Posted by: bazmewafa | 08/11/2008

ઇન્સાનો કી ઈસ નગરી મેં, ઈન્સાનો કો પ્યાર કરો’

ઇન્સાનો કી ઈસ નગરી મેં, ઈન્સાનો કો પ્યાર કરો

એકતા સંમેલનમાં હાથ પરોવી આતંકવાદીઓના મનસૂબાઓને પાર નહીં પડવા દેવાપ્રતિજ્ઞા: ધર્મના નામે ભાગલા પડાવી રોટલી શેકતા રાજકારણીઓથી દૂર રહેવાહાંકલ

ઇન્સાનો કી ઈસ નગરી મેં, ઈન્સાનો કો પ્યાર કરોની પ્રાથમિક ગાન સાથે આજેઅત્રેની એક હોટલમાં જમીયતે ઉલ્માએ હિંદની આગેવાનીમાં એકતા સંમેલન મળ્યું હતું.

આ સંમેલનમાં મુલ્લા, સાધુ, પાદરી, ગુરુએ એક સૂરમાં આતંકવાદીઓના મનસૂબાને તાબેનહીં થઈ કોમી એકતા તથા સદ્ભાવના બનાવી રાખી તેની સામે ભેગા થઈ લડત ચલાવવાનો સૂરવ્યકત કર્યોહતો અને ઈશ્વર એક હોવાનું અને તેના સુધી પહોંચવાના રસ્તા જુદાજુદાહોવાનું કહીં કોઈ પણ ધર્મ દહેશત ફેલાવવાનું કે કોમીવૈમન્સય ફેલાવી માનવવધ કરવાનીપરવાનગી આપતો ન હોવાનો ઉપદેશ આપી માનવ માનવને પ્રેમ કરવાની શીખ આપી હતી.

તમામ કોમના ધાર્મિક અગ્રણીઓએ ધર્મના નામે રોટલી શેકવા ચોકકસ લોકોને નિશાનબનાવવાની વાતને વખોડી કાઢયું હતું.

મરવા મારવાની તાલીમ આપનારો ધર્મ જીવતો નથી

જમીયતે ઉલમા એ હિંદના રાષ્ટિ્રય પ્રમુખ અને દારુદ ઉલુમ દેવબંધથી નિસ્બત રાખતામૌલાન સૈયદ અરશદ મદનીએ પ્રારંભિક શરૂઆત કરતા કહ્યું હતું કે જમીયત મજહબી જમાત છેતેને રાજકારણ સુધી દૂર દૂર સુધી કોઈ લેવા દેવા નથી.

દેશની આઝાદીમાં ૭૦૦૦૦ હજાર મૌલવીઓ અંગ્રેજૉને હાથે ફાંસી ચઢયાં હતા ત્યારથીઅત્યારસુધી દેશની એકતા અખંડિતા માટે આ સંસ્થા કાર્યરત છે. હાલમાં આતંકીઓ દ્વારાફેલાવાયેલા માહોલની તેમને ચિંતા છે. જે રીતે આતંકવાદ સાથે ઈસ્લામને જૉડી બદનામકરવામાં આવે છે તે યોગ્ય નથી.

ઈસ્લામ ભારતમાં નવો નથી. તેના જન્મથી ૧૦૦ વર્ષની અંદર તે અહીં ફેલાયો છે.  દરેકજાતિ જેવી કે ગુર્જર, જાટ, રાજપુત, શીખ, સિંધી, લાલા, બનિયા, ત્યાગી હિંદુ પણ છેઅને મુસ્લિમ પણ છે. પહેલા એક બાપનો એક દિકરો હિંદુ હતો તો એક મુસ્લિમ. દરેકે પોતાનીરીતે ધર્મ અપનાવ્યા. તે વખતે કોઈ એકબીજાને લોહીના પ્યાસા નહોતા.

આ દેશની આઝાદી પછી એવું તો શું થયું કે બંને કોમને એક બીજાના દુશ્મન બતાવાયરહ્યાં છે? મરવા-મારવાની તાલીમ આપનારો ધર્મ પોતે જ પુરો થઈ જાય છે. જો ઈસ્લામ તેનીતાલીમ આપતે તો ૧૩૦૦ વર્ષ જીવતે નહીં.

ભારતમાં ઈસ્લામ બહારથી નથી આવ્યો તે અહીં જ જન્મયો છે પરંતુ રાજકીય જીવન ચમકાવવાઅને વોટના વિભાજન માટે કેટલાક લોકો ધર્મના નામે ભાગલા પડાવી રહ્યાં છે પરંતુ આ બધુઈન્સાનિયત માટે જોખમી છે. આ એક જમ છે.

કુરાનની આયતોને ટાંકતા મદનીએ કહ્યું હતું કે ઈન્સાનને ઈન્સાન નાહક કત્લ કરે તેવ્યકિતએ ઈન્સાનને નહીં સારી ઈન્સાનિયતને ખત્મ કરી નાંખી હોવાનું કુરાનમાં કહેવાયુંછે. મુસલમાનને કોઈ પણ ધર્મના પાડોશી સાથે સોરા વર્તાવ રાખવા કહેવાયું છે. ત્યાંસુધી કે ગરીબ પાડોશી ભૂખ્યો રહે અને તમારાથી ખુશ ના રહે તો તે વ્યકિતને જન્નત નહીંજહન્નમમાં જશે તેવો મહંમદ પયંગબર સાહેબનો સંદેશ હોવાનું જણાવ્યું હતું.

કોઈ ધર્મ આતંકવાદ, દહેશત ફેલાવતો નથી તે એક માત્ર વ્યકિત ફેલાવે છે અને તેથી જઅમે તમામ એક મંચ પર ભેગા થયા છીએ. અમારા લોકો પણ આ સંદેશો સાંભળી લોકો વિચારવામજબૂર થશે. હિન્દુસ્તાન જીંદાબાદ સાથે તેમને તેમનું મંતવ્ય પૂરું કર્યું હતું.

લઘુમતિ અને બહુમતિ નહી પણ એકમતિ થઈએ

દ્વારકા જગતગુરુ શંકરાચાર્ય અને જયોતિષ પીઠના પ્રતિનિધિ બંકિમચંદ્રવ્યાસ(ખંભાતવાળા)એ મરેલા ઉંદરનો ઉત્તમ દ્રષ્ટાંત ટાંકતા કહ્યું હતું કે ૧૩૦૦ વર્ષથીભારતમાં છીએ છતાં લઘુમતિ છીએ આવી જ દરેકની ભાવના આપણને દબાવી જાય છે.

શા માટે આપણે એકમતિ ના થઈએ? તેમાં જરૂરી છે સુમતિની અને તે માત્ર સાચા ધર્મથી જમળશે. કોઈ ધર્મ હિંસાની વાત નથી કરતું પણ આવું આવ્યું કયાંથી? તે આવ્યું ધર્મનીલાગણીથી દૂર જવાથી રાગદ્વેષનો કચરો આપણામાં આવ્યો.

આપણે તે ફેલાવીએ અને તે એક દિવસ ફરતો ફરતો ફરી આપણી પાસે જ આવે છે. પહેલા પણરાજસ્વ હતું પણ તે ધર્મ પર નિર્ભર હતું પણ હવે ઉલ્ટું થઈ ધર્મ રાજસ્વ પર નિર્ભર થઈગયો છે. માણસને સારી રીતે જીવતા શીખવાડે, સમાજને ચલાવે તે કાયદો છે. કોઈને ભયભીતકરતા કે દબાવવાનો કાયદો હોય જ નહીં.

સારા સંસ્કારો ધાર્મિક આગેવાનો જ આપે

સીએનઆઈ ચર્ચના ફાધર શંશિલ ડેવિડે કહ્યું કે ધાર્મિક આગેવાનો જ લોકોમાં સંસ્કારોસિંચશે તો જ હવે ઉદ્ધાર થશે તેવું લાગે છે. તેઓએ ઈસુના માનવજાતના સંદેશો સંભળાવતાકહ્યું હતું કે જેઓ પોતાને જેટલો પ્રેમ કરે છે તેટલો જ પાડોશીને પ્રેમ રાખે તેનાથીમોટો નિયમ કોઈ નથી.

માફીનું ઉદાહરણ ઈસુએ વધસ્તંભ પર ચઢતા પણ આપ્યું હતું. પણ હવે માનવ માનવનો દુશ્મનબન્યો છે. મારવાનો અધિકાર આપણને નહીં માત્ર ઈશ્વરને જ છે. આ આસુરી શકિતઓ સામેપ્રેમથી જ લડવુંપડશે.

ધર્મ પર ચાલે તે મનુષ્યને હેરાન જ ન કરે

સ્વામી નારાયણ સંપ્રદાયના સ્વામી શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસજીએ કહ્યું કે તમામધર્મને એકત્રિત કરવાનો વિચાર ખૂબ જ સારો છે. લોકોને ધર્મ શું છે તે અનુયાયીનેસમજાવાય તો કદાચ આ વૃતિ ના ફેલાય. જે સાચો ધર્મ જાણી જાય તે મનુષ્યને હેરાન જ નકરે.

મનુષ્ય તરીકે જન્મનારાઓમાં માનવતાનો ગુણ પહેલો હોવો જોઈએ. પશુઓની જેમ હિંસકબનનાર મનુષ્ય નથી પશુ જ કહીં શકાય. આપણા કુટુંબની જેમ જ આ જગતને જુઓ અને તેજ રીતેવર્તો.

પારસી સમુદાયના ગુરુ નહીં આવી શકતા તેમના વતી સંદેશો લઈ આવેલા યઝદી દુધવાળાએ આપ્રયાસને સારો લેખાવી અહીં ફેલાયેલો સંદેશો જો જીવનમાં અપનાવાય તો ધરતી પર જ મોટુંસ્વર્ગ સ્થાપાય જાય.

શીખ ધર્મ ગુરુ જોગરાજસિંગે કહ્યું હતું એક જ પિતાના આપણે તમામ પ્રાણીઓ છીએ.તમામમાં એક જ રંગનું લોહી છે. બગીચાના ફૂલો છીએ તેને છીન્નભિન્ન કરનારાઓને આપણેભેગા થઈ સાંખી નહીં લઈએ અને દેશને આંચ ન આવવા દઈએ.

ગુરુ નાનકનો પણ સંદેશ છે કે પરમાત્માને પ્રેમ કરવો છે તો ઈન્સાનને પ્રેમ કરો.પાતાળિયા હનુમાનના મહંત દેવદાસ મહારાજે પણ એક લિટીમાં આ પ્રયાસને આવકારીયો હતો. આકાર્યક્રમમાં સુરત, રાંદેર, ભરૂચ સહિતના મદ્રેસાઓના અગ્રણી અને અનુયાયીઓ પણ જોડાયાહતા.

(Bhaskar News, Surat Monday, August 11, 2008 23:48 [IST)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: