Posted by: bazmewafa | 08/19/2007

રણકો અને ટંકારના કવિ _ અદમ ટંકારવી

adam.jpg 

રણકો અને ટંકારના કવિ_ અદમ ટંકારવી

 

 

નામ : આદમ મૂસા ઘોડીવાલા
ઉપનામ : અદમ ટંકારવી
જન્મસ્થળ: ટંકારીઆ,તા.જિ.ભરૂચ
અભ્યાસ: પી.એચ.ડી. વ્યવસાય :શિક્ષક
શોખ: લેખન,વાંચન
પ્રકાશનો: સબંધ,નખશિખ(સંપાદન),ગઝલોની ચોપડી ,ગુજરાતી ગઝલ બ્રિટિશ યુનિવર્સિટિમાં એક વર્ષ,એમ.એમ.પટેલ,સાહિત્યનું અધ્યાપન.
અન્ય પ્રવૃત્તિ: બ્રિટનની શિક્ષણ પ્રથાનો અભ્યાસ,સમાજના પ્રવાહોનો અભ્યાસ.
વલ્લભવિદ્યાનગર(જિ.આણંદ)માં બાવીસ વર્ષ સુધી ઈંગલીશ લેંગ્વેજ ટીચીંગના નિષ્ણાત પ્રોફેસર તરીકે સેવા કરતા રહ્યા. 1991માં રાજીનામું આપી ઈંગ્લેંડ ગયા.પૂરા ધાર્મિક ,ઓછી જરુરિયાતો,ઓછી પરોજણમાં માનાનારા ઓલિયા ફકીર ,પૂરા તાત્વિક અને ચિંતનના જીવ.સુફીવાદની વિચાર સરણી ધરાવનાર.,સાદી સરળ અને સહજ સફાઈદાર અભિવ્યક્તિમાં માનનારા આ ગઝલકારની ગઝલોનું ઊંડાણ અને સંકુલ અર્થ જગત અચરજ પમાડે તેવું છે.
એમની ગઝલોની ચોપડીને જયંત પાઠક પૂરસ્કાર અકાદમીનું બીજું ઈનામ તથા પરિષદનું દિલીપ મહેતા ગઝલ પારિતોષકમળ્યાં છે. બાટલી ખાતે ગુજરાતી રાઈટરસ કલબે પણ એમને સનમાન્યાછે.
હાલનું સરનામું:
 Mr.Adam Tankarvi
200 Halliwell road
Bolton Lancashire
BL
1 3QJ
U.K.
( ગુજ LISH ગઝલો_બ્રિટનનાં ગુજરાતી કવિઓનો સંગ્રહ ના સૌજન્યથી સં:મસ્તમંગેરા,’જિગરટંકારવી આવાઝ પ્રકાશન)
અદમસાહેબ સાથેનો પરિચય જ.યાકુબભાઈ મેંક (મ્હેક ટંકારવી)ને આભરી હતો.1963-64માં સુરત એમ .એસ.હોસ્ટેલ .સોદાગરવાડા માં હું અને મ્હેક સાહેબ રૂમ પાર્ટનર હતા. યાકુબભાઈ M.A.(with English) છેલ્લા વર્ષમાં હતા,હું ગાંધી ઈંજીનિયરીંગ કોલેજ માં સીવીલ (ઈંન્જી.) માં આખરી વર્ષ માં હતો. પરિચય લગણી ,મહોબ્બત દોસ્તીમાં ફેરવાયો.યાકુબભાઈએ બ્રિટનની સફર 66ના ગાળામાં આદરી. યાકુબભાઈ આદમ ભાઈની મિત્રતા આપતા ગયા.(એક સુંદર નેમુલ બદલ) આદમભાઈ સાથે બે જેવા મુશાયરામાં 67 _ 68 માં ભાગ લેવાની તક મળી.
જેમાં જંબુસર જિ.ભરૂચનો મુશાયેરો ઘણો યાદગાર હતો,
મસ્તીઅને તુલસી ઇસ સંસાર મેકાવ્યસંગ્રહો ના સર્જક જનાબ મસ્તહબીબ સારોદી ના સંન્માર્થે તા.24-2-68ના રાત્રે 8:30 કલાકે જંબુસર મુકામે ગુજરાત રાજ્યના સંસદિય સચિવ શ્રી વિનોદચન્દ્ર શાહના પ્રમુખપદે મસ્ત મુશાયેરો યોજાયો હતો..સ્વાગત પ્રમુખ તરીકે સારોદના ઠાકોર અમરસિંહ ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે અકબરઅલી જસદણવાલા અને નરેન્દ્ર શર્મા શાસ્ત્રી પધાર્યા હતા.
ગુજરાતના અનેક નામાંકિત કવિઓએ શ્રોતાઓને પોતાની કૃતિઓનુ રસપાન કરવ્યુઁ હતુઁ.મુશાયરામા અકબર અલીજસદણવાલા,’બેકાર.રૂસ્વા’(પાજોદદરબાર)’ ‘શેખચલ્લી’’શુન્ય પાલનપુરી ગનીદહીંવાલા’ ‘’અનિલ’ ‘હબીબ, ,’પરિમલ’ ‘’સીરતી’ ‘અદમ ટંકારવી’ ‘મસ્ત’’મંગેરા રાઝ’ ‘બેબાક.રફઅતકાવીવાલા’ ‘વફા’ ‘સાગરઆરિફ’ ‘પથિક’’તબસ્સુમવિગેરે શાયરોએ ભાગ લીધો હતો.
મુશાયરાના આયોજનનો યશ હસીખુશી સ્ટોરવાળા જયંતી ચોકસી અને આરિફ સારોદી વિગેરે ઉત્સાહી કાર્યકરોનો ફાળેહતો. મસ્ત હબીબનુસન્માન થેલી દ્વારા થયુઁ હતુઁ.
આ તરહી મુશાયરાની પંક્તિ હતી

કોના વિચારે એમનુઁ હસ્તુ વદન હતુઁ,

આ તરહી મુશાયરાની આદમભાઈની સંપૂર્ણ ગઝલતો મને પ્રાપ્ય ન થઈ,. પરંતુ સુરત ના .મુજાહિદ. પાક્ષિક ની નોંધ માંથી મત્લા ,મકતનો શેર મળી આવ્યો. જે પ્રસ્તુત છે.

એનાથીજ દિલને જરા શાંત્વન હતુઁ.
મારા જવાથી એમનુ વ્યાકુળ મન હતુઁ.

કેવી પ્રબળ હશે અદમઉડવાની આરઝુ,
પંખી ની એક પાંખમા આખુઁ ગગન હતુઁ.

-અદમટંકારવી

એરીત આરઝુનુ થયુઁ કઁઇ દફન હતુઁ
કાંટાઓની કબર હતી ગુલનુ કફન હતુઁ.

ભટ્કી રહીતી તારી નજર દુર કયાઁવફા
તારાજ જયાઁ કદમ હતા તારૂઁ વતન હતુઁ.

મુહમ્મદઅલીવફા”(લુવારવી)

 

દમભાઈ એ તે પછી પાછું વળીને જોયું નથી.ઉત્તરોતર ગુજરાતી શાયરીની ઝૂલ્ફો માદકતાથી સંવાળી.તેના કેશોની વેણીમાં અવનવા ખૂશ્બુદાર પૂષ્પો પ્રેમથી પરોવ્યાં. વિવેચન અને રસાસ્વદમાં ખૂબીઓને ઉભારી, તેની શાસ્ત્રિય સમજણ આપી,ઉત્તમ ચર્ચાઓ કરી.
ગઝલ ગુર્જરીને બ્રિટનામાં એમના મિત્ર સાથીઓ સાથે ખૂબ બહેલાવી. ટૂંકી બહેરની ગઝલના અજોડ શિલ્પી અને ગંભીર અને સંવેદન શીલ કવિતાના ઉપાસક,બ્રિટનમાં 1970થી બાટલી ,યુ.કે.માં કવિ મંડળની સ્થાપના કરનાર જ.અહમદગુલ.ની ગુજરાતી ગઝલોનો અંગ્રેજીમા અનુવાદ કરી,બ્રિટનનાં ઈંગ્લીશ કવિઓનું ધ્યાન ખેંચ્યું,આ વર્ષે ગુજરાતી અને અંગ્રેજી મુશાયેરાનું ગુજલીશ શાયરો સાથે મળી સુંદર અને કામિયાબ આયોજન કર્યું

એક તારું નામ લખતાં આવડ્યું,

તે પછીતો સ્લેટ આ કોરી રહી.
-અદમટંકારવી

જ.અદમટંકારવી મિત્રો સાથે એફમી કેનેડાના ઉપક્રમે જ.આદિલ સાહેબ મનસૂરીને ઈનાયત થનાર’ LIFE TIME ACHIEVEMENT AWARD’ અને એફમી કેનેડા અને બઝ્મે વફાના ઉપક્ર્મે થનાર મુશાયરામા નિમંત્રણ ને માન આપી આવી રહ્યા છે, એથી આનંદ વિભોર છીએં.
મૂશ્ક આં અસ્ત કિ ખુદ બ ગોયદ,
(કસ્તુરી પોતાની મહેકથીજ પોતાની પ્રતિતિ કરાવે છે.)
ચાલો એમની થોડી ગઝલનો રસાસ્વાદ પણ માણી લઈ એ.

લાભપાંચમ_અદમ ટંકારવી

આવુઁ એકદમ થૈ ગયુઁ.
હોવુઁ છમછમ થૈ ગયુઁ.

એક પળ અંખો મળી,
દર્દ કાયમ થૈ ગયુઁ.

પ્રિય તારુઁ બોલવુઁ
ખૂબ મોઘમ થૈ ગયુઁ.

કોઇનુઁ આવાગમન
જીવનુઁ જોખમ થૈ ગયુઁ.

શબ્દનુઁ બરછટપણુઁ
લ્યો મુલાયમ થૈ ગયુઁ.

એક પગલુઁ આંગણે
લાભપંચમ થૈ ગયુઁ.

એક હાલરડુઁ અદમ
અંતે માતમ થૈ ગયુઁ.

_ (રિઝામણુઁ-49)

આપું છું તંને.

એક ભવનું ભાથું આપું છું તને.
સંતનું સરનામું આપુંછું તને.

માણસો મર્યાની એમાં છે ખબર,
એક જુનું છાપું આપું છું તંને.

એક નાનો ઘાવ ને તેનો મલમ ,
એ ય ભેગા ભેગા આપું છું તંને.

સારા માણસની તને ક્યાં છે કદર,
એક લલ્લુ પંજુ આપું છું તંને.

જો બને તો એક તું ઉમેરજે,
નવ્સો ને નવ્વાણું આપું છું તને.

નાચવું જો હોય તારે તો પછી,
આંગણું યે સીધું આપું છું તંને.

કાનમાં કહી દઉં તને એક નામ,
જીવવાનું બહાનું આપું છું તંને.

લે ચલમ ને ચિપિયો ચુંગી ચિરાગ,
લે, અલખ અણ દીઠું આપું છું તંને.

વાયગ્રાની ભીખ માંગે છે

એક બહુમાળી આંખ કાઢે છે.
એક દેવળ બિચરું થરથરે છે.

કોની આઝાદી એમ પૂછો તો?
આ લીબર્ટી ય મોં વકાસે છે.

સ્હેજ ખોંખારો ખાય છે દાદા,
મુઠ્ઠી વાળી ન્યુયોર્ક ભાગે છે.

ટ્રેડ સેંટર ની બરોબર સામે,
એક હબસી મકાઈ વેચેછે.

આમ લાગેછે મેરિલિન મનરો,
આમ પટલાણી જેવી લાગે છે.

આ નપુંસક યુનાઈટેડ નેશન્,
લ્યો,વાયાગ્રાની ભીખ માંગે છે.

કોઇ ક્યાં દાદ ફાદ દે છે અદમ’,
આ ગઝલ એટલી કયાં જામે છે.

(ન્યુયોર્ક 19 _8 _1999)

 જ.અદમ ટંકારવીનાં પ્રકાશનો અને પારિતોષક:
ગઝલ સંગ્રહ સબંધ 1971
ગઝલોની ચોપડી 1997
ગુજરાતી સાહિત્ય પરિષદ પારિતોષક
ગુજરાતી સહિત્ય અકાદમી દ્રિત્ય પારિતોષક
જયંત પાઠક કવિતા પુરસ્કાર
ગુજલિશ ગઝલો 2001
રિઝામણું 2003
અમેરિકા રંગ ડોલરિયો 2004
સાહિત્ય સ્વરૂપ:
ગુજરાતી ગઝલ 1991
પ્રવાસ:
યસ ઈંગ્લેંડ નૉ ઈંગ્લેંડ 1985 અમેરિકામાં હોવું એટલે2001
શિક્ષણ:
બ્રિટિશ યુનિવર્સિટીમાં એક વરસ 1983
સાહિત્યનું અધ્યાપન 1990 (ડૉ.મણિલાલ પટેલ સાથે) જીવન શૈલી
સેલ્ફ વૉચિંગ(અસ્માં યાકુબ સાથે)
સમ્પાદન:
નખશિખ (હરીશ મીનાશ્રુ,રાજેન્દ્ર જાડેજા,જયેન્દ્ર શેખડી વાળા સાથે)1977
એચ.એમ.પટેલ 1999
1વિ1 સામાયિક (અજીત ઠાકોર,રાજેન્દ્ર જાડેજા સાથે) 1980 _1990

 

 

 

 

 


Responses

  1. તમે આમ આપણા જવાહર જેવા કવીઓનો પરીચય આપવાનું બહુ જ સારુ કામ કર્યું છે. આદમભાઈને મેં ડલાસમાં સાંભળ્યા છે. સાથે અહમદ ‘ગુલ’ પણ હતા. નરી નકરી સજ્જનતા કોને કહેવાય તે આ બે મહાનુભાવો. સાવ નીખાલસ, કોઈ આડંબર કે પોતાની મહત્તાના ગુણગાન નહીં. માણસ કહેવાય તેવા માણસ.
    હું વખત આવ્યે આ મટીરીયલ સારસ્વત પરીચય ઉપર જરુર વાપરીશ.
    ખુબ ખુબ આભાર.
    આપણી ભાષાના આવા બીજા રત્નોના પરીચય પણ આપતા રહેજો.
    કોઈ મીત્ર પાસે જનાબ કૈલાસ પંડીતની માહીતી હોય અને તે પુરી પાડે તો બહુ આનંદ થશે.

  2. […] વફા ઉપર  – ૧ – ; – ૨ […]


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: