Posted by: bazmewafa | 10/30/2008

‘વલી’ ગુજરાતી ગઝલ એવોર્ડ— ચીનુ મોદી

વલી ગુજરાતી ગઝલ એવોર્ડ— ચીનુ મોદી

 

ગઝલનું અસલી ઘરેણું: જલન માતરી

 

શ્રી જલન માતરી ના નામે પ્રખ્યાત ગઝલકારનું મૂળ નામ જલાલુદ્દીન છે.પિતાનું નામ સઆઉદ્દીનઅને અટક અલવીઅને સૈયદ પણ ખરી.જનાબ જલન માતરીનો જન્મ પહેલી સપ્ટેંબર 1934 (1-9-1934)ના રોજ માતર મુકામે થયો હતો.ખેડા પાઅંસે આવેલા માતરમાંજ એમણે શૈશવ અને કિશોર અવસ્થા પસાર કરેલી.શ્રી જલન સાહેબનો અભ્યાસ મેટ્રીક સુધીનો,પન ધર્મિક ઐતિહાસિક તથા ઉર્દૂ શાયરીનો ઘણો ઉંડો અભ્યાસ છે.એસ.ટી.કોર્પોરેશનના નિવૃત અધિકારી શ્રી જલન સાહેબ બહુ વર્ષોથી અમદાવાદ ખાતે રહે છે.   શ્રી જલન માતરી એ ગુજરાતી ગઝલનું અસલી ઘરેણું છે.પરંપરાને બરાબર પચાવી ,આધુનિકતાની આબોહવામાં મુકત રીતે ગઝલો લખી છે.અને એક તરફ શૂન્ય સાહેબ જેવા પરંપરાના વિદ્વાન એમની શાયરી પર પ્રસન્ન છે,શ્રી લાભ શંકર ઠાકરથી માંડી શ્રી મનહર મોદી સુધી ના નવા કવિઓના પણ એ પ્રિય કવિ રહ્યા છે.શ્રી જલન સાહેબ માત્ર ગઝલ કાર થી,એમણે કુમારજેવા પ્રતિષઠત સામયિકમાં ગુજરાતી ગઝલકારોની ઓળખ આપતી શ્રેણી ઉર્મિની ઓળખપ્રગટ કરેલી.એ પુસ્તકા રૂપે પણ પ્રગટ છે.હજી તાજેતરમાંજ ગુજરાતી સાહિત્ય અકાડમી એ એમના જીવન ચરિત્રાત્મક પુષ્તકને ,એમાંની અનુભવની  સચ્ચાઈ તથા ભાષા શક્તિને કારણે પ્રથમ પારિતોષક આપ્યું છે.એ પુસ્તક નું નામ છે ઉઘડી આંખ બપોરે રણમાં

શ્રી જલન માતરીએ ભલે પરંપરાના વિષય લઇ ગઝલ કરી હોય,પણ આ વિષયને એમણે નિજી અને અનોખી દ્રષ્ટિએ નિરુપ્યો છે,એથી જલન માતરીની ગઝલો નોખી તરી આવે છે.પાંચ વખતના પાકા નમાઝી જલન સાહેબને અલ્લાહ સાથે સીધી તકરાર થાય છે.આ તકરાર love and hate રીતિની છે.આપણે જેને ખુબ ચાહીએ એનો એટલો તિરસ્કાર પણ કરતા હોઇએ છીએં.અલ્લાહ સાથીની શ્રી જલન માતરીની આ તકારારે ગુજરાતી ગઝલને ઘણા માતબર શેર આપ્યા છે.એ કહે છે:

 ઈશ્વરને ગમતું પાપ પણ કરશે જો કોઇ તો

 એને ખુદાની જાત પયમ્બર બનાવશે.

એમનો ઈશ્વર સંદર્ભનો બીજો શેર પણ એટલોજ માતબર છે.

 હું એટલા જ માટે તો નાસ્તિક નથી થયો

ઈશ્વર હશે કોઇ દિવસ કામ આવશે 

પણ એમનો અતિશય પ્રસિધ્ધ શેર છે.

શ્રધ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર

કુરાનમાંતો કયાંય પયંબરની સહી નથી

ગુજારે જે શિરે તારેએ બાલ શંકર કંથારિયા પછી વધુ અને વાતે ચીતે પ્રવચનમાં ટાંકવામાં આવતો ઉપરોત શે  ગુજરાતી માટે કહેવત રૂપ બની ગયો છે. પણ વ્ય્ક્તિગત રીતે હું જે શેર પર ઓળધોળ છું એ આ શેર છે.

 કેવા શુકનનાં પર્વે આપી હશે વિદાય

નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી

 દીકરીને સાસરે વળાવતા પિતાએ જે અનુભવેલી વ્યથા છે ,એનું અહીં સુપેરે નિર્દેશન છે.  જનાબ ફખ્ર માતરી અને વજ્ર માતરીૢ શ્રી જલ સાહેબના જયેષ્ઠ ભાઇઓ પણ ગઝલ અને પત્રકારત્વ ક્ષેત્રે પ્રખ્યાત છે.એક જ માતાએ આવા ત્રણ પુત્રોનો જન્મ આપ્યો એવી માતા માટે શ્રી જલન સાહેબ કહે છે કે,

 હું કયામતની રાહ એટલે જોઉં છું કે

ત્યાં તો જલન મારી માં પણ હશે

શ્રી જલન માતરી સાહેબની ગઝલોનું આગવું લક્ષણ એ સદ્ય પ્રત્યાયન ક્ષમતા છે.

 

સાહસની સંહિતા  શ્રી આદિલ મન્સૂરી

 

 શ્રી આદિલ મન્સૂરીને નામે પ્રખ્યાત ગઝલકારનું મૂળ નામ ફકીર મહંમદ છે.પિતાનું નામ ગુલામ નબી,અને અટક મન્સૂરી છે.જનાબ આદિલ મંસૂરીનો જન્મ અમદાવાદ ખાતે અઢાર મે ઓગણીસો છ્ત્રીસ (18- 5- 1936) માં થયો હતો.કિશોર અવસ્થા કરાંચીમાં અને યુવાન વયે એ પાછા અમદાવાદમાં આવે છે અને કટપીસની દુકાનથી માંડી શિલ્પી એડ.કંપની સુધી વિવિધ નોકરીઓ પછી એ અમેરિકામાં ન્યુ જર્સી સ્ટેટમાં જઇ વસ્યા છે.હાલ એ ન્યુ જર્સીના હોબોકેન શહેરમાં રહેછે.એીમનો અભ્યાસ મેટ્રીક સુધીજ હોવા છતાં ઉર્દૂ .અંગ્રેજી અને સંસ્કૃતનાં તરજુમાં થયેલા ગ્રંથોનું એમનું અધ્યયન ધ્યાન ખેંચે એવું છે.

  ઉર્દૂનાં ખ્યાતિ કવિ શ્રી આદિલ મન્સૂરીએ ગુજરાતી પરંપરાની ગઝલને શબ્દ સાહસો દ્વારા આધુનિક કવિતાની લગોલગ મુકી આપવાનો પુરુષાર્થ સ્રી મનહર મોદી સાથે કરેલો છે.એમની પ્રારંભિક ગઝલો પરંપરાની છે,પણ ખૂબ ઓછા સમયમાં એ ગુજરાતી ગઝલને આધુનિકતાથી રસી દે છે.શ્રી આદિલ મન્સૂરી માત્ર ગઝલકાર નથી.એમની પાંસેથી માત્ર માત્રામેળ છંદોમાં ઉત્તમા નાના મોટાં નાનાં- મોટાં કાવ્યો મળ્યા છેીમનું અછાંદસ ૢલાભ શંકરૢસિતાંશું અને શેખથી નોખું ,પણ બળકટ છે.બળતા ખંડેરોમાં જેવું શસ્ક્ત સોનેટ પણ એ શિખરિણિ છંદમાં આપે છે.

શ્રી આદિલ મન્સૂરી નવી ગુજરાતી રંગભૂમિની બ્ઝોંય પોતાના એકાંકિઓ દ્વારા ભાંગે છે.પેન્સીલની કબરઅને મીણ બત્તી એ એમના ભુ બહુ ભજવાયેલા એકાંકીઓનો સંગ્રહ છે.જે નથી તે નામનું એમનું દીર્ઘ નાટક  પણ દર્પણ નાટ્ય અકાદમીએ ભજવેલું પણ આદિલ સાહેબ પોતેજ કહે છે:

 અન્ય બાબતે તો કશું નથી કહેવું

પણ ગઝલમાં તો ઠાંસ રહેવાની.

 

આદિલ સાહેબની ગઝલમાં પ્રણય નો રંગ,રંગે તગઝ્ઝુલ,ભારોભાર છે, વાત પ્રારંભિક ગઝલો માટે જેટલી સાચી છે ,એટલી હમણાં લખાતી ગઝલો માટે પણ સાચી છે.

       જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઇ હશે

        ત્યારે પ્રથમ ગઝલની રજુઆત થઇ હશે

એ શરૂમાં લખાતી ગઝલનો મત્લઅ છે , તો હમણાં લખાતી ગઝલોમાં આવો શેર મળે જ છે:

સામે મળે તો કેમ છોય પૂછતા નથી

એકાંતમાં જે મારી ગઝલ ગણ્યા ગણ્યા કરે

 

પણ આદિલ સાહેબની સાચી ઓળખ એમની ઉર્મિ સંપત્તિ છેી અમદાવાદ છોદવાની કપરી ક્ષણો આવી ત્યારે મળે ન મળે જેવી અદભુત ગઝલ આપણને આપે છે.હાલમાં ન્યુ જર્સીમાં માટીની અસલી મહેકનાં માણસો વગર એ હિજરાય છેી પોતાના એક શે૝રમાં વ્યકત કરે છે૰

           કાલે જાશું કાલે જાશુ, કાલે ચાલ્યાં જાશું

            કાલે કાલે કરતાં,જર્સીમાં વરસો કાઢ્યાં

એમણે એક શબ્દની રદીફથી માંડી રદીફ રાખીને પણ ગઝલો કહી છે.એમની ગઝલોમાં ચેખોવ જેવું કડવું હાસ્ય હોય છે,જે એમને વિશિષ્ટ બનાવે છે.અંતે એમના રંગે તસવ્વુફનો એક શેર જોઇએ:

 

આ મારો દેહ બીજાનો છે અને

હું અંદરથી પુરાઇ ગયો છું.

 

(કુમાર 968, ઓગષ્ટ 2008ના  સૌજન્યથી )


Responses

  1. આદિલ સાહેબના જીવન અને કવન વિશે ખૂબ સરસ માહીતી રજૂ કરી.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: