Posted by: bazmewafa | 11/28/2007

મુશાયરામાં સૈફ છેલ્લીવાર_શેખાદમ આબુવાલા

 

 

saifpalanpuri 

મુશાયરામાં સૈફ છેલ્લીવાર_શેખાદમ આબુવાલા

સૈફુદ્દીન ખારાવાલા ને હું,એમ તો છેલ્લા ત્રણથી પણ વધુ દશકાથી ઓળખતો હતો.હા,આ વ્યાકરણમાં આવતા ક્રિયાપદમાં જ તો ટ્રેજડીનો અણસાર છે.ઓળખુંછુંલખી શક્યો હોત ,તો મને જ નહિ પણ ઘણા બધાને ગમત.. પણ મજબૂરી વ્યાકરણ પણ બદલીનાંખે છે.ક્રિયાપદો પણ…
  તે વખતે સૈફુદ્દીનનાં મિત્રોમાં માત્ર શાયરો નોતા. કલા અને સાહિત્ય સાથે કશી નિસ્બત ન ધરાવતા માણસો પણ હતા.વેપારીઓ,હરવાફરવાના તેમ જ રમવાજમવાના શોખીનો પણ …. સૈફુદ્દીન ભીંડી બજારમાં આવેલી કાપડની એક દુકાનમાં બેસતો, અને તાકા માપતો અને ફાડતો અને વેચતો. સૈફુદ્દીનનું કુટુંબ મૂળ પાલનપુરનું અને પાલનપુર એટલે……. પાલનપુર પરથી ધોળે દહાડે કોઈ વિમાન પસાર થાય તો વિમાનનો પડછાયો કોઈ શાયર પર ન પડ્યો હોય તો જગતની આઠમી અજાયબી કહેવાય
એ જ કારણ હતું કે સૈફુદ્દીન ખારાવાલા પણ એ પડછાયાથી બચી ન શકયો.
સૈફ માટે કોઇ મુશ્કેલ કામ નો’તું.તખલ્લુસ તો નામમાં જ ગોપિત હતું.સૈફ એટલે તરવાર,તલવાર
નામનો અર્થ થતો.ધર્મની તલવાર..
  પણ ધર્મને એ માણસે તલવારથી દૂર રાખ્યો.અથવા બીજી રીતે કહીએ તો ,તલવારને એણે મઝહબથી દૂર રાખી.સૈફે શેર અને નઝમના જગતમાં ફૂલો ખીલવ્યાં. અને પત્રકારત્વની દુનિયામાં એણે વતનથી બિસ્મિલ્લાહ બોલી.. મુસ્લિમ સમાજ અને રાજકરણને સ્પર્શતા એ સાપ્તાહિકમાં ચાર કોલમો નિયમિત ચાલતી હતી.તલવરનો ભાસ થાય એ રીતે,પણ એ ચારે કલમ સ્વામીઓ અંગત જીવનમાં સહેજ સરખા પણ કોમવાદી નોતા.એક તો અમીરી અને બીજા અમીન આઝાદ,યાવર અલી સૈયદ,અને સૈફ પાલનપુરી.પછી તો અમીરીએ સ્ત્રીઓ માટેનું સાપ્તાહિક શરૂ કર્યું.,’બેગમ’…. ‘વતનઅને બેગમધૂમ ચાલવા લાગ્યાં.અને તે જમાનામાં સૈફ અને અમીરીનો ઠાઠ પણ , બદરી કાચવાલા ઓછા નોતા.સૈફ કયારેક તો પોતાની ટેકસીને અડતાલીસ કલાક વેઇટીંગમાં રાખતોસૈફે પદ્ય કરતાં ગદ્ય વધું લખ્યું છે_કોલમો અને ચાલુ વાર્તાઓ…. ‘વતન, અને બેગમની જેમ મુશાયરો પણ ધામધૂમ સાથે આખી બોમ્બે પ્રેસિડંસીમાં પોતાનો ડંકો વગાડી રહ્યો હતો.તે વખતે શયદા જેવા ગઝલ સમ્રાટ હતા,બેકાર જેવા હઝલ સમ્રાટહતા._સીરતી,શેખચલ્લી,આસી,અનિલ,મરીઝ,નઝીર,હરીન્દ્ર દવે,મહેન્દ્ર અચલ,શૂન્ય,ઘાયલ,ઓજસ(પાલનપુરી),અમીન આઝાદ,હબીબ,યુસુફ બુકવાલા,આસિમ રાંદેરી,……એમ ગણ્યા ગણાય નહિ એટલા શાયરો હતા.તેમાં હું પણ શામેલ હતો.જમિયત,ડાયર,મામા,અને સાબિર જોડેસૈફની શાયરીનો એ આરંભ કાળ હતો..એની નઝ્મો માટે મુશાયરાઓમાં સારી એવી માંગ રહેતી.
 

અમે મોટાભાગે દરેક મુશાયરામાં ભેગા થઇ જતા.પછીતો વાડાબંધીએ ડોક ઉંચકી.અને વાડાઓ વધવા માંડે તે પહેલાં હું દેશ છોડી પરદેશ ચાલ્યો ગયો.જ્યારે દેશના આંટા મારતો ત્યારે અમે મળતા.જોકે દોસ્તોનાં દાયરામાં પણ અણધારી અને અણગમતી લકીરો ખેંચાઈ ગઈ હતી.રસ્તા જુદા પડ્યા હતા.દોસ્તો મળતા પણ ,સાહિરના પેલા મુકતકમાં આવતી વાતની જેમ


 ,
તેરા મિલના ખુશીકી બાત સહી
તુજસે મિલકર ઉદાસ રહતા હું.
 

  

બેગમબંધ થઇ ગયું. વતનમાં સૈફનું નામ જ રહી ગયું હતું. મુશાયરા ચાલતા હતા(અને ચાલતા નોતા તો ચલાવવામાં આવતા હતા)
  સૈફનો મિજાઝ તો હતો તે જ રહ્યો.પણ લક્ષમીનો છણકો સહેજ ઓછો થઇ ગયો હતો.સૈફનો મિજઝ તોયે લક્ષમીની બેવફાઈ ઉપર માતમ કરતો નોતો.
  સૈફના શોખોય પાછા રજવાડી હતા.એ ડિલનો જેવો ભરપૂર હતો તેવોજ દિલનો પણ હતો.રંગો અને ફૂલો એને ગમતાં હતાં,હુક્કો ગગડાવતો નોતો એટલુંજ
  પછીતો માલિકના નસીબમાં નોકરીનો વખત આવ્યો. અમારો સબંધ એવો હતો કે એ મને જેટલી ગઝલો સંભળાવતો એટલીવાર હું એને હસાવતો, દાદ આપતો એ જુદી. પછીતો હું એને એક શરત કરીનેજે મળતો, એક પણ શેર સંભળાવવો નહિ…’ઓકેએ કહેતો, ‘એક પણ શેર સંભળાવું નહિ….’ પણ સૈફને શેર સાંભળવા કરતાં સંભળાવવામાં વધુ ફાવટ હતી.એ શરતનાં ભુક્કેભુક્કા બોલાવી સિફત પૂર્વક કેટલીક ગઝલો મને સંભળાવીનેજ જંપતો.

  છેલ્લી મુલાકાતમાં સૈફને પોતાની ગઝલ નો એક પણ શેર સંભળાવવાની તક મળી નહિ.આ વખતે ઊલટું થયું.અમારા બેઉના યજમાનનો આગ્રહ હતો કે હુંજ સંભળાવું.
રાજકોટમાં અમે છેલ્લો મુશાયરો કર્યો…. તે અદભૂત મુશાયરામાં રાજેન્દ્ર શુકલે કહ્યું , ‘અઢાર વરસે હું રાજકોટમાં કવિતા સંભળાવી રહ્યો છું’. ત્યારે સૈફ પાલનપુરીએ કહ્યું, ‘હું તો આ પહેલી વાર રાજકોટ (મુશાયરામાં) આવ્યો છું,..અને કદાચ છેલ્લી વાર પણ…’
  સૈફ બોલ્યો હતો મજાકમાં કે, મારી કવિતા સાંભળ્યા પછી તમે મને ફરી બોલાવે નહીં
….
  પણ મલેકુલમૌત(યમરાજે) સૈફના એ શબ્દનો ખોટો અર્થ ઘટાવ્યો.

જ.સૈફ પાલનપુરીની એક વેદનાના તારને ઝણઝણાવતી ગઝલ_વફા 

ુદાની બાતમી   

ઊર્મિની એક ઝુંપડી દિલમાં બળી હતી
તે દિવસે ચારેકોર અજબ રોશની હતી.  

હું તો વિચારતો રહ્યો ખૂણે ઊભો રહી
મારી નજીકથી જે ગઈ, જિંદગી હતી.  

ત્યાં સૌ અજાણ થઈ મને જોતા રહ્ય હતા
પાછો ફર્યો હું જયાંથી એ તારી ગલી હતી.  

મારા વિચાર સાથે હું સંમત થયો હતો
મારામાં તે જ દિવસે મારી કમી હતી.  

હું મારા ઘરમાં એની જગા ના કરી શક્યો
જીવનમાં એક ચીજ મને પણ મળી હતી.  

ભૂંસી શકાય એટલી ફૂરસત મળીજ કયાં
રેખાઓ હાથની બહુ પાતળી હતી.  

એની જવાની બાદ કોઇ માવજત ન થઇ
દિલમાં અનેક લાગણીઓ કાયમી હતી.  

ખંડેર પણ નથી કે નિશાની મળી શકે
ઊર્મિઓ માર મન મહીં શું ભલભલી હતી.  

બસ એજ કારણે બહુ શરમાઈ હું ગયો
ડૂબી જવાને માટે ફકત વાટકી હતી.  

બે_ચાર શ્વાસ લઈને જે બાળક મરી ગયું
એની કને ખુદાની કોઇ બાતમી હતી.  

જોતાની સાથ લોક તરત ઓળખી ગયા
મુજથી વધુ સફર મારી દીવાનગી હતી.  

સૈફઆપ તો જીવી ગયા ઘણું
બાકી અમે તો આપની ઘડીઓ ગણી હતી.  


Responses

 1. sundar gazal. maktaano sher shirmor laagyo

  આ ‘સૈફ’ આપ તો જીવી ગયા ઘણું
  બાકી અમે તો આપની ઘડીઓ ગણે હતી.

 2. વફાસાહેબ,
  સૈફભાઈની ગઝલ અને આપનાં પ્રસંગો અમારી સાથે ફાળવવા માટે ખુબ આભાર.

  જય ગુર્જરી,
  ચેતન ફ્રેમવાલા

 3. Dear Wafabhai,

  Thank you for sharing your memories with us. The following lines are profound and describe everyone’s life in this world!!

  હું તો વિચારતો રહ્યો –ખૂણે ઊભો રહી
  મારી નજીકથી જે ગઈ, જિંદગી હતી.

  ત્યાં સૌ અજાણ થઈ મને જોતા રહ્ય હતા
  પાછો ફર્યો હું જયાંથી એ તારી ગલી હતી.

  Very moving and touching gazal !! Saif Palanpuri, in deed will live much longer through his poetry than his physical body! Thank you again,

  Dinesh O. Shah

 4. “તેરા મિલના ખુશીકી બાત સહી
  તુજસે મિલકર ઉદાસ રહતા હું. ”

  awesome………

  હું તો વિચારતો રહ્યો –ખૂણે ઊભો રહી
  મારી નજીકથી જે ગઈ, જિંદગી હતી.

  ભૂંસી શકાય એટલી ફૂરસત મળીજ કયાં
  રેખાઓ હાથની બહુ પાતળી હતી.

  બે_ચાર શ્વાસ લઈને જે બાળક મરી ગયું
  એની કને ખુદાની કોઇ બાતમી હતી.

  Thank you for sharing with us….

 5. બે_ચાર શ્વાસ લઈને જે બાળક મરી ગયું
  એની કને ખુદાની કોઇ બાતમી હતી.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: