Posted by: bazmewafa | 12/03/2007

ફૂલ ધરીદો એક બીજાને __મુસાફિર પાલનપુરી.

spiderflower.jpg

rose-varieties.jpg

flowers.jpg

 cecilia.jpg

ફૂલ ધરીદો એક બીજાને __મુસાફિર પાલનપુરી.

ઘર જલે

ઈંન્સાં મરે

ખું ભી હો સચ્ચાઈકા

કયા કિયા તૂને મગર??

તૂ ભી મુજરિમ હી તો હૈ ! ! !

‘કોન કર સકતા હૈ તકસીમ અદબ કી જાગીર !

સાથીઓ ,હાથ મિલાઓ હૈ હમ આજ ભી એક.’

‘હો ચૂકે હૈં બહુત ઝુલ્મ અય દોસ્તો !

દૂર અબતો દિલોં સે બગાવત કરેં.

ભૂલ કર સારે બીતે હુવે મરહલે,

આઓ એક દુસરેસે મહોબ્બત કરેં.

__મુસાફિર પાલનપુરી.

તરણું

ચાંચમાં લઈ

લીલું છમ તરણું

એક કબૂતર જીવે છે.

સાવ નથી નિશ્ચેત ભાષા

ઢાઈ અક્ષર જીવે છે.

_ ‘અદમ’ટંકારવી.

*****
ચાહતે હૈં કિ હર ઝર્રા

શગૂફા બન જાયે.

ઓર ખુદ દિલમેં તો એક

ખાર લિયે બૈઠે હૈં.

_ મજાઝ લખનવી.

આગ નથી લાગી પાણીમાં
ટહુકા કૈંક તરે વાણીમાં
હજી હસે છે માણસ
એના સ્મિતની સાથે સ્મિત કરો
તો ભલે જરા મોડો તો મોડો થોડો પ્રેમ કરોતો
હજી સમય છે.
__ શ્રી જયંત પાઠક

અજવાળું હોલવાઇ રહ્યું છે_ આદિલ મન્સૂરી

તમે બેસી રહ્યાં છો દ્વાર ભીડી ,
ગલીમાં લોહી રેડાય રહ્યું છે.

તમે અટકાવ્યું જેને હોઠ પાછળ,
 હવે હાથોથી કહેવાય રહ્યું છે.

તમે શબ્દોથી જેને દૂર રાખ્યું,
હવે આંખોથી છલકાઈ રહ્યું છે.

તમે તળિયે મૂકી આવ્યા’તા જેને,
એ પરપોટામાં ડોકાઈ રહ્યું છે.

તમે જેને શિખરનું મૌન સમજ્યા
તળેટીમાં તે પડઘાઈ રહ્યું છે.

તમે સૂરજનો રથ રોક્યો હતો પણ,
 જુઓ અજવાળું ફેલાઈ રહ્યું છે.

રેલો રુધિરનો_ ભગવતીકુમાર શર્મા

મીરાનો જે મુલક છે ;મુલક છે એ જ મીર નો.
ગાલિબની ભૂમિ, દેશ છે,એક જ કબીરનો.

રંગો અલગ અલગ છતાં આત્મા તો એક છે,
ભગવો હો સાધુનો કે લીલો ફકીરનો.

હિંદુનું લોહી હો કે મુસલમાનનું અહીં
રંગ તો લાલ હોય છે રેલો રુધિરનો.

મીરાં કબીર એક પરમ તત્વનાં પ્રતિક
ચાદર સફેદ ;રંગ છે કાળો મલીરનો.

મંદિરની હો ધજા કે કોઇ પીરનું નિશાન ક
ક્યાં અંતરાય હોય છે વહેતા સમીરનો.

કાબા ને ક્હાનમાં !_ મુસાફિર પલનપુરી

ઘોળ્યું જો પ્રેમ તત્વ અમે દરમિયાનમાં
ના આરતીમાં ભેદ રહ્યો ના અજાનમાં.

વાસો છે એક માત્ર પરમ તત્વનો બધે
સૂફીની બારગાહ કે સંતોના ધ્યાનમાં.

એકત્વ કેરી ભાવના વિકસાવી જયારથી
વેદોમાં જે વરસ્યું , એ જોયું કુરાનમાં.

માને જે ભિન્ન ૐને અલ્લાહનું સ્વરૂપ,
ખામી છે એની દ્રષ્ટિમાં નિતિમાં જ્ઞાનમાં.

આરંભ સૌનો ધૂળ છે ને ધૂળ અંત પણ
મૂરખ છે એ ગણે છે નિજને મહાનમાં.

ઝાંખી છે એની સામે કુબેરોની સાહ્યબી,
આપ્યું છે પ્રેમ તત્વ જે દાતાએ દાનમાં.

સબંધ બેઉ વચ્ચે મુસાફિર છે કંઈ જરૂર,
જોયો છે એક રંગ મેં કાબા ને ક્હાનમાં

કાબામાં સ્વર્ગથી ઉતરેલ પત્થરનો રંગ પણ શ્યામ છે,અને ક્હાનનો રંગ પણ શ્યામ_વફા

શહેરમાં_ અમૃત ઘાયલ

ઝઘડે છે લોક અંદરો અંદર શહેરમાં
ઊછળી રહ્યા છે પાયાના પથ્થર શહેરમાં.

ખૂન્નસ ફરેછે લઈ અને ખંજર શહેરમાં,
છલકી રહ્યાં છે રકતના સરોવર શહેરમાં.

આ તો શહેર છે કે ભલા યાદવા સ્થળી ?
અન્યોન્ય હણવા હાથ છે તત્પર શહેરમાં.

કયારે ન જાણે આપણે નજદીક આવશું
વધતાં જ જાય છે સતત અંતર શહેરમાં.

ખુશ્બો સમગ્ર શહેરની હિંસા ગળી ગઈ,
ઇંસાનિયતનું કયાં હવે અત્તર શહેરમાં !

બેમાંથી એક હોય તો ન હોય આ દશા,
અલ્લાહ પણ નથી ,નથી ઇશ્વર શહેરમાં.

’ઘાયલ’ આ ભીંસમાંથી ઊગરવાની આશ કયાં?
બેઠો છે ભરડો લઈ અને અજગર શહેરમાં.
  _ અમૃત ઘાયલ
*************************************

હાજરી છે એમની તોયે કરી તેં આ દશા’વફા’?
છે ખુદા મોજુદ અહીંયા ને ભલા ઇશ્વર શહેરમાં
વફા

(‘ફૂલ ધરીદો એક બીજાને’ ના સૌજન્ય થી સાભર )


Responses

 1. સરસ સંગ્રહ
  ઘાયલની ગઝલમાં ‘મલીર’ એટલે?

 2. ચાદર સફેદ ;રંગ છે કાળો મલીરનો.
  એ મિસરો શ્રી ભગવતી કુમાર શર્માની ગઝલનો છે

  મલીર=કાઠિયાણીનું ઝીણાપોતનું અને રંગનુંઓઢણું.
  ઓઢું જો કાળો કમળો દૂજો રંગ ન લાગે કોઇ_મીરાં

 3. એકમ્યભાવ ની સુંદર રચનાઓ માટે આભાર.

  જય ગુર્જરી,
  ચેતન ફ્રેમવાલા


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: