Posted by: bazmewafa | 07/08/2008

મેં આયા હું- ઉમાશંકર જોશી

મેં આયા હું- ઉમાશંકર જોશી

 

(ખાન અબ્દુલ ગફ્ફારખાનની ભારતયાત્રા, ઇ.સ્. ૧૯૬૯)

 

ગાંધીકી જનમ -સદીમેં આયાહું

જનતાકો મિલને આયા હું

 

બાઇસ તેઇસ સાલકે બાદ ઈસ દેશમેં આકર મેં ક્યા દેખતા હું ? મેં હેરાન હું ,પરેશાન હું,ગાંધીજીકો કિતની જલદી સે હમ ભૂલ ગયે હૈં ,યહ યાદ દિલાનેકો મૈં આયા હું.

 

         ખાન અબ્દુલ ગફ્ફાર ખાન,સરહદના ગાંધી ,ખુદાઈ ખિદમતગારોનાજ નહીં સ્વાતંત્ર્ય પહેલાના સારા હીંદના પ્યારા નેતા ,બાદશાહખાન  ઑકટોબરની તા.૧૬મીથી આમદાવાદમાં આવ્યા છે.થોડા દિવસ પહેલા હિંદમાં પગ મૂક્યો ત્યારથી જ એમની વેદના દિલ્હીનાં એમનાં પ્રાસંગિક પ્રવચનો દ્વારા અને ત્રણ દિવસનાં ઉપવાસ દ્વારા પ્રગટ થતી હતી.પોતે કેવું હિંદ જોયેલું અને આજે કેવું હિંદ જોવા પામે છે એ ફરક તરત એમના ધ્યાનમાં આવ્યો અને એમનું દિલ વલોવાઇ ઉઠ્યું.

     હિંદના નેતાઓએ ૧૯૪૭માં દેશના ભાગલાની કિમત ચૂકવીને સ્વતંત્રતા મેળવી.ગાંધીજીએ તો કહ્યું કે પોતે પ્રકાશ જોઇ શકતા નથી,પણ સાથી નેતાઓ પોતાનેજ પ્રકાશ મળે તે પ્રમાણે ચાલે.જે રીતે સ્વતંત્રતા આવી તેમાં એ વખતના વાયવ્ય સરહદના નેતા બાદશાહ ખાન અને એમના ભાઇ ડૉ.ખાનસાહેબ -એમને તો કહો કે ,જીવતાજ ભંડારી દેવામાં આવ્યા.હિંદના નેતાઓ એમના માટે કાંઈ કરી ન શક્યા.બાદશાહખાનનાં વરસો જેલમાં ગયા.લિયાકતઅલી ખાનથી માંડીને ઐયુબખાન અને યાહ્યાખાન  સુધીના પાકિસ્તાનના શાસકોએને તેઓ સરહદના પોતાના લોકોની માગણી સમજાવતા રહ્યા,પણ ઝાઝી સફળતા મળી નહીં.એંશી વરસની ઉમરે એ વયોવૃધ્ધ પાક દિલ પુરુષ ગાંધીજન્મ શતાબ્દીના વરસમાં હિંદમાં આવે છે તો અહીં હૈયું ભાંગી નાખે એવી પ્રજા જીવનની દશા છે.

     આઝાદીકે બીસ બરસ બાદ ભી હમ દુસરે મુલ્કોં કે સામને ભીખ માંગતે હૈં.બીસ સાલકે બાદ ભી હમ ગલ્લ્લા (અનાજ) ભી પૈદા નહીં કર સકતેં હૈં ? ક્યા દૂસરે મુલ્કોંકે સામને ભીખ માંગને કે લિયે આઝાદી પાઈ હૈ ?.

      અમદાવાદ આવ્યા પછી કોમી વેર ઝેર અંગે એમની વેદના થોડાક પણ બળબળતા શબ્દોમાં પ્રગટ થાય છે:

          ક્યા મઝહબ ઝગડા કરને કો કહતા હૈ ? મઝહબ તો હૈ ઈન્સાનિયત ,મઝહબ તો હૈ મહોબ્બત,મઝહબ તો હૈ સચ્ચાઇ.મઝહબ તો હૈ આપસમેં એઅતેમાદ,મઝહબ તો હૈ ખુદાકી મખલૂક કી ખિદમત.

પયગંબર સાબકો કિસીને પૂછા કિ ખુદાકે કરીબ કૌન હૈ?આપને ફરમાયા કિ વો ખુદા કે કરીબ હૈ જિસકે હાથમેં ખુદાકી મખ્લૂક કો ખૈર ઔર અમન(ક્ષેમકુશળાને સુખશાંતિ) પહુંચે.

 યે ઝઘડે મઝહબી નહીં હૈ, યે ઝઘડે ઇકોનોમિક(આર્થિક)હૈ,સિયાસી(રાજકારણી) હૈ,મઝહબ દુનિયામેં મહોબ્બતકે લિયે આતા હૈ.

   મુસલમાનોને બાદશાહખાને કહ્યું ;’હમ લોગોંમેં સિયાસી શઉર( રાજકિય ચેતના) ઇતના પૈદા નહીં હુઆ ,જીતના દેશકે દુસરે લોગોમેં.પઢે લિખે લોગ દેહાતોંમે જાકે કામ કરને નહીં જાનતે.આમ પ્રજા-માસ-કે સથ તાલ્લુક નહીં જોડા. પાકિસ્તાન અંગ્રેજકે ખાનબહાદુરોને બનવાયા.કસૂર આપકા નહીં,હમારા હૈ- બડોંને સીધા રાસ્તા નહીં બતાયા.

    દર્દ ભરી વાણીમં સમજાવટની વૃત્તિથી તેઓ કહે છે:

     યહ મુલ્ક હિન્દુ ઔર મુસલમાન દોનોકા હૈ.દોનોં કો મુલ્કસે પ્યાર કરના હૈ,દોનોંકો સાથ રહેના હૈ.જો તકલીફે હૈં ,હમ આપ સબ બૈઠ કર કુછ રાસ્તા નિકાલે.હમ ઈમાનસે બરતે તો રાસ્તા નિકાલ સકતેં હૈં, યહ કહનેકો મેં આયા હું

   બાદશાહ ખાનની વયો વૃધ્ધ આકૃતિ, એમનો વેદન ભર્યો ચહેરો ,એમની કરુણા  નીતરતી આંખો અને ખાસતો એમનો ઊંડો ગંભીર અવાજ,એ બધામાંથી પ્રેમનો ,માનવી માનવી વચ્ચે ભાઈચારાનો સંદેશ નીતરે છે:

   હમારી જિન્દગી હમારા Future (ભવિષ્ય) ઇસકે ઉપર હમેં સોચના હૈ,કૌનસા રાસ્તા હમેં ઇસ ઝહરસે બચાયે, હમેં ખોજના હૈ.મૈં જો આયા હૂં ઇસ લિયે કિ યે સબ ચીઝેં હૈં ઉસકે ઉપર હમ ગૌર કરેં, કિ ઇસકા ઇલાજ ક્યા હૈ ?

  મેં બારબાર કહતાહું Change of heart(હ્ર્પદયપરિવર્તન)નહીં હોગા જબ તક યે સવાલ હલ નહીં હોગા.હલ કરને કે લિયે હમ સબ કુચ્હ કરે ઇસ લિયે આયા હું‘(૨૦-૨૦-૧૯૬૯)

 

(હૃદયમાં પડેલી છબીઓ  _પૃ-૧૩૫)

 

 

ખાન અબ્દુલ ગફ્ફરખાન (૧૮૯૦_૧૯૮૮)

 અહિંસક સ્વાતંત્રય સંગ્રામના નેતા અને સરહદના ગાંધી તરીકે પ્રખ્યાત .બાદશાહ ખાન નામથી પણ્ જાણીતા .જન્મ: બ્રીટીશ ઇંડિયામાં ઉતમન્ઝૈ,ચારસદ,સુબા સરહદ.

નિધન: પેશાવર,પાકિસ્તાન

મહાત્મા ગાંધીના નિકટના સાથી ,મિત્ર અને અહિંસા , અસહકારની લડતના શિરોમણી.ગાંધીજી સાથે ખભે ખભા મિલાવી ૧૯૪૭ સુધી લડતમાં જોડાયેલા રહ્યા.

૧૯૩૧માં ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસે એમને પ્રમુખપદ ની ઓફર કરેલી એમણે એવું કહીને ના પાડી કેહું તો એકા અદનો સિપાહી અને ખુદાઇ ખિદમતગાર છું.

૧૯૮૫માં એમનું નામ શાંતિ માટેના નોબેલ પ્રાઇઝ માટે  સુચવાયું હતું

૧૯૮૭માં એમને એક બિન ભારતીય નગરિક હોવાં છ્તાં એમની લાંબી સ્વાતંત્ર્ય સંગ્રામની લડતની કદરરૂપે એમને ભારતનો સર્વ શ્રેષ્ઠ  ઇલ્કાબ ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા.)

 

 {ઇન્દરાજી સાથે ઉભેલા સરહદના ગાંધી, બાદશાહખાન ના હાથમાં જે નાની પોટલી દેખાય છે એટલોજ સામાન એ સાથે લઇ આવ્યા હતા. એમાં એક જોડી કપડાં ,ટુવાલ અને સાબુની ગોટીનો સમાવેશ થાય છે.મિસ્વાક(દાતણ) એમના ખીસ્સામાં હશે.રાત્રે પહેરેલી જોડી જાતે ધોઇ સુકવી લેતા,અને પોટલીમાંની જોડ એ પહેરી લેતા.એજ પોટલી લઇ પાછા ફર્યા હતા.કાશ! આપણાં ગાંધીવાદીઓ પાંસે આજે આવી કોઇ સાદગીનું ઉદાહરણ મળી આવે.)

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: