Posted by: bazmewafa | 08/02/2007

દાસ્તાને ‘ગુલ’ _ મુહમ્મદઅલી’વફા’

દાસ્તાને ‘ગુલ’ _ મુહમ્મદઅલી’વફા’

દાસ્તાનેગુલ’હો યા મહકતે ચમન કી બાત
એક પીસ જાતા હૈ ઔર એક કો ઉજડનાહૈ

ફીરભી દામન ખુશ્બુકા ભરતે હૈં દોનો સાથ્
જાનતે હૈં યે દોનો એક દિન બિછરના હૈ.

મૂળ નામ:અહમદ યુસુફ લુણાત
ઉપનામ(તખલ્લુસ) : ‘ગુલ’

જન્મ સ્થળ: આલીપોર,જિલ્લો: નવસારી ,ગુજરાત,ભારત
અભ્યાસ: બી.કોમ (એમ .એસ .યુનીવર્સીટી,વડોદરા) 1963 માં બ્રિટન માં આગમન. પછી યુ.કે.ની વિવિધ સંસ્થાઓમાં ઉચ્ચસ્થાને રહી સામાજિક અને અન્યકાર્યોમાં જોડાએલા રહ્યા.ડ્યુઝબરી પાર્ટનર શીપ લીમીટેડ ,ડ્યુઝબરી ટેકનીકલ કોલેજ,અને ગુજરાતી રાઈટર્સ સર્કલ ,ગુજરાતીરાઈટર્સ ફોર્મ માં અગત્યને સેવાઓ બજાવી,

માત્ર 15 વર્ષની ઉમરે અહમદ ‘ગુલે’ શિખરિણી ,મન્દાક્રાંતા,તથા પૃથવી જેવા છંદો પર પ્રભુત્વ મેળવી લીધું હતું.જેની વિવિધ સામાયિકોમાં નોંધ લેવાઈ હતી..એમની સંવેદનશીલ વિચારધારા એ એમની પાંસે સુંદર ગઝલોની રચના કરાવી. બ્રિટનમાં ગુજરાતી સાહિત્યિક ,પૃવુત્તિને વેગ આપવા અને બ્રિટન સ્થિત જાણીતા ગુજરાતી લેખક અને કવિઓ વચ્ચે સંકલન સાધવા એમણે ગુજરાતી રાઈટર્સ સર્કલની સ્થાપના બાટલી(યુ.કે.)માં કરી. .તેમજ બાટલી ખાતે અનેક સામાજિક ,ધાર્મિક તથા રાજકિય સંસ્થાઓની પ્રગતિમાં સિંહ ફાળો આપ્યો.આ સર્વાંગી સેવાઓની કદર રૂપે બ્રિટિશ સરકાર દ્વારા એમને 1999માં ઓ.બી.ઓ. નો માનદ ખિતાબ આપવામાં આવ્યો.તથા ઈન્ડિયન હાઈકમીશનર લંડન,કર્કલિસ ઈક્વોલિટી કાઉન્સિલ ,હર્ટફિલ્ડ,ગુજરાતી લિટરરી ગ્રુપ લેસ્ટર વિગેરે સંસ્થાઓએ પણ એમને સન્માનિત કર્યા છે. (ટોરંટ્ ,કેનેડામાં ‘શબ્દસેતુ’ટોરંટો ના આમંત્રણ ને માન આપીઓકટોબર 2004માં ડો.અદમ ટંકારવી(બોલ્ટન,યુ.કે) શ્રી આદિલ મનસૂરી (ન્યુજર્સી ,યુ.એસ.એ.)સાથે આવ્યા ત્યારે પ્રથમ મુલાકાત થઈ.સાંજના 6.00થી 11.00 સુધીચાલેલા આમુશાયરા ને આ ત્રિપુટી એ યાદગાર બનાવી દીધો હતો. અત્યંતટુંકી બહેર પર એમનો પ્રયોગ બેહદ કમિયાબ રહ્યો.જેની પ્રશંસા શ્રી ભગવતી કુમાર શર્મા ,સુરત એ સુંદર શબ્દોમાં કરી. વફા)
એમની ટૂકી બહેર ની ગઝલો માટે ‘બઝમે વફા’નાં નિમ્ન URL પર કલીક કરો.

http://www.bazmewafa.wordpress.com/2006/09/03/tookibahergazal_ahmedgul/
 પ્રકાશનો: 1 ઉપવન (સંયુકત ગઝલ સંગ્રહ)
2. પમરાટ(ગઝલ સંગ્રહ)
3. મૌન પડઘાયા કરે (ગઝલ સંગ્રહ)
4. મૌનનું તેડું (ગઝલ સંગ્રહ)
5.પાંખડી(અત્યંત ટૂકી બહેરોનો ગઝલ સંગ્રહ)
6.આરોમા(અંગ્રેજી ભાષાંતર ગઝલ સંગ્રહ)

હાલ સરનામું:27,James street Batley WF177PS U.K.

બે ગઝલો: અહમદ’ગુલ’

 
 
 
 

શરત પાળી અમે,

લ્યો પ્રતીક્ષાની શરત પાળી અમે,
રાતને ઊભા પગે રાખી અમે.

એક તો છે સંશયોનું શહેરને ,
ભર બજારે આંગળી ઝાલી અમે.

એક એનો પણ અહીં પર્યાય છે,
ચાંદને એની ખબર આપી અમે.

ફૂલને કોરે કપાયા ત્યારથી,
સર્વ કંટકને ક્ષમા આપી અમે.

એક તો ઉદ્દયન હતું કપરૂં ઘણું,
ને ઉપરથી પાંખ પણ કાપી અમે.

‘ગુલ’અમારી હાજરી ખૂંચ્યા કરી,
લો,કરી દીધી જગા ખાલી અમે.

  

ખબર કોની હશે

સનસનાટીમય ખબર કોની હશે ?
બે કફન લાશો મગર કોની હશે?

કેટલું છે લાલ આ આકાશ જો,
આટલે ઊંચી ટશર કોની હશે?

ચકલીઓ બાંધેછે માળો રોજ જયાં,
જીર્ણ ખંડિત એ કબર કોને હશે?

નિત્ય સામે આ સવાલો આવશે,
આવતી શામો સહર કોને હશે?

જે રહે ભૂખે ને ને જાગે રાત ભર,
માતના જેવી સબર કોની હશે?

લ્યો, દીવાનો આખરે માની ગયો,
‘ગુલ ’વિનંતીમાં અસર કોની હશે.

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: