાઓ અને વિદ્વાનો અને લોકો પ્રતિ નહિ.

       

શું મને એની અનુમતિ મળશે કે

હું મારા નાના ભૂલકાંઓને સબક આપી શકું કે

  ધર્મ એ સારી રીત ભાત,સદ વર્તન,સત કર્મ ,પ્રમાણિકતા, અને સત્ય પ્રિયતા વિષે છે.

એ પહેલાં કે હું એને એ શીખવાડું કે ક્યા પગથી પ્રથમ ઘરમાં દાખલ થવું અને ક્યા હાથે ખાવું.

     

મને એની અનુમતિ મળશે કે ,

મારી પુત્રીને એ તાલીમ આપું કે ઇશ્વર કરુણા શીખવે છે.·

 તેણી એની સાથે વાર્તાલાપ કરી શકે,

અને એને જે જોઇતું હોય તે માંગી શકે,

બીજા કોઇના પણ શિક્ષણથી દૂર રહીને.

       

(મૂળ અરબી કાવ્યના અંગ્રેજી અનુવાદ નો અનુવાદ:વફા)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: