Posted by: bazmewafa | 01/23/2008

દષ્ટિકોણ!_ જય ગજજર, C.M,M.A.

drashti.jpg 

દષ્ટિકોણ-જય ગજજર

મનહર ગમગીન બની હિંચકે બેઠો. એ કંઈ વિચારે ચઢી ગયો. મોના ઘરમાં હતી પણ એને બોલાવવાનું
મન ન થયું. પહેલાં તો એ ફેકટરીએથી આવી હિંચકે બેસતો ત્યારે મોનાને બૂમ પાડી બોલાવતો, “મોના,
આવો મારી પાસે બેસો અને થોડી વાતો કરો.”
આજે એણે બૂમ ના પાડી. એ જાણતો હતો કે બૂમ પાડવાનો કોઈ અર્થ નહોતો. ભાઈના પ્રેમમાં એ ઘણું
બધું અવગણી રહી હતી. અવારનવાર ભાઈના પરિભાષામાં જ એ બોલતી. પહેલાં જેવો પતિપ્રેમ કયાં રહ્યો હતો?
દશ વર્ષ સુધી એણે મોનાને સુખને ટોડલે બેસાડી હતી. પ્રેમના બદલામાં પ્રેમનો સાગર ધરી દીધો હતો.
પરણ્યા પહેલાં મોના ઘણી વાર કહેતી, “મારો બાપ કહે છે કે મનહર તને સુખી નહિ રાખી શકે. રાકેશસાથે પરણી જા. એની પાસે ગાડી છે, બંગલો છે, ફેકટરીનો માલિક છે. એ તને ધનના ઢગલા પર બેસાડશે.
મનહરના બાપ પાસે ઘરનું ઘર નથી,અરે એક સાયકલ પણ નથી. તારે એના ઘેર ગધ્ધા મજૂરી કરવી પડશે.
જરા વિચારીને પગલું ભરજે. યૌવનના ઉન્માદમાં આંધળી બની જીવનને વેડફી ના દેતી.”
બાપના શબ્દોની મોના પર કંઈ અસર ન થઈ. એ તો મનહરના પ્રેમ પાછળ પાગલ હતી. એ કહેતી,”ડેડી, મનહરના પ્રેમ આગળ એ કશું વિસાતમાં નથી. મારા નસીબમાં હશે તો એ મને સુખને ટોડલે બેસાડશે.”
અને બાપની ઉપરવટ જઈ એક દિવસ મંદિરમાં જઈ મનહરને પરણી ગઈ. મનહર મોનાના પ્રેમનાંવખાણ કરતાં થાકતો નહિ.
‘મોના, તું મારા જીવનનું સર્વસ્વ છે, તને હું હંમેશ સુખના સાગરમા ડૂબકીઓ મરાવીશ.’
નસીબે દાદ દીધી. મનહરને પરણી એવામાં મનહરને એક લોટરી લાગી. એકાવન લાખની લોટરીલાગતાં બંને નાચી ઉઠયાં.
‘તારાં પગલાં શુકનિયાળ છે, મોના! તું મારા જીવનમાં આવતાં આપણું નસીબ બદલાઇ ગયું.’
‘સાચે જ એમ માનતા હોવ તો તમારી પસંદગીની એક ફેકટરી ખરીદી લો અને મારો ભાઈ સીએ છે,એને તમારી ફેકટરીમાં મેનેજરની જોબ આપો.’
મનહરે પત્નીને ખુશ રાખવા એના બાવીસ વર્ષના ભાઈને એને ત્યાં જોબ આપી.
દશ વર્ષ બંને સુખસાગરની હેલીમાં નાચતાં રહ્યાં. પથિકે ફેકટરીનો બધો જ ભાર ઉપાડી લઈ બંનેનો વિશ્વાસ સંપાદન કરી સાચા સજનની આત્મીયતાનો અનુભવ કરાવ્યો.
પણ દશમા વર્ષે આજ એકાએક એ સુખ છીનવાઇ ગયું હતું. પથિકે એક લાલચુ બેંક મેનેજર સાથે ભળી બધું બેંક બેલેન્સ એના પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી એની ઉચાપત કરી રાતોરાત એ અમેરિકા ભાગી ગયો હતો. ચાર દિવસ એણે મુંબઈ એના મિત્રના લગ્નમાં જવા રજા લીધી હતી એટલે એના કારસ્તાનનીએને ગંધ પણ ન આવી. આજે એક ચેક લખી બેંકમાં પૈસા લેવા ગયો ત્યારે મેનેજરે એના ખાતામાં કંઈ બેલેન્સ ન હોવાના સમાચાર આપ્યા ત્યારે મનહરને એ બધી ખબર પડી ત્યારે ઇટ વૉઝ ટુ લેઇટ!
મોનાને એની વાત કરતાં એ અચકાતો હતો. ભાઈ પાછળ ઘેલી બનેલી મોના એ હકીકત માનવાની જ નહિ એમ વિચારતો હિંચકા પર શાંત બેસી રહ્યો.
મનહરને હતાશ થઈ હિંચકા પર બેઠેલો જોઈ મોનાએ નવાઈ પામી પૂછયું, “આજ મને બૂમ કેમ ના પાડી?
કેમ આમ વિલાયેલા મોઢે અહીં બેઠા છો?”
‘હું તને સાચી હકીકતની જાણ કરીશ તો તું એ માનીશ ખરી? ‘
‘એવી તો શી વાત છે કંઈ કહો તો ખબર પડે ને!’ મોનાએ આશ્ચર્ય સહ પૂછયું.
‘તારો ભાઈ અમેરિકા પહોંચી ગયો એન વાત તું માનીશ?’
‘હવે તો મજાક કરવાની ટેવ છોડો. આ ઉમરે શું મજાક કરો છો?’
‘મજાક નથી હકીકત છે. બધું સાફ કરી ગયો. આપણે રસ્તા પર રઝળતા થઈ ગયા… ‘
મોના આશ્ચર્ય પામી ઘડી ભર તો મનહર સામે તાકી રહી. પણ એના સ્વભાવ પ્રમાણે સહજભાવે એ
બોલી, ‘એનો અફસોસ કરવાનો હવે કોઈ અર્થ નથી. અમેરિકા જવાની વર્ષોની એની ધૂન હતી. એ છેવટે એણે આપણા પર એનો દાવ અજમાવી પૂરી કરી. સગા ભાઈનો પણ વિશ્વસ ન કરાય એ એણે પૂરવાર કર્યું.
હાથનાં કર્યાં હૈયે વાગ્યાં. ભગવાન એને સદબુધ્ધિ આપે એમ વિચારી મન વાળવાનું. હાથમાંથી કોઇ લઈ જશે,પણ નસીબમાંથી કોઈ લઈ જવાનું નથી. જાગ્યા ત્યાંથી સવાર!” દરેક બાબતમાં સારા પાસાનો વિચાર કરવાની એની.ટેવ પ્રમાણે મોના બોલી. મોનાના એ મોટા ગુણના મનહર હંમેશ વખાણ કરતો. આજે એને એનો એ ગુણ ગમતાં એ બોલ્યો, ‘તારા આ દષ્ટિકોણ પર ફિદા છું, મોના! સૌ કોઈએ જીવનમાં સુખી થવાનો આ જ એક ઉત્તમ માર્ગ છે એ સમજવું જોઈઅ!’
આજે પહેલ વહેલાં મોનાની એ વિચારદષ્ટિ એક રીતે મનહરને સ્પર્શી ગઈ. એણે અફસોસ છોડી જીવનને નવો વળાંક આપવા વિચાર્યું. એણે પથિક સામે કે પેલા મેનેજર સામે કેસ કરવાનું માંડી વાળ્યું. તાત્કાલિક બંગલો વેચી બંને વતનના નાના ઘરમાં રહેવા ગયાં. મોનાએ ગામડાની અભણ સ્ત્રીઓને અક્ષરજ્ઞાન આપવાની પ્રવૃત્તિમાં મન પરોવ્યું. મનહરે વૃધ્ધાશ્રમમાં નોકરી સ્વીકારી સમાજસેવાનું કામ આરંભ્યું. બંનેને એનવાજીવનનો અનેરો આનંદ હતો.
એવામાં અમદાવાદમાં ધરતીકંપના આંચકામાં એમણે જે બંગલો વેચ્યો હતો તે જમીનદોસ્ત થયાનાઅને એમાં રહેતા સાતે જણ ભોગ બન્યાના છાપાના સમાચારે મનહરે જબરો આઘાત અનુભવ્યો. એ વખતે મોનાએ આશ્વાસન આપતાં કહ્યું, “ઈશ્વરની લીલા અપાર છે. આપણા નસીબમાં લાંબું જીવવાનું લખ્યું હશે તે ઈશ્વરે બંગલો વેચી દેવાની આપને સદબુધ્ધિ આપી.”
“મોના, લાંબુ જીવવાનું અને સાથે સમાજસેવાની આ અમૂલ્ય તક આપવાનું લખ્યું હશે એમ કેમ નથી કહેતાં?” અને ઉમેર્યું, “આપણે આપણા સત્કાર્ય માટે બહુ લાંબું જીવવાનાં છીએ. એ માટે તારા ભાઈ પથિકનો આભાર માન!” કહેતાં મનહરે મોનાને બાથમાં લઈ નવાજીવનનો આનંદ વ્યકત કર્યો.
એજ વખતે એની નજર સવારના છાપા પર પડી. એણે છાપું ઉપાડયું તો પહેલા જ પાને હેડલાઈનમાં સમાચાર હતા, “બે વર્ષના કેસને અંતે ભારતીય નાગરિક પથિકને અમેરિકામાં ગેરકાયદે ઘૂસવાના આરોપસર એને આજીવન જેલની સજા!” એ વાંચી મનહરને પળ ભરતો પથિકને બચાવી લઈ દેશમાં પાછા લાવવાનો વિચાર સ્ફૂર્યો પણ આજ એની પાસે એવા પૈસા નહોતા એટલે એ વિચારને સદા માટે દાબી દઈ એક સ્વજન ગુમાવ્યાનો વિલાપ કરવા લાગ્યો.
મોના એને આશ્વાસન આપતી બબડી, “જેવાં જે કર્મ કરે છે તેનાં ફળ તેણે વહેલા મોડા ભોગવવાનાં હોય છે! કુદરત કોઈને છોડતી નથી! ચાલો હવે એને કાયમ માટે નાહી નાખો”

Jay Gajjar,P.O.Box2096, square one .PO Mississauga, Ontario Canada 15B 3C6
Tel. (905)712-1130 Email;gajjar@mail.com

શ્રી જય ગજ્જરનાં પરિચયમાટે નીચેનું URL કલીક કરવા વિનંતી છે.
https://bazmewafa.wordpress.com/2007/04/14/jaygajjar/


Responses

  1. બહુ જ સરસ વાર્તા. સમ્રુધ્ધી અને ઝાકઝમાળની પછળ દોડતા લોકોને જીવનનો સાચો અભીગમ બતાવી જાય છે. પોચટ લાગણીઓને ગલગલીયાં કરાવતી રચના કરતાં આવી પ્રેરક વાતો સમાજને સાચા રસ્તે દોરી જશે.

  2. good

  3. Sunder Varta aakhi vaanchi…karma koine chhodta nathi..yahta mati tahta gati…ej pragati..progress..
    Jay gajjar ne Congratulation..Wafa ne pan…halma ja Blackburn Vatan Prem Lunching Mushairama..Jay Gajjar no patra Imtiaz Patel..vanchta hata…


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: