Posted by: bazmewafa | 08/04/2007

નઝમના પ્રકારો( રાઝે અરૂઝ _ સીમાબ અકબરાબાદી)

નઝમના પ્રકારો( રાઝે અરૂઝ _ સીમાબ અકબરાબાદી)

(સાહિત્યના મુખ્ત્વે બે પ્રકાર છે. એક ગદ્ય અને બીજું પદ્ય.અપદ્ય ગદ્ય એ એ વચગાળાનો પ્રકારછે.પણ એને પદ્યમાં ગણી શકાય.ગદ્યમા વાર્તા,લઘુવાર્તા,નવલિકા,લઘુનવલ,નિબંધ,લલિત નિબંધ,નાટકો,નટિકા,સફરનામા,જિવન ચરિત્ર છાપાઓમાં આવતા રીપોર્ટો(ખબરો),આ બધુ ગદ્ય માં આવે છે.નૃત્ય નાટિકઓ પદ્યનો પણ સહારો લે છે.જયારે પદ્ય એટલે ટુંકમાં કવિતા. કોઇ પણ પર્‍ંપરિત સંસ્કૃત છંદો અથવા અરબી છંદો,અંગ્રેજી સોનેટ,જાપાનીસ હાઈકુ વિ.અને છંદો પર શાસ્ત્રિય સમજ ધરાવનાર અને લખનાર,અછાંદસ નોપ્રયોગ કરી નવીનતમ તરહ ઉભી કરે છે.એમાં અભિવ્યક્તિ, વિષયના સંકેતો,અને મુર્ત ,અમુર્ત સ્વરૂપ નો નકશો ઉભો કરી કાવ્યને એની પરાકાષ્ઠાએ પહોંચાડી, વિસ્મય. ; આશ્ચર્ય,વિસ્મય (ની ભાવના);કુતુહુલ,સંવેદન,કે ઉપહાસ સરજે છે.
જે છંદોના યોગ્ય જ્ઞાન વગર શાયરી કે કવિતા કરવા બેસે એને નવોદિત તરીકે સ્વીકારી પિંગળશાસ્ત્રને સમજવાનું સૂચન થાય છે. એજ રીતે અરબી ,ફારસી,ઉર્દુમાં નસર અને નઝમ છે.નસ્ર એટલે ગદ્ય અને નઝમ એતટલે પદ્ય.અને નઝમ ના વિધ વિધ પ્રકારમાં નઝમ પણ એક વિશિષ્ટ કાવ્ય પ્રકાર છે. ઉર્દુના શિરમોર કવિ જ.સીમાબ અકબરાબાદી એ ‘રાઝે આરૂઝમાં ની ચે મુજબ ચર્ચા કરી છે.જ્યાં સુધી યાદ દાસ્ત દાદ આપે છે, આ અનુવાદ શ્રી રતિલાલ અનિલ ના ડમરો અને તુલસી માં પ્રાપ્ય છે.)
 નઝમનો શાબ્દિક અર્થ મોતી પરોવવું એવો થાય છે.અને કવિ પણ પોતના કવનમાં શબ્દના મોતી પરોવે છે.એટલેજ કવન ને નઝમ કહેવામં આવે છે.
નઝમનાં દસ પ્રકારો છે. (1)ફર્દ (2)કત્આ (3)રૂબાઈ(મુકતક) (4) ગઝલ (5) મસ્નવી (6) કસીદહ (7) તરજીહ બન્દ (8) તરકીબ બન્દ (9) મુસ્તઝાદ (10) મુસમત
(1) ફર્દ : એનો અર્થ એકાકી અથવા તન્હા થાય છે. અને પારિભાષામાં જેના બને મિસરા સમ વજન હોય એને ફર્દ કહેવામાં આવેછે. એમાં કાફિયાહ નું હોવું જરૂરી નથી.
(2) કત્આ: શાબ્દિક અર્થ કાટના( કરડવું). પારિભાષમાં તે નઝમ જેનાં આખરી બધા મિસરાઓમાં કાફિયહ હોય.અને પ્રથમ મિસરામાં કાફિયા નહોય.એટલા માટે કતઆ માં મત્લાનો શેર નથી હોતો.કતઆ માં ઓછામાં ઓછા બે શેર હોય છે.અને વધુ માટેને માર્યાદા નથી .કતઆ કોઇ પણ બહેર માં લખી શકાય છે.
(3) રૂબાઈ: જેના ચાર મિસરા નિશ્ચિત વજન માં હોય ,અને પહેલો બીજો અને છેલ્લો મીસરો સમ પ્રાસ(કાફીયહ) માં હોય અને ત્રીજા મિસરામાં કોઇ કાફીયહ ન હોય.રૂબાઈ નો ચોથો મીસરો પહેલા ત્રણ મીસરા કરતાં ચઢિયાતો અને ઉતકૃષ્ટ ભાવ વાળો હોવો જરૂરી છે.
(4) ગઝલ: શાબ્દિક અર્થ સ્ત્રીઓથી વાત કરવું, અને ઈસ્તેલાહ(પારિભાષા) માં તે કવન કે જેમાં ઈશ્ક,મહોબ્બત,હુસ્નો જમાલ,વહેશ્તો ઇશરત,આશા નિરાશા ,ભય_નિડરતા,પાનખર_વસંત ,આનંદ_વિષાદ,અને ઇતર માનવ સહજભાવોનું નિરૂપણ.ગઝલમાં ઓછામાં ઓછામા પાંચ અને વધુમા વધુ 21થી 25 શેર હોય છે.અને શેરની સંખ્યા એકીમાં હોય છે.
  ગઝલના પ્રથમ શેર(મત્લાઅ) મં બન્ને મિસરામાં કાફિયા હોય છે.એને મત્લ કહે છે.દ્વિતિય મત્લઅ, મત્લઅ પછીનો શેર જેમાં કાફિયા હોય યા નહોય.ત્રીજ મત્લઅ ને મત્લએ હુસ્ન કહે છે.ગઝલનો અંતિમ શેર જેમ શાયર પોતાનું તખલ્લુસ અંકિત કરેછે.,મકતા કહેવાય છે.તખલ્લુસ મતલઅ મા પણ આવી શકે.ગઝલમા જે શેર સર્વ શ્રેષ્ઠ હોય તેને ‘બયતુલ ગઝલ’ અથવા હાસિલે ગઝલ કહે છે.

(5) મસ્નવી: શાબ્દિક અર્થ બે બે માં વહેંચાયેલી. ઈસ્તેલહમાં જેનાં દરેક શેરનં બન્ને મિસરામાં કાફિયા સપ્રમાણ હોય.અને ભિન્ન ભિન્ન શેરોમાં ભૈન્ન ભિન્ન કાફિયા હોય.તમ્હીદ(પૂર્વ ભૂમિકા) તૌહીદ(એકેશ્વરવદ)મુનાજાત(પ્રાથના) વિ.મસ્નવીમાં લખાય છે.મસ્નવીમાં દરેક શેરોનું વજન સરખું હોવું જરૂરી છે.
(6) કસીદા: શાબ્દિક અર્થમાં પ્રશંસા કાવ્ય. પારિભાષામાં જે કોઇની પ્રશંસા અથવા અપ્રશંસાનું વર્ણન હોય ,અને પહેલા શેરના બન્ને મિસરા બાકી શેરોનાં અંતિમ મિસરા સાથે સપ્રમાણ કાફિયા હોય.કસીદામાં ઓછામાં ઓછા પંદર શેર હોય છે.અને વધુ માટે કોઇ માર્યાદા નથી.’ગઝલ’ માં વિષય અંગેનું કોઇ બધન નથી.કસીદામાં કોઇ ખાસ હેતુને અભિવ્યકત કરવામાં આવે છે.
(7) તરજીહ બંદ : જેમાં ઘણા બંધો ગઝલની જેમ ગુંથાયએલ હોય ,અને હર એક બન્દ પછી કોઇ ખાસ શેર વારંવાર આવે.અને હરેક બન્દોમાં શેરોના કફિયા ભિન્ન હોય.બન્દોમાં વિષયનું કોઇ બંધન હોતું નથી.
(8) તરકીબ બંદ : જેમાંદરેક બન્દ પછી ભિન્ન શેર ભિન્ન કાફિયામાં લવવમાં આવે.
(9) મુસ્તઝાદ : રૂબાઈના દરેક મિસરાને અંતે રૂબાઈનો એક ભાગ લાવવામા આવે છે.અને તે પ્રમાણે ગઝલમાં પણ કરી શકાય છે.દરેક મિસરાનાં અંતમાં બે એક કલમા. વજનથી વધુ જોડી દેવામાં આવે છી.
(10) મુસમ્મત : તે કવન પ્રકાર જેના એક બંદમાં થોડા મિસરા એક વજન માં,અને સમ કાફિયા હોય છે.બાકીના બીજા કાફિયા હોય કછે.

મુસલ્લસ,મરબઅ,મુખમ્મસ,મુસદ્દસ,નઝમ,સોનેટ

મુસલ્લસ ;.ત્રણ મિસરાનો એક કાવ્ય પ્રકાર.પહેલા મિસરાના સમ કાફિયા હોવું જરૂરી છે.
મુરબઅ: ચાર મિસરા હોય છે.ચારે સમ વજન સમ કાફિયા હોય . ચીલા ચાલુ પ્રકાર છે.

મુખમ્મસ : પાંચ મિસરા વાળો કાવ્ય પ્રકાર.જેમાં દરેક બન્દનો પાંચમો મિસરો પહેલા બન્દનાં અંતિમ મિસરાના સમ કાફિયા હોય છે.
મુસદ્દસ : છ મિસરા વાળો કાવ્ય પ્રકાર.પ્રથમ ચાર મિસર સમ કાફિયા અને અંતિમ બે મિસરાના કાફિયા ઉપરોકત ચારથી ભિન્ન હોય.

આજ પ્રમાણે સાત, મિસરાના બન્દ ને મબ્સમ.અને આઠ મિસરા વાળાબન્દને મુસમમન.નવ મિસરા વાળા બન્દને મુતસ્સઅ,અને દસ મિસરાને મુસસ્સર કહેછે.એક બન્દમાં જેટલા મિસરા હોય સમ કાફિયા હોવું જરૂરી છે.
નઝમ : નઝમ કવનનાં ઉપરોકત પ્રકારની અતિવૃતઅને એકધારા પ્રકાર નઝમ છે.જે નઝનાં ચાલુ ચિલા પ્રકારમાં લખવામાં આવે છે.પરંતુ એમાં હવે શેરો ને બન્દોનું બંધન નથી.નઝમ કોઇ ખાસ વિષય પર હોય છે.

સોનેટ : અ.ગ્રેજી કાવ્ય પ્રકાર છે.જેમા. 14 પંક્તિઓ હોય છે.પ્રથમ પંક્તિ એક રદીફ કફિયામાં લખાય છે.પછી એક શેર બીજા રદીફ કાફિયામાં,પછી એક મિસરો પ્રથમ મિસરાનાં રદીફ કાફિયામાં લખાશે.એક બન્દ પૂરો કરવામાં આવે છે.જ્યારે બે અથવા ત્રણ બન્દ આ રીતે લખાય ગયાં પછી અંતમા એક મત્લઅ કોઇ બીજા રદીફ કફિયામાં લખીને સંપૂર્ણ કરવામાં આવે છે.પરંતુ આખુ કાવ્ય કોઇ એક ખાસ વજન વિષયમાં હોય છે.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: