Posted by: bazmewafa | 08/19/2008

ઉમ્રે ગુઝિશ્તા****ચન્દ્રકાન્ત બક્ષી

 

 

ઉમ્રે ગુઝિશ્તા****ચન્દ્રકાન્ત બક્ષી

 

 

નાનપણની શરારતો કેટલી નિર્દોષ હતી. અમારા મકાન માલિકને ત્યાં ટેલિફોન નહતો.એમનો ટેલિફોન આવતો ત્યારે બાપાજી મને કહેતા : જા !ગિરધરલાલજીને બોલાવ! એમનો ટેલિફોન આવ્યો છે! અને હું બહાર લૉબીમાં મોઢું ઉંચું કરીને જોરથી ચીસો પાડતો.: ઓ ગધાજી ! આપકા ટેલિફોન આયા. અને જ્યા સુધી ગિરધરલાલજી જવાબ ન આપે,ત્યં સુધી જોરથી ઓ ગધાજી !  ઓ ગધાજી !  ચિલ્લાતો રહેતો.બિચાર શરરીફ વૃધ્ધ ગિરધરલાલજી નીચે આવીને કહેતા , બક્ષી બાબુ આપકે બેટેને હમારા નામ બિગાડ દિયા ……

 

           આ દુનિયા, એ જિંદગી ,એ બાળપણ, એ કલક્ત્તાની રંગીની,એ 19મી સદીની ઝલક, એ રઈસી ઠાઠ બધુંજ ગયા જન્મ જેટલું દૂર ચાલ્યું ગયું છે.બધું શાંત હતું બધું આસ્વાદ્ય હતું, બધું સ્થિર હતું.સુખ હતું સુખ શું હતું એ પણ ખબર ન હતી. નાનપણ  અને એ દિવસનું કલકત્તા ભુલાતું નથી. બહુ થોડાં વર્ષોની માયા હતી, પણ માયાનાં બંધનો મજબૂત હોય છે. અમને એક ભરપૂર નનપણ  મળ્યું છે કાનમાં હારમોનિયમનાં સૂર છે,આંખોમાં શેતરંજની ચાલ છે,નાકમાં અત્તરની રેશમી ખૂશ્બૂ  છે… કંઈજ ખોવાયું નથી, અને એ બધુંજ ખોવાય ગયું છે. ક્યારેક થાય છે કે જ્યારે અક્કલ ન હતી ત્યારે યાદ શક્તિ તીવ્ર .આંખો મોટી હતી ઘણું જોઇ શકાતી  અને ઘણું યાદ રહી જતું હતું.

             *

     ઉમ્રે- ગુજિશ્તા: ગુજારેલી જિંદગીની વાત, વિરાનગી કે વ્યથાની કથની હોય ક એવું હું માનતો નથી.આ જિંદગી નહિ , પણ બીજી કોઇ પસંદ કરી હોત તેમાનું કંઇ ન થઇ શક્યું,દુ:ખ પ્રધાન અને સુખ અલ્પ… એવું બધું હું માનતો નથી.એકસો ટકા સુખી થવાનો અભિશાપ મેં ક્યારેય માંગ્યો નથી. દરેક વસ્તુની એની ઉમરે મજા છે. પંદર વર્ષે છોકરીઓની નગ્ન ફોટાઓની ચોપડીઓ જોવાની મજા હતી.પંચ્યાશી વર્ષની ઉમરે રામાયણનાં પાના ઉથલાવવાની મઝા હશે.પંચાવના વર્ષે ટેલિસ્કોપ અતીત તરફ ફેરવીને જોવામાં મઝા છે,.દુ:ખનું સુખ જોયું છે,અને સુખનું દુ:ખ પણ જોયું છે.રંજીશ નથી.ગમ નથી. જે જ્યારે આવ્યું એ સ્વીકારી લીધું છે. તૂ ફિર આ ગઈ ગર્દિશે આસ્માની/ બડી મહરબાની બડી મહરબાની…!ગર્દિશના દિવસો આવતાજ રહે છે.ઝાડની જેમ એક જગ્યાએ જન્મી એ જ જગ્યાએ મરી જવાને જિંદગી કહેતા નથી..હું ઘરો બદલાવતો રહ્યો છું,કામ કાજ અને નોકરીઓ બદલાવતો રહ્યો છું.જિંદગીની સતત ધાર ઉતરતી રહી છે.ખૂશ રહ્યો છું. કબીર કહે છે: મન,પવન, શરીર સરોવર !મેં મનના પવનને બેરોકટોક વહેવા દીધો છે, સરોવરે એનો ધર્મ બજાવ્યો છે, પણ કાંઠાઓ તોડ્યાં નથી. (બક્ષીનામાના સૌજન્ય થી)

 


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: