Posted by: bazmewafa | 01/28/2008

બોરિસ પાસ્તરનાક_ઉમાશંકર જોશી

picpasternak.jpg

 house-of-pastenak.jpg

બોરિસ પાસ્તરનાકનું નિવાસ્થાન

બોરિસ પાસ્તરનાક(નૉબેલ પારિતોષક વિજેતા)_ ઉમાશંકર જોશી

 

રશિયન કવિ અને નવલકથાકાર બોરિસ પાસ્તરનાક( જન્મ 1890)ને  સ્વિડિશ અકાડમીએ એમની ઊર્મિકવિતા અને રશિયાની મહાકાવ્યોચિત સાહિત્યપરંપરાને જેબ આપે એવી રચનાઓ માટે આ વરસનું(1960)નોબેલ પારિતોષક આપ્યું.પણ તે એ સ્વીકારી શક્યા નહિ.કેમ કે સોવિયેત લેખકસંઘ એમને પારિતોષક અપાયા પછી સંઘ બહાર જાહેર કર્યા હતા.અને સોવિયેત મુખપત્રો એ પારિતોષક મળવા અંગે અણગમો વ્યકત કર્યો છે.કારણ એ કે પાસ્તરનાકની ‘ડૉકટર ઝિવાગો’ નામની બૃહત નવલકથાને સોવેયિટ સાહિત્યસંઘે એમાં કંઇ સાહિત્યિક કસ નથી એમ કહી છાપવા માટે અપાત્ર ગણેલી.પણ બીજે વરસે ઇટાલીના પ્રકાશક પાંસે ગઇ, એણે એક નકલ ઇટાલિયન ભાષામાં અનુવાદ કરીને નવલકથા પ્રગટ કરી.કૃતિ બહુ પ્રશંસા પામી.એમાં 1917માં થયેલી રશિયન ક્રાતિ પછીના કાળમાં વ્યક્તિનું હીર ત્યાં કેવું હણાય છે એની કથની કહેવાઈ છે.સ્વિડિશ અકાડમીએ ‘ડૉકટર ઝિવાગો’ નવકથા માટે જ થઇને _નામ પાડીને _પારિતોષક આપ્યું નથી.એ પણ સોવિયેટ તંત્રને એમ લાગ્યું કે ઠંડા યુધ્ધના એક પગલા રૂપે આ વરણી થઇ છે.અને તેથી એ છેડાય પડ્યું.ગમે તેમ રશિયાઇ સમાજની તંદરુસ્ત દશા તો આ પસ્તરનાક પ્રકરણમાં પ્રગટ થતી નથી.દુદિત્સોવની ‘નૉટ બાય બ્રેડ એલોન’(રોટલો એ ઇતિશ્રી નથી) નવલકથા બિનસ્તાલિનીકરણના સમયમાં પ્રગટ થઇ ગઇ હતી. અને પછી એને પાછું લાવવાનું શકય રહ્યું ન હતું. એ કથા નોકર શાહીને ખુલ્લીપાડતી હતી.આ નવકથાતો સોવિયેટ તંત્રની હદની નબળાઈ તરફ આંગળી ચીંધી છે.વ્યક્તિસ્વાતંત્ર્ય માટેની રશિયાઈ પ્રજાન આત્માની મથામણ આ લેખકોના દાખલાઓ દ્વારા છતી થઇ જાય છે.
  રશિયન સરકાર પોતાને દેશ છોડી ચાલ્યા જવા આડે વિઘ્ન નહીં નાખે એવું જાણવા મળતાં શ્રી પાસ્તરનાકે વડાપ્રધાન ખ્રૃશ્ચોફને કાગળ લખીને જણાવ્યું છે કે ‘મારે માટે એ અશકય છે.જન્મથી,જીવનથીઅને કાર્યથી રશિયા સાથે હું જોડાયેલો છું.રશિયાથી અલગ અને રશિયાની બહાર મારું ભાવિ હું કલ્પી શકતો નથી.મારી ગલતી અને કસુરો ગમે તે થયાં હોય તો પણ પશ્ચિમમાં મારા નામની આસપાસ જે રાજકીય ઝુંબેશ જગાવવામાં આવી છે તેના કેન્દ્રમાં મારી જાતને જોવાનું હું કલ્પી શક્યો નહોત. આ વસ્તુનો ખ્યાલ આવતાં,સ્વિડિશ અકાડમીને મેં નૉબેલ પારિતોષકનાં માર સ્વૈચ્છિક ઇન્કારની ખબર આપી હતી.હીરી માતૃભુમિની સરહદોની પાર જવું એ મારા માટે મૃત્યુ સમાન છે અને તેથી આ આત્યાંતિક પગલું મારે અંગે ન ભરાય એટલું માગું છું.મારા હૃદય પર હાથ મૂકીને હું કહી શકું છું કે સોવિયેટ સાહિત્ય માટે કંઇક મેં કર્યું છે અને હજી પણ ઉપયોગી નીવડું”
2. ‘ઉધર્વ ઊભો’
રશિયાના કવિ,નવલકથાકાર અને અનુવાદક બોરિસ પાસ્તરનાકનું 70 વરસની ઉમરે મેની 30મી એ કેંસરથી મૃત્યુ થયું.રશિયન ભાષાના એ એક સારા કવિ હતા.શેક્સ્પિયર ,ગ્યુએન,અને રિલ્કેના અનુવાદો કી પણ પોતાની ભાષાની એમણે મહાન સેવા કરી છે.સ્વભાવે તે ધર્મ પ્રિય હતા.માતૃ ભૂમિના કુદરતી સૌન્દર્યના પૂજારી હતા.એમની નવલકથા’ડૉ.ઝિવાગો’ ઇટાલીના પ્રકાશક દ્વારા બહાર પડતાં એમાં સામ્યવાદી સમાજ રચના અંગેની ચિકિત્સા હોઈ ભારે ઊહાપોહ જાગ્યો.અને એ પુસ્તક માટે નોબેલ પારિતોષક જાહેર થતાં સામ્યવાદ વિરોધીઓ અને સામ્યવાદીઓ બન્ને પ્રમાણ ભૂલ્યા. વિરોધીઓએ તોલ્સ્તૉયની ‘યુધ્ધ અને શાંતિ’ સાથે એ કથાની તૂલના કરવામાંડી.સામ્યવાદી લેખક મંડળે પાસ્તરનાકને સંઘ બહાર મૂકયા અને ભૂંડી ગાળો ભાંડી.નોબેલ પારિતોષકા આપવાના નિર્ણય પાછળ રશિયાની મહાકાવ્યસમાણી નવલકથાઓની પરંપરાનો અને પ્રકૃતિવિષયક ઊર્મિકવિતાનો ઉલ્લેખ હતો. એકંદરે સત્યમૂલક હતો,કેમકે રશિયાની એ પરંપરા અને એ ઉર્મિકવિતા પાસ્તરનાકની કૃતિમાં અમુક અંશો સજીવન રહ્યાં જણાંતાં હતાં.રશિયા છોડી જવાનું પાસ્તરનાકને સૂચન થયું (સદભાગ્યે,ખ્રુશ્ચોફનીતિને લીધે રશિયામાં હવે શિર તો સલામત છે) પાસ્તારનાક એવા વતન પ્રિય હતા કે એમણે વતનો ખોળો છોડવાનો ઇંકાર કર્યો..નોબેલ પારિતોષિક પણ પોતે લીધું નહિ. આવો બધો અનુભવ એક એકાંતપ્રિય લેખક માતે કેવો રિબાવનારો હશે એની કલ્પનાજ કરવી રહી.પાસ્તરનાક એક ઉતકૃષ્ટ કવિ સાહિત્યકારતો છેજ,અને એમની નવકથાએ જગાવેલ ચર્ચાવંટોળ વચ્ચે એમનું વ્ય્ક્તિત્વ ઘીના દીવા જેવું શાંત ઉજઁમાળું ટમટમતું હતું.એ માણસજાત માટે મોટી પ્રેરણારૂપ હતું.ઇલ્યા એહરન બર્ગે વૃક્ષને ઉદેશીને 1945માં લખેલા કાવ્યનો અનુવાદ આપીને જ પાસ્તરનાકની માણસાઈને યોગ્ય અંજલિ આપવી યોગ્ય છે.

ગરીબડું ઝાકળ રહ્યું ચમકી,
અને ઘાસ સુતું જમીંદોસ્ત ગુલામશું
પર્ણ કરે છાપરે બેઠેલ મીઠે હંસલે
ગોતી લીધાં બ્હોળાં મુલાયમ આસ્માં,
ને તું જ એકાકી ,મહાતરુ ત્યાં રહ્યો
તારેજ સ્થાને ઊધર્વ ઊભો શાંત તું,
યોધ્ધો અડીખમ અડગ એકલ વીરશો.
ટકાવું આ ટેકરી_ એ ફર્જથી ઝીંક ઝીલતો.
અગ્નિવર્ષા તળે તવ અફળાટ ઉર_મળાટશા !
નસે નસે તવ સરી _પ્રજળી રહી રિબામણી !
ને આખરે જયારે કડક કરતો પડયો,
મૃત્યુ તવ એ ભવ્ય मनवनुं શકે.*

8-6-1960

*1945માં રચાયેલા આ કાવ્ય્નો અંગ્રેજી અનુવાદ મેકમિલન પ્રકાશિત ,એ ટ્રેઝરી ઓફ રશિયન વર્સ’(1949)પૃ.227 ઉપર છે.
(હૃદયમાં પડેલી છબીઓ 1_ ઉમાશંકર જોશીના સૌજન્યથી )

Advertisements

Responses

  1. […] https://bazmewafa.wordpress.com/2008/01/28/boris-pasternak_umashnkarjoshi/ […]

  2. […] https://bazmewafa.wordpress.com/2008/01/28/boris-pasternak_umashnkarjoshi/ […]


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: