Posted by: bazmewafa | 05/23/2008

ફિરાક ગોરખપુરી_ ઉમાશંકર જોશી

ફિરાક ગોરખપુરી_ ઉમાશંકર જોશી

  ભારાતીય જ્ઞાનપીઠનું પાંચમું પારિતોષક જેમને અર્પવાની જાહેરાત થઇ છે તે શ્રી રઘુપતિસહાય ઉર્દૂ સાહિત્યમાં ફિરાકગોરખપુરી ના નામે અગ્રગણ્ય કવિ તરીકે પ્રસિધ્ધ છે.

       યુવાન રઘુપતિ સહાય  આઈ.સી.એસ થયા હતા, પણ અસહકારના પ્રથમ આંદોલન વખતે સરકારે નોકર થવાનું માંડે વાળી અલ્હાબાદા યુનિવર્સીટીમાં અંગ્રેજીના અધ્યાપક તરેકે તેમણે સેવાઓ આપી.આવી વ્યક્તિ અધિકાર પૂર્વક કહી શ્કે:

                      હમ જિન્દા થે,હમ જિન્દા હૈ, હમ જિન્દા રહેંગે.

ઉર્દૂ ભાષા હિન્દુસ્તાનમાં બે સંસ્કૃતિની પ્રક્રિયાના એક પરિણામ રૂપ છે.કવિતાને ભાષા તરીકે ઉર્દૂ ઠીક ઠીક ખેડાઇ છે.

ફારસી ગઝલ કાવ્ય પ્રકારોમા એક એક કડીની મૌકતિક જેવી એકતા હોય છે.એક એક કડી મુકત જેવી સ્વતંત્ર હોય અને અનેક કૃતિઓની આખી કૃતિ મૌતિક માળાની એકતા ધરાવતી હોય . આપને ત્યાં ઉર્દૂ કવિતાએ આ જાતની રચના અપનાવી છે.આવા કારણે ,ઉર્દૂ કવિતા જુદી ભાત પાડે છે.

        ગાલિબ _મીરના તેજસ્વી યુગ પછી ઇકબાલમાં ઉર્દૂ કવિતાએ ઉચ્ચ શિખર સર કર્યું.આધુનિકોમં જોશ મલીહાબાદી પાકિસ્તાન જઈ રહ્યા.સદગત જિગર મુરાબાદી ને સાહિત્ય અકાદમીનું પારિતોષક મળ્યું હતું.ભારતનાં વિદ્યમાન ઉર્દૂ કવિઓમાં પંચોતેર વરસના ફિરાક ગોરખપુરીની એક મહત્વના કવિ તરીકે ગણના થાય છે.

      પ્રેમના અનુભવની નાજુકાઈ ભરી ચિત્રણાં એ ઉર્દૂ કવિતાની આગવી ખાસિયત છે.ફિરાકસાહેબનો અવજ સાંભળીએ:

 

જબ જબ ઉસે સોચા હૈ દિલ થામ લિયા મૈને,

ઇન્સાકે હાથોં એ ઈન્સા પૈ કયા ગુજરી ?

                                                     *

 

શરીએકે બજ્મ હો કે યે ઉચટકે બૈઠના તેરા,

ખટકતી હૈ તેરી મૌજુદગીમએં ભી કમીં તેરી.

 *

હમ સે ક્યા હો સકા મહોબ્બતમેં?

ખૈર તુમને બેવફાઈ તો કી.

*

 

દિખાતે હૈં સિતારે એક બહેતર જિન્દગીકા ખ્યાલ,

ન દેખ ઉનકી તરફ યે છીન લેંગે ખૂશી તેરી.

*

 

ખાસ કરી મૃત્યુ અંગે ઉર્દૂ કવિતામાં સૂક્ષમતા પૂર્વક નિર્દેશો મળે છે:

 

મૌત કાભી ઈલાજ હો શાયદ

જિન્દગીકા કોઇ ઇલાજ નહીં.

જિન્દગીકો વફાકી રાતોં મેં

મૌત ખુદ રોશની દિખાતી થી.

 

પ્રેમ _મૃત્યુની અનુભૂતિ જેની મુખ્ય છે એવા કવિની કથની શી હોય?ફિરાકગાય છે:

તેરે હુસ્નકી દાસ્તાં બેચતા હું

યકીં બેચતા હું ગુમાં બેચતા હું

જમીને_સુખન બેચનેકે બહાને

ખ્યાલાતકે આસ્માં બેચતાહું.

મેરે દિલપર લહેરાકે જો તૂટતી હૈ

અદાઓંકી વહ બિજલિયાં બેચતાહું.

 

        ફિરાકે ઇકબાલની એક પંક્તિના લય ઉપરથી એક સુંદર કૃતિ ઐ બાદે ખિંજા, બાદે ખિંજા,બાદે ખિંજા ચલ.! રચી છે.હાસ્યથી જમાનાની અવળાઈઓ અને મુર્ખાઇઓ ઉઘાડી પાડી અર્વાચીનતાના માર્ગે પ્રેરનાર ન્યાયધીશઅકબર ઇલાહાબાદી, ને બિરદાવતી એક કૃતિમાં ફિરાક યોગ્ય રીતેજે કહે છે કે પરદેશી _દેશી વિસંગતિઓની સામે જવબમેં તેરી ખામોશ મુસ્કરાહટ થી.

દુનિયાને બદલવા એક શેરમાં જોશીલું વલણ દાખવે છે:

            ન અપને આપ બદલી હૈ,

            ન અપને આપ બદલેગી.

                    યે દુનિયા હૈ;તુ દુનિય કો બદલ દે.

          દેખતા કયા હૈ?

 

 

અવો કવિ બુલન્દ આસ્થા પૂર્વક જરૂર કહી શકે કે_

                               મંજિલકી જગા લેંગે જહાં પાંવ ધરેંગે

                               હમ જિન્દા થે,હમ જિન્દા હૈ,હમ જિંન્દા રહેંગે.

 

ફિરાક ગોરખપુરીની કવિતાનો પરિચય ,કવિ તરીકેની એમની વિશેષતાઓ,એકંદરે એમની સિધ્ધિની મુલવણી_ એ બધું હવે કદાચ વધારે રસ પૂર્વક બીજી ભાષાઓમાંપણ થશે.અત્યારે એમની અહીં એમની એક સરળ ઉર્મિમય ,સ્વભાવિક્તિનો આનંદ આપતી કૃતિ જુગનું,માંથી મુખ્યાંશ ઉતારી ને વિરમું છું.કવિને જન્મ આપતાં જે એમની માતા મૃત્યુ પામેલી,દાઈઓને હવાલેથી બાળક ઉછર્યો.વર્ષા ઋતુમાં આગિયા ચમકે ત્યારે એણે દાઈ પાંસેથી સાંભળેલું કે  આગિયાઓતે ભટકતા આત્માઓને રસ્તો બતાવતા દેવતા છે.આગિયો બનીને માતાના આત્માનો ભોમિયો બનવાનાં સપનાં બાળક સેવે છે.મોટપણ માં એનો ભ્રમ ભાંગે છે, એ તો ધાત્રી કથા માત્ર હતી.પણ બધા નિમિત્તે માતાના હેતથી વંચિત રહેલા બાળકની વેદના કવિ કંઠે ઉછળી રહે છે.

 

જુગનૂ

મેરે હયાત ને દેખી હૈ બીસ બરસાતેં

મેરે જનમ કે દિન મર ગયીથી માં મેરી

વહ માં, કી શકલ ભી જિસ માં કી મૈં ન દેખ સકા

જો મુઝે આંખ ભર કે ભી દેખ ન સકી ,વહ માં

મૈં વહ પિસર હું કિ સમઝા નહીં કિ માં ક્યા હૈ?

મુઝે ખિલાઈયોં ઔર દાઈયોંને પાલા થા

વહ મુઝે કહતીથી જબ ઘિરકે આતી થી બરસાત

જબ આસ્માંમેં હર સૂ ઘટયેં છાતી થી

બ વક્તે શામ જબ ઉડતે થે હર તરફ જુગનૂં

દિયે દિખાતેં હૈ યે ભૂલે ભટકી રૂહોં કો

મજા હી મુઝકો આતાથા મુઝે કુછ ઉનકી બાતો મેં

 

મૈં ઉનકી બાતોંમેં રહ રહ કે ખો ભી જાતા થા

પર ઉસકે સાથ દિલમેં કસક સી હોતી થી

કભી કભી યે કસક હૂક બનકે ઉઠતી થી

યતીમ દિલ્કો મેરે યે ખ્યાલ હોતા થા

યે શામ મુઝકો બના દેતી કાશ એક જુગનૂ

તો માંકી ભટકી હુઈ રૂહોંકા દિખાતા રાહ

કહા6 કહાં બહ બિચારી ભટક રહી હોગી

કહાં કહાં વહ મેરે ખાતિર ભટક રહી હોગી

યે સોચકર મેરી હાલત અજીબ હો જાતી

પલક કી ઑટમેં જુગનૂ ચમકને લગતે થે

કભી કભી તો મેરી હિચકિયાંસી બંધ જાતી

કિ માં કી પાંસ કિસી તરહ મેં પહુંચ જાઉં

ઔર ઉસકો મેં રાહ દિખાતા હુઆ ઘર લાઉં

દિખલાઊં અપને ખિલૌને દિખલાઊં અપની કિતાબ

કહું કે પઢકે સુના તૂ મેરી કિતાબ મુઝે

…………………..

 

અન્ધેરી રાતકે પરછાયે ડસને લગતે હૈં

મૈં જુગનું બન કર તો તુઝ તક પહુંચ નહીં સકતા

જો તુઝસે હો સકે તો માં યે તરીકા બતા

તો જિસકો પાલે વોહ કાગઝ ઉછાલ દું કૈસે

યે નજમ તેરે કદમોં પે ડાલડું કૈસે.

 

(અમદાવાદ તા.10_8_1970)

 

 

 

રઘુપતિ સહાયફિરાક ગોરખપુરી(1896  _1982)

    જન્મ સ્થળ: ગોરખપુર

માન સન્માન:

ગુલે_નગ્માં___ જનપીઠ પારિતોષક,1960નો સાહિત્ય અકાદમી પુરસ્કાર.

સાહિત્ય અકાડમી ફેલોશીપ 1970.

નિધન:1982

                               रस में डूब हुआ लहराता बदन _फ़िराक गोरखपुरी

बाग-ए-जन्नत में घटा जैसे बरस के खुल जाये
सोंधी सोंधी तेरी ख़ुश्बु-ए-बदन क्या कहना

जैसे लहराये कोई शोला कमर की ये लचक
सर ब-सर आतिश-ए-सय्याल बदन क्या कहना

क़ामत-ए-नाज़ लचकती हुई इक क़ौस-ओ-ए-क़ज़ाह
ज़ुल्फ़-ए-शब रंग का छाया हुआ गहन क्या कहना

जिस तरह जल्वा-ए-फ़िर्दौस हवाओं से छीने
पैराहन में तेरे रंगीनी-ए-तन क्या कहना

जल्वा-ओ-पर्दा का ये रंग दम-ए-नज़ारा
जिस तरह अध-खुले घुँघट में दुल्हन क्या कहना

जगमगाहट ये जबीं की है के पौ फटती है
मुस्कुराहट है तेरी सुबह-ए-चमन क्या कहना

ज़ुल्फ़-ए-शबगूँ की चमक पैकर-ए-सीमें की दमक
दीप माला है सर-ए-गंग-ओ-जमन क्या कहना

 

 

रस में डूब हुआ लहराता बदन क्या कहना
करवटें लेती हुई सुबह-ए-चमन क्या कहना


Responses

  1. good

  2. Please remove my name from your list.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: