Posted by: bazmewafa | 10/06/2007

ગઝલ ને ગઝલ રહેવાદો._વફા

ગઝલ ને ગઝલ રહેવાદો._વફા

ગઝલ_ અમૃત ઘાયલ

ગઝલ શાસ્ત્ર સમજવા માટે છંદની સમજણ પર્યાપ્ત નથી.હજી ફારસી અરબીગઝલના અલકારો વિષે પ્રકાશ પાડવા કોઇએ પ્રયાસ કર્યો નથી.આપણી પાંસે સમસ્ત ;અરૂઝ; પર સંક્ષેપમા પ્રકાશ પાડે શકે તેવી શક્તિ ભાઇ ‘શૂન્ય’ પાલનપુરીમાં છે.મેં અનેક વખત એમને ગુજરાતીમા અરૂઝ આપવા વિનંતી કરી છે. કારણકે તે એમાટે અધિકારી છે.મેં નિર્ધાર કરેલો, પણ તુ જાણે છે તેમ બિમારી આવી પડી.મને બધી રીતે અશક્ત કરી મૂક્યો, એટલે એ કામ રહી ગયું.પણ આ કામમા અરબી ફારસી અને ઉર્દુ જાણતા અધિકારીનું છે.જો આ કામ થાય તો તે નવ્ય ગઝલકારોને ઉપકારક નીવડે,અને ગઝલ ક્ષેત્રે પ્રવર્તતી ઘણી ગેરસમજ દૂર થાય. શ્રધ્ધા છે કે કોઇ માઇનો લાલ જરૂર જાગશે.(‘આઠો જામ ખુમારી’ માંથી સભાર.)

નોંધ: જનાબ ‘ઝાર’ રાંદેરી અરબી,ફારસી,ઉર્દુ,ગુજરાતી ના જાણકાર હોય  એમણે પ્રથમિક તબક્કાનું કામ ‘શાઈરી’1-2 મા કર્યું છે. જ.શકીલ કાદરી એ અધુરું કામ ‘કાફિયા શાસ્ત્ર’ .અરૂઝ’સત્ય અને ભ્રમાણા.તેમજ ‘ગઝલનું છંદ શાસ્ત્ર ‘ વિ.અને હાલ ‘શહીદે ગઝલ’ત્રૈમાસિક સામયિક કાઢી પૂરું કરવાનો સંતિષ્ઠ પ્રયાસ કરી રહ્યા છે.

ગઝલ_દીપક બારડોલીકર

ગઝલથી મને મહોબ્બત છે. 1950ની આસપાસ એનો હાથ ઝાલ્યો હતો.આજેય એ સબંધ અકબંધ છે. બજારુ વહેવાર ,જે કેટલાક શાયરો કરે છે,હું કરતો નથી.પ્રેમ એટલે પ્રેમ, અને ગઝલનું ખેડાણ એના નિયમોની અદબ જાળવીને કરતો રહ્યો છું.રિવાયતને ય ખુશ રાખી છે. ,તો આધુનિકતાને ય પંપાળી છે. હું જાણું છું કે ‘તગઝ્ઝુલ ‘ એ ગઝલનો પ્રાણ છે.એની,ગઝલના નિયમોની અવગણના કરે ને લખાતી કોઇ પણ કૃતિ ગઝલ હોઇ શકતી નથી.ગુજરાતમાં એવા કરતબો થતા રહે છે.કેટલાક શાયરો સોનેટ ગઝલ ,હાઇકુ ગઝલ જેવું લખી નાંખે છે અને જાણે સુપર તોપ ન ફોડી નાંખી હોય એમ એંઠતા ફરે છે. એનાથી ગઝલ સાહિત્યને કશો લાભ થઇ શકતો નથી.અલબત્ત નવોદિત ગુમરાહ જરૂર થઇ શકે છે.’
(‘કુલ્લિયાતે દીપક’ _ દીપક બારડોલીકરના તાજેતરમાં પ્રકટ થયેલા સમગ્ર કાવ્ય સર્જનના ચયનમાંથી સાભાર.)

ગઝલ _ રતિલાલ અનિલ

ગઝલ અનેક કાવ્ય પ્રકારોમાંનો એક સ્વરૂપે નાનકડો કાવ્ય પ્રકાર છે.મહાકાવ્યો અને ખંડ કાવ્યોની ગુંજજાઈશ આપણે જાણીએ છીએં.ગઝલનો એક ઉર્મિકાવ્યનો અરે ઘણી વાર તો એક શેરનોજ હોય છે.એ એની માત્રા મર્યાદા નથી,યોગ્યતા પણ છે.એની વિશિષ્તા ભલે જળવાય,બધું એક રૂપ કરીને અધ્યાત્મક કયાંક પહોંચતું હશે.અરે સાવ અરૂપ કરવું પડતું હશે.પણ અહીં રૂપો છે.એનું રમણીય વૈવિધ્ય તો માણવા જેવું છે.સૂર્યને કોડિયે પૂરવા કરતા કોડિયે તેલ પુરાઇ એજ માણસ તરીકે મને તો ગમે.હૈયે સભર સંવેદન હોયતો આજનો યુગ તો કબીર અને અખાને જન્મ આપે એવો છે.કવિ કાલિદાસને નહીં.કબીરનાં ભજનોને મંદાક્રાંતા છંદના સ્વભાવના કરવાથી કબીર રહેશે ખરા?
(‘છીપનો ચહેરો’.માંથી સાભાર)

Advertisements

Responses

  1. Thanks for guiding us ………

    and yeees, for ‘Raajghaat’, too

    it’s from ‘shabdashah’

    ‘shabdastha’ is my another blog ! !


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: