Posted by: bazmewafa | 08/29/2008

આપણે દંભી લોકો છીએં **ટી.એસ ઇલિયટ(1888-1965)

 

 

 

આપણે દંભી લોકો છીએં **ટી.એસ ઇલિયટ(1888-1965)

અમેરિકાના સેંટ લૂઇસ,મિસુરી(ન્યુ ઇંગ્લેન્ડ રાજય) માં જન્મેલા થોમસ સ્ટીઅર્નસ ઇલિયટે અમેરિકાની વિશ્વવિખ્યાત હાવર્ડ યુનીવર્સીટી માંથી ફિલોસોફી સાથે સ્નાતક થયા હતા.ઇલિયટ 20મી સદીનો નવીનતમ અભિગમ ધરાવતો નીડર નૂતન વિચરધારાનો કવિ હતો..અંગ્રેજી ભાષામાં એક  ડઝનથી વધુ કાવ્ય સંગ્રહ અને નાટ્ય સંગ્રહ આપનાર ટી એસ.ઇલિયટને  સાહિત્ય માટે નૉબેલ પારિતોષક 1948માં પ્રાપ્ત થયું હતું.

 

 

આપણે દંભી લોકો છીએં

આપણે ડૂચા ભરેલ માણસો છીએ

એક સાથે ઝૂકી પડેલા

આપણા મસ્તિષ્કમાં ઘાસ ભરેલું છે.અફસોસ!

અપણો શૂષ્ક થઇ ગયેલ ધ્વનિ!

જ્યારે આપણે સમુહમાં કાનાફૂસી કરીએ છીએં

જે તદ્દન અર્થ વિહોણું અને શબ્દ વિહીન હોય છે.

જેવો કે સુક્કા ઘાસ ઉપર ઘસાતો પવન

અને તૂટેલ કાચ પર પડતા ઉંદરના પગો!

આપણાં સુકા ભટ્ટ ભોંયરામા

આકાર વિહિન ઘાટો,રંગ વિહોણા શેરડા

લકવાથી પીડાતી શક્તિઓ,

ગતિ વિહોણી ધારણાઓ

 જે લોકોએ પોતાની સીધી નજરથી સફર કર્યો છે

મૃત્યુ પ્રતિ, બીજા  પ્રદેશ તરફ,

અમને યાદ રાખો!

બિલકુલ ખોવાયલા તરીકે નહિ

હિંસક આત્માઓ!

પરંતુ ફકત,

પોલા માણસો તરીકે

કાગળના ડૂચા ભરેલ મણસો. 

 (અંગ્રેજીમાંથી અનુવાદ….વફા)

 

 

 

 

 

 

 

 

 


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: