Posted by: bazmewafa | 03/31/2008

અમૃત ઘાયલ_ શેખાદમ આબુવાલા

 

 

અમૃત ઘાયલ_ શેખાદમ આબુવાલા

 

બાજુમાં ગુલ અને નજરમાં બહાર,
 
હાથમં જામ આંખડીમાં ખુમાર.

આવી પહોંચી સવારીઘાયલની
 બા અદબ,બા મુલાહિઝા,હુંશિયાર.

આ મુકતક અમૃત ઘાયલને શહેશાહ તો ઠહેરાવી દીધો છે,પણ તે એને ઉમર ખૈયામનો દરજ્જો આપતું નથી……એમાં સુંદરી અને કટકો રોટી ખૂટે છે.
  પણ પછી સવાલ થઇ શકે ,શહેનશાહ છે એટલે સુંદરી અને રોટલીના તો ઢગલે ઢગલા હોવાનાજે શાયરે પાજોદનાં દરબાર રૂસ્વા મઝ્લૂમીના સેક્રેટરી તરીકે (જોકે સેક્રેટરી કરતાં દોસ્ત તરીકે વધુ)વરસો પસાર કર્યા હતાં,એના જીવનમાં બધું શાહી _ બાદશાહી જ રહ્યું હશે.ગઝલતો ફૂરસતની દાસી રહી હશે. જો કે, અમૃત ઘાયલના એક ગઝલ સંગ્રહમાં કવિ મકરન્દ દવેકિરણોની કટોરીશીર્ષક લખેલી પ્રસ્તાવનાનં પ્રારંભમાંજ લખે છે,’મારા કવિ મિત્ર શ્રી બળદેવ મહેતાને ત્યાં લહેજત દાર ચાહ પીતં પીતાં અમૃત ઘાયલની ગઝલ પહેલ વહેલી સાંભળી,અને એ ચીનાઇ શહેઝાદીની જેમ ગઝલને પણ આપણા ઘરનું એક અંગ બની વિહરતી દેખી.
મકરન્દ દવેની આ વાતમાં મને એક વાત જાણવા મળીઅમૃત ઘયલની હાજરીમાં ચા પણ પીવાય છે ખરીચા,કે દૂધ જે કંઇ પીવાતું હોય તો પણ ઘાયલ જ્યાં પણ હોય ત્યાં હવાની ખરલમં ગઝલ તો જરૂર ઘુંટાવાની..
મકરન્દે ઘાયલની ગઝલને ચીનાઇ શાહજાદીની ઉપમાં આપી છેતે પણ તો સૂચનાત્મક છે.તેમાં શાહી તત્વ ખરું,પણ નજાકત પણ એટલીજ. સહેજ ટકારાતાં કે ભોંય પર પડતાં તેના કટકા કે ચૂરા થૈ જાય.
હકીકતમાં ઘાયલની ગઝલ ચીનાઇ શાહજાદી નથી ,પણ ઝાંસીની રાણી જેવી છે.તેમા સોરઠી તલવાર વીંઝાતી સંભળાય છે.ઘાયલ જે રીતે સુન્દરી સાથે પ્રેમની વાતો કરવાના કાવ્ય પ્રકારમાં તળપદા શબ્દો તેમજ શબ્દ પ્રયોગો વાપરેછે તેમાં ચીનાઇ ઢીંગલીના નિશ્ચેત અણસાર નહિ,બલ્કે પહેલા વરસાદમાં ભીંજાયલી કઠિયાવાડી માટીની મહેક વર્તાઇ છે.

ગઝલ એક એવો કાવ્ય પ્રકાર છે જેમાં અન્ય કાવ્ય પ્રકારોંની જેમ નિશ્ચિત થયેલા નિયમ અને રસમ ભગવાનની હાજરીમાં લીધેલા કસમની જેમ અતૂટ અને પવિત્ર ગણાય છે.ગઝલનાં માળખા સામે બંડ પોકાર્યા વિના,તેના પરંપરાગત વિષયો સામે બળવો કરવામાં આવ્યો છે ખરોએ તો નવા જમાનાં અંદાઝ તેમાં પ્રવેશી ગયા છે..તોયે ગઝલ બદલાઇ નથી.એ તો બિકિને પહેરીને ગઝલ ગાવા કે ઘૂમટો તાણીને મુજરો કરવા જેવી વાત છે. ગઝલ તો ગઝલજ રહે છે.
ઘાયલે ગુજરાતી ગઝલ પાછળ ખર્ચાય એટલી જિંદગી ખર્ચી છે.ગઝલનાં કારણે આજે અમૃત ભટ્ટ , અમૃત ઘાયલ છે.ને શાયર ન હોત તો ક્રિકેટર હોત_લગભગ દરેક મેચમાં સેંચ્યુરી કેડબલ સેંચ્યુરી ફટકારતો ક્રિકેટર..આમે એમણે સરકારી નોકરીની નિવૃત્તિ સુધી,ગઝલોમાં આવતા ભરતીનાં શેરોની જેમ ,વર્ષો પસાર કર્યા છે.

ઘાયલે જીવનમા ગમે તે કર્યું..નોકરીઓ કરી,નોકરીઓ બદલી….ગામ બદલ્યાં….સામાજિક જીવનનાં વ્યહવાર સાચવ્યાસારા દિવસો જોયા,નરસા દહડા જોયા.પણ એને ગઝલ સાથે કશી બે વફાઇ નથી કરી.જે રીતે સાચવી શકાય એ રીતે એણે ગઝલને સાચવી છે.ખુવારીમાં,ખુમારીમાં…..

મને લાગે છે કે ઘાયલ ઉંઘતો હશે ત્યારે સપનામાંયે મુશાયરો કરતો હશે. એ ગમે તેવી અવસ્થામાં ભલે હોય ,ગઝલની આંગળી એ કદી છોડે નહીં.સામો માણસ ચાહે છે કે નથી ચાહતો ,સમજે છે કે નથી સમજતો,ઘાયલ એ બધી ભાંગજડમાં પડતો નથી.એ તો જાણે ગઝલની વર્લ્ડ વૉરનો બોંબર પાઇલોટ નહોય તે રીતે એ ગઝલમાં કરતો રહે છે.

એક ઐતિહાસિક ચૂંટણી વખતે ભારતનાં જાણીતાં છાપાંઓના સંવાદદાતાઓ ભેગા થયા હતા.એક મહેફિલમાં હું ઘાયલને સાથે લઇ ગયો.મહેફિલમાં જે બધા પત્રકાર મિત્રો હતા ,તે બધાને અંગ્રેજી તો આવડતું હતું,પણ કોઇને ગુજરાતી આવડતું નોતું. એકની માતૃભાષા પંજાબી તો બીજાની બંગાળી હતી.ત્રેજાની તેલ્લુગુ તો ચોથાની તામિળ હતી..

એ તો ભલેને એમની ભાષા ગમે તે હોય ,ઘાયલની ભાષા તો ગુજરાતી હતી ને.?
ઘાયલે એમની સામે ગુજરાતી ગઝલો ગગડાવા માંડી. ઘાયલની ગઝલ મસ્તી પાછી એવી કે ગઝલનું અંગ્રેજી મને કરવા દે નહીં,અને પોતે પણ કરે નહિ. જ્યારે મેં તે વિષે કંઇ કહેવા ચાહ્યું ત્યારે ઘાયલે મને કહ્યું તું ચૂપ રહે !
મારે જવાહરલાલ નહેરુની જેમ ચુપ રહેવું પડ્યું………
ઘાયલે નહેરુને પણ ગઝલો સંભળાવી હતી.એમની દાદ પણ મેળવી હતીમને લાગે છે ઘાયલ પહેલો ગુજરાતી ગઝલકાર હશે જેણે જવાહરલાલ નહેરુને શ્રોતા બનાવ્યા હોય..
આપણા મુખ્ય મંત્રી માધવસિહ સોલંકી તો શેરો શયરી અને ડાયરા, મુશાયરા અને કવ્વાલીનાં ભારે શોખીન. છે.એમનાં પ્રિય શાયરોમાં ઘાયલનો પણ સમાવેશ થાય છે.ઘાયલ માધવસિહને સંભળાવે તે પહેલાં માધવસિહ ઘાયલને સંભળાવે તેવા છે.એમને કેટલાયે ઉર્દૂ,ગુજરાતી અને અંગ્રેજી કવિઓની રચના મોઢે છે.ઘાયલ જ્યારે પણ સોલંકીને મળ્યા હશે ત્યારે એમને પોતાનાજ શેર સાંભળવા મળ્યા હશે.

 ઘાયલ ગઝલ ગઝલ છે
ગઝલ એટલે ગઝલ
એ રૂપ છે કે ગંધ
મને એ ખબર નથી

-પણ અમને ખબર છે કે,ગઝલ ઘાયલનો પ્રાણવાયુ છે,એનો શ્વાસ છે,ઉચ્છવાસ છે
(તસવીર દીખાતા હું’_શેખાદમ આબુવાલા માંથી સંક્ષિપ્ત. .27 જુન 1982)

રંગ શબ્દનો

થાતા તો થઇ ગયોતો ઘડી સંગ શબ્દનો.
પણ આ જુઓ જતોજ નથી રંગ શબ્દનો.

આજે ય અંતરાલમાં પડઘા શમી ગયા,
આજે ય મૌન જીતી ગયું જંગ શબ્દનો.

સમજાવી એટલે તો શકે છે સાનમાં,
કે એની સાનમાં છે સહજ ઢંગ શબ્દનો.

છાયા મહીં વિષાદની આવી ગયો હશે,
વેધક નહીં તો હોય અહીં વ્યંગ શબ્દનો.

તારી સવારમાં જ છે એવું નથી કશું,
છે મારી સાંજ માંય અસલ રંગ શબ્દનો.

ઘાયલનથી પહોંચતી નાખી કશે નજર,
અમને તો એમ વ્યાપ હશે તંગ શબ્દનો.

                       _ અમૃત ઘાયલ

ચોર નિર્દોષ ઠરી જાય….

મન મરણ પહેલા મરી જાય તો કહેવાય નહીં
વેદના કામ કરી જાય તો કહેવાય નહીં

આંખથી અશ્રુ ખરી જાય તો કહેવાય નહીં
ધૈર્ય પર પાણી ફરી જાય તો કહેવાય નહીં

એની આંખોને ફરી આજ સુઝી છે મસ્તી
દીલ ફરી મુજથી ફરી જાય તો કહેવાય નહીં

આંખનો દોષ ગણે છે બધા દીલને બદલે
ચોર નિર્દોષ ઠરી જાય તો કહેવાય નહીં

શોક્નો માર્યો તો મરશે ન તમારો ઘાયલ
ખુશીનો માર્યો મરી જાય તો કહેવાય નહીં

– અમૃત ઘાયલ

 

Advertisements

Responses

  1. બહુ મહેનત કરી. મારી પાસે તેમનો સમગ્ર ગઝલ સંગ્રહ છે, તેમાં ઘાયલને લગતા ઘણા લેખો છે.
    તેમના ટુંક પરીચય માટે વાંચો –
    http://sureshbjani.wordpress.com/2006/06/25/ghayal/


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: