Posted by: bazmewafa | 11/26/2007

તરસની ખૂશ્બૂ_શકીલ કાદરી

thurstflavour.jpg 

તરસની ખૂશ્બૂ

હોઠ સૂકાય તો આવે છે તરસની ખૂશ્બૂ.
રાતરાણીમાં ખરે છે દિવસની ખૂશ્બૂ.

આ સમયની કડવાશને બધી થૂકી નાંખી,
સાચવી રાખજે વિતેલા વરસની ખૂશ્બૂ.

કેફ આંખોમાં હજી એનો મને લાગેછે,
ખ્વાબની સાથે હતી એવી તમસની ખૂશ્બૂ.

શ્વાસ મહેકાવી દે પ્રાણોને ધબકતા રાખે,
રક્ત મહેસુસ કરે દેહમાં નસની ખૂશ્બૂ.

એનાં ઠળિયા હજી ફેલાવે છે શ્રધ્ધાની સુવાસ,
બોરમાં છે હજી શબરીની જણસની ખૂશ્બૂ.

શક્ય કયાં છે એ ગુલામીની દીવાલો તોડે,
જે પરીંદાને ગમી જાય કફસની ખૂશ્બૂ.

મોગરો,ચંપો,ચમેલી,જુઇ ડમરો ને ગુલાબ
માનવીમાં છે બધાં ફૂલ ને રસની ખૂશ્બૂ.

શૂન્યમાં સાર આસૃષ્ટિનો રહ્યોછે તેથી,
એક જો એમાં ભળી આવે દસની ખૂશ્બૂ.

આ ગઝલ એતલા માટે લખી છે શકીલ,
ઓળખે આખું જગત પ્રેમના રસની ખૂશ્બૂ.
(‘શહીદે ગઝલ’ સપ્ટેમ્બર_નવેમ્બર2007)

 

’શહીદે ગઝલ’ _સંપાદક: શકીલ કાદરી

ગઝલની સાચી વિભાવનાને વરેલું ત્રૈમાસિક
લવાજમ: દેશમાં રૂ.200.00, પરદેશમાં રૂ.600.00 શુભેચ્છક લવાજમ રૂ.2000.00
લવાજમ મોકલવાનું અને પત્ર વ્યહવારનું સરનામું: મોહંમદ શકીલ એ.કાદરી
ડી/114 મધુરમ સોસાયટી,તાંદલજા રોડ
વડોદરા :390012 (મો.989834889)

Advertisements

Responses

  1. કેફ આંખોમાં હજી એનો મને લાગેછે,
    ખ્વાબની સાથે હતી એવી તમસની ખૂશ્બૂ.

    એનાં ઠળિયા હજી ફેલાવે છે શ્રધ્ધાની સુવાસ,
    બોરમાં છે હજી શબરીની જણસની ખૂશ્બૂ.

    આ બન્ને શેર ખુબ ગમ્યાં…

    જય ગુર્જરી,
    ચેતન ફ્રેમવાલા


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: