Posted by: bazmewafa | 05/25/2008

સુરએ નસ્ર કુરાનીક સંદેશ_’દીપક’ બારડોલીકર

સુરએ નસ્ર :

 (પવિત્ર કુરાને કરીમના 30 માં પારા (ખંડ) માં  આવેલી 110મી સુરત(વિભાગ)) નો જ.દીપક બારડોલીકર સાહેબે કરેલો પદ્યમય અનુવાદ.)

 

લડતમાં હે નબી ! છેવટ કુમક અલ્લાહની આવી

થઇ ઇસ્લામના સૌ દુશ્મનોની ઘોર   બરબાદી.

 

 

પતાકા દિગવિજયની ફરફરી કાબાની નગરીમાં

ચઢ્યો ઇસ્લામનો સૂરજ ,દટાયું કુફ્ર ધરતીમાં.

 

 

સહુ દિશ લોક્ને,તેં હર્ષ ને ઉલ્લાસમાં જોયા

સમૂહોના સમૂહો આવતા ઇસ્લામમાં જોયા.

  

 

તો સર્જનહરનાં અનુપમ કમાલોનું તું વર્ણન કર

પવિત્રતા  અને તેની વડાઇનું   વર્ણન   કર.

 

ને તૌબા કર કે મંજુર તૌબા રાખનારો છે

ખતાઓ દરગુજર કરનાર માફી આપનારો છે.

 

કુરઆનની આયતોનું મૂળ અરબી સ્વરૂપ

 

 

                              

કુરઆનની આયતોનું મૂળ અરબી સ્વરૂપ ગુજરાતી લિપીમાં:

 

બિસ્મિલ્લાહ હિર્રહમાં નિર્રહઈમ

.

ઇજા જાઅ નસરૂલ્લાહે વલ ફત્હ , વ_ર_ અયતાન્નાસઅ યદખોલુનઅ ફી દિનિલ્લાહે અફવાજા.ફસબ્બીહ બિ હન્દિ રબ્બિકઅ વસ્તગફિરહો_ ઈન્ન્હુ કાન તવ્વાબા.

 

અનુવાદ:મૌલાના અબ્દુર્રહીમ સાદિક, રાંદેરી(સુરત)

 

બેહદ કૃપાળુ ,દયાળુ અલાહના નામથી શરૂ કરૂં છું.

 

(હે નબી!) જયારે અલ્લાહની મદદ અને (મક્કાની) ફતેહ આવી પહોંચી.અને તેં લોકોને જોઇ લીધા કે અલ્લાહના દીન (ઇસ્લામ)માં ટોળે ટોળાં દાખલ થઇ રહ્યાં છે.ત્યરે તું પોતાના પરવરદિગારની ખૂબીઓ સાથે પવિત્રતાનું વર્ણન કર,અને અને તેનાંથી બક્ષિસ માંગ .બેશક તે બહુજ માફી આપનારો છે.

 

સ્પષ્ટી કરણ:

કુરઆનમાં દરેક સ્થળે  અલ્લાહને ન માનનારાઓ ને ફેસલા માટે જેમ જેમ વાયદો થયો તેમ તેમ તેઓ ઉતાવળ કરતા હતા.પરંતુ હઝરત મુહમ્મદ(સલ.)ની આખરી ઉમરમાં એ ફેંસલો થઇનેજ રહ્યો.

એટલે મક્કાહ ફત્તેહ થયું.સામાન્ય રીતે અરબો મક્કાહ ફત્તેહ થવાની રાહ જોતા હતા.કેમકે થોડા સમય પહેલાં હાથીવાળાઓનાં મામલાથી તેમને ખાત્રી થઇ હતી કે , જુઠો માણસ મકકાહ સર કરી શકશે નહીં.તેથી મક્કા ફતેહ થતાંજ તે સૌને નબી હજરત મુહમ્મદ(સલ.) અને ઇસ્લામની સત્યતાની સંપૂર્ણ ખાત્રી થઇ ગઇ.અને અરબોનાં ટોળે ટોળાં મુસલમાન થવા લગ્યાં.તો ઇસ્લામની પ્રગતિનું વચન પૂર્ણ થયું.તેથી હઝરત મુહમ્મદ(સલ.) ને ફરમાવ્યું કે હવે ખુદાપાકની યાદમં વધુ મશ્ગુલ રહો.તેમ ઉમ્મતનાં ગુનાહોની માફી માટે

દરખાસ્ત કરતા રહો,તો શફાઅત( માફી યાચનાનાર) નો દરજો પણ મળે.

 

આ સુરત હઝરત મુહમ્મદ સલ.ની આખરી ઉમરમાં ઉતરી.તેથી આપે જાણી લીધું કે જે કામ હતું તે પૂર્ણ થઇ ગયું.હવે આખેરતની(અંતિમ યાત્રા)મુસાફરી નજીક છે.તે પછી આપ પણ દૂઆ વિશેષ પઢતા હતા.

સુબ્નહા નક્લાલાહુમ્મા રબ્બના વ બિ હમ્દિક, અલ્લહુમ મગફિરલી. ( પવિત્ર છે અલ્લાહની જાત ,અને એનીજ પ્રસંશા કરું છું,યા અલ્લાહ મને ક્ષમા અર્પી દે)

 

હાથીવાળાઓનાં મામલલો= હઝર્ત મુહમ્મદ સલ.ના જન્મ પહેલાં યમનનાં રાજાએ હાથીનાં મોટા લશ્કર સાથે મક્કાહ જીતવા હુમલો કર્યો હતો. પરંતુ અલ્લાહ પાકે એને પોતાની કુદરતથી  પરાસ્ત કર્યો હતો.

 

 

 


પ્રતિભાવો

  1. nice

  2. abhinandan
    khub saras

  3. Somehow i missed the point. Probably lost in translation 🙂 Anyway … nice blog to visit.

    cheers, Epigrammatize.


Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ