Posted by: bazmewafa | 01/25/2008

બિસ્મિલ્લાહ- રાજેન્દ્ર શુકલ

bismillah_0099a1.jpg 

(બિસ્મિલ્લાહ-હીર્રહમા_નીર્રહીમ)

અરબી લોબાનની ખુશ્બૂ ફેલાવતી ગુજરાતી ગઝલ

પુર :સંધાન’સાગર’

મીંચીને ચશ્મ ચાલ્યો જા ! ન ડર ! છે દૂર સીધો રાહ !
સનમનાં નામ પર મસ્તાન હલેસું છોડ, બિસ્મિલ્લાહ.
(દીવાને સાગર)

બિસ્મિલ્લાહ- રાજેન્દ્ર શુકલ

અરે આવ્યો અજાયબ મોડ, બિસ્મિલ્લાહ.
 હડી કાઢી હરખ ને દોડ, બિસ્મિલ્લાહ.

તરીકતનું તણખું તોડ , બિસ્મિલ્લાહ.
હકીકતમાં હલેસું છોડ , બિસ્મિલ્લાહ.

નરી આંખે હવે જોવું _ નર્યુ હોવું,
અરીસા ,આયના સૌ તોડ_ બિસ્મિલ્લાહ.

તમે પણ તેજ છો તેની ખબર ઊગો,
હવે તો બસ અંહગ્રહ જોડ, બિસ્મિલ્લાહ.

કદમ એક જ અને આવાસ કાયમનો,
કરી સહુ શૂન્યે શૂન્યે ખોડ , બિસ્મિલ્લાહ.

(‘શહીદે ગઝલ’ તંત્રી:શકીલ કાદરી. સપ્ટેમ્બર-નવેમ્બર-2009ન સૌજન્યથી)

કરું રબનામથી આરંભ જે મોટો ક્રુપાળુ છે.*
નથી જેનીદયાનો પાર ,જે અનહદ દયાળુ છે.
બિસ્મિલ્લાહ…નો પદ્યમય અનુવાદ_દીપક બારડોલીકર

(મથાળે બિસ્મિલ્લાહ…ની તકતી નું કલાત્મક ચિત્રાંકન શ્રી આદિલ મન્સૂરીનું છે)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: