Posted by: bazmewafa | 06/23/2007

મસ્ત હબીબ,સારોદી_જીવન કવન

મસ્ત હબીબ,સારોદી_જીવન કવન

Mast Habib 001

નામ:હસન મુસા પટેલ જન્મ તારીખ: 25મે1912 વતન:સારોદ જિ:ભરુચ ઈંતેકાલની તારીખ:11મે1972 સમય ગુરૂવાર બપોરે11.45 કલાકે સુરત મુકામે. પ્રકાશનો: (1)મસ્તી(1965) (2)તુલસી ઈસ સંસારમે(મુલ્લાઁ રમુજીના તખલ્લુસથી લખેલ વ્યંગ-કવનો) (3)મોજ-મસ્તી(સંપાદક: ‘મસ્ત’ મઁગેરા તંત્રી:વહોરા સમાચાર માસિક-સુરત નિવૃત આચાર્ય ,આલીપુર હાઈસ્કૂલ જિ.નવસારીઅને ‘જય’નાયક,નવસારી)

એક પ્રખર શાયર,વિવેચક,વ્યંગકાર,પીઁગળ શાસ્ત્રના વિદ્વાન અભ્યાસી,મૂળભુત ઉર્દૂ શાયર.મહાગુજરાત ગઝલ મઁડળના રૂહે રવાં.શ્રી નિસાર અહમદ શેખ(શેખ ચલ્લી),સીરતી,રતિલાલ’અનિલ’અને જ.આઈ.ડી.બેકાર રાંદેરી(તંત્રી,ઈંસાન),બેબાક રાંદેરી ના સફરના સાથી.ગુજરાતી શાયરીમાં એમણે ઘણા શિષ્યો આપ્યા છે. રાઝ નવસારવી,અદમ ટંકારવી,મસ્ત મઁગેરા વિ.મેઁ નાચીઝે પણ એમની પાઁસેથી આ વિદ્યા લીધી છે.1965 થી 1972 એમના નિધન સુધી મારી મોટા ભાગની રચનાઓની ઈસ્લાહ એમની પાઁસે લીધી છે.સ્વભાવે મ્રુદુ હતા,પણ ખુદ્દારી એમનો સ્વભાવ હતો. આખી જીઁદગી સુરત મા એક શિક્ષકઅને આચાર્ય તરીકે ગુજારી.શ્રી ગની દહીઁ વાલા ને શ્રી ઊમાશઁકર જોષી એ ગુજરાત નુઁ ‘ગઝલ બુલબુલ’ કહ્યુઁ ત્યારે સાહિત્યિક વળતુળમાં થોડો ઉહાપો થયો.’ગઝલનો કાગડો,કહી કેટલાકે વ્યઁગ કર્યો.અને શ્રી રતિલાલ’અનિલ’અને ‘મસ્ત હબીબે ‘ઉમાશઁકર જોશીની ખાસ્સી ખબર લીધી.ગનીભાઈઅને ઉમાશઁકર ભાઈ પર ગઝલને (નઝમિયાત) પરત્વે ‘અનિલ’ શેખચલ્લી,અની મસ્તહબીબ સારોદી સા.નો એક ધાક રહ્યો. એમના તમામ લેખો,વિવેચનો,અને બીજાઁ કાવ્યો મળી આવે અને કોઈ જમા કરે તો બીજા બે ,ત્રણ સારા ગ્રઁથો પ્રકાશમાં આવી શકે.

(1)મસ્ત એ પોતે વિચારોની ખુમારીમાં હતો,
એટલે મયખાનુઁ એ ત્યાગી ગયો પીધા વગર

.(2)મને અલ્લહને સોઁપી જનારા આટલુઁ સાઁભળ,
હું એક ઈંન્સાન છુઁ,ઈંન્સાનની મારે જરુરત છે

(3)કરતું નથી અધર્મનો કોઈ મુકાબલો,
જાણે હજીયે કોઈ પયગમ્બર છે આવનાર

આદરિણય રતિલાલ’અનિલ’ના શબ્દોમાં ‘મસ્ત હબીબ ની ઉર્દુ શાયરી તો એમની ડાયરી સાથે ગઈ, પણ અહીઁ એમનો એક શે’ર સાઁભરેછે.
હકીકત મેઁ હો તુમ દુનિયાસે અચ્છે,
હકીકતમેઁ મગર દુનિયાહી કયા હૈ?

મસ્તહબીબ સારોદી અને એમની હઝલો.

વાંચકોને થશે કે આ’ હઝલ’ તે વળી કઈ બલા છે. જો અકબર ઇલાહાબાદીની ઉર્દૂ રચના જેમણે વાંચી હશે,તે જાણે છે કે હઝલ શું છે?તેઓ એક પંક્તિમાં કહેછેકે,
’તુમ બી.એ. પાસ હો તો મેઁ બીબી પાસ હું’

મસ્ત એ પોતે વિચારોની ખુમારીમાં એ હતો
મયખાનુઁ એ ત્યાગી ગયો મય પણ પીધા વગર

_મસ્તહબીબ’સારોદી

ઠેઠ રાંદેરના મુસ્લિમ ગુજરાતી સાહિત્ય મઁડળથી તે મહા ગુજરાત ગઝલ મઁડળની વ્યાપક પ્રવુત્તિના સમય સુધી ગઝલ પ્રવુત્તિ સાથે રહેલ મસ્ત હબીબ સાચેજ મયનો પ્યાલો હાથમાં યે લીધા વિના મયખાનુમ છોડી ગયા.વાસ્તવમાં મસ્તહબીબ સારોદી માત્ર શાયરજ નહીઁ ’ઉસ્તાદ’પણ હતા.છંદો પરનો કાબુ,શાસ્ત્રીય સમજ ,તે ઉપરાંત શાયરીના અભ્યાસ, અને સમકાલીન ઉર્દૂ શાયરીના અભ્યાસના કારણે એમની સજ્જતા ઉસ્તાદનીજ રહી. એમણે ઘણા શાયરોને ગઝલનુઁ શિક્ષણ અને માર્ગદર્શન આપ્યું.બેકાર(મ.વ્યંગ શાયર)જેવાને પણ કહી શકતા કે વ્યંગ રચનાઓ /હઝલ અત્યારે ઉર્દૂમાં કયે તબક્કે પહોંચી છે.એ વિદ્યાભ્યાસે માણસનો શિક્ષણ પછીનાં રસનો વિષય સાહિત્ય શાયરીનો હતો.એમનુઁ માર્ગ દર્શન મેળવી ગઝલ લખવાની શરૂઆત કરનાર ઘણા શાયરો વિદ્યમાન છે.તેમાનાં એક આચાર્ય ‘મસ્ત મંગેરા’અને ‘રાઝ’નવસારવી નોઁધનીય છે.કોઈ પ્રવુત્તિ વિકસે ત્યારે તેમાં મસ્ત હબીબ સારોદી જેવા પરદા પાછળના માર્ગદર્શનનો ફાળો અવશ્ય હોયછે.
ઉર્દૂ ગઝલ થી માંડીને ગુજરાતી ગઝલમાં ઉસ્તાદ અને ઈસ્લાહ/શુધ્ધિની પરંપરા રહીજ છે. અલબત્ત નવી પેઢી પોતાની રીતેજ આગળ વધેછે.પણ જો તોયે ચર્ચા અને માર્ગદર્શન સ્વીકારે તો તેમની શાયરીમા નિખાર આવ્યા વિના રહે નહીઁ.’તુલસી ઈસ સંસારમેઁ’ વ્યઁગ રચનાઓનો એમનો એક નાનકડો સંગ્રહ છે. યુરોપિયનોમાંજ નહીઁ મુસ્લિમોમાં પણ કબર પર ઓળખ ની તખ્તી હોય છે.ખાસ કરીને પાકી કબર પર.મર્હુમની ટુઁકી પિછાન હોય તો વળી કોઈ કાવ્ય પઁક્તિ પણ કોતરાવેલી હોય.એ મોટે ભાગે ગુણ દર્શી પિછાન હોયછે.,તે મર્હુમની એક બાજુજ પ્રગટ કરે એ દેખીતું છે.
હિટલરની કબર બની હોત તો તેની ઓળખ એક મહાન માણસ તરીકેજ અપાઈ હોત,પણ આપણે જાણીએ છીએ કે એવાં જૂઠાણા એક પરંપરા બની ગઈ છે. એમાં ભદ્ર દર્શન હશે,પણ વાસ્તવિકતા તો નહીઁજ .ધારો કે એક શિક્ષક અવસાન પામ્યો છે.સાવ ગરીબ હાલતમાં,તો તેની કબર પર કેવો લેખ હોય ?મસ્ત હબીબ શિક્ષક અને તે પછી હેડમાસ્તર બન્યા .આમ પણ શિક્ષકોથી વિઁટળાયેલા રહેતા.શિક્ષકોની હાલતથી અને ગામડાન શિક્ષકોથી સુપરિચિત હતા.
તો જૂઓ એક ચોઁકાવનારો પરિચય એક ચીકણા શિક્ષકનો.(રતિલાલ’અનિલ’_મોજ મસ્તીમાંથી)

(કત્બા=કબર ના શીલા લેખો)

એમને ફાળો કરી દફનાવિયા,
પ્રાથમિક શાળાન એ શિક્ષક હતા

એમને ભક્ષી ગઈ ‘ઈંન્સાનિયત’
વેદિયા નવ્વાણુઁ નહીઁ પણ સો ટકા.

ખેત મજૂરની કબર

જિઁદગીભર જેણે મજદૂરી કરી
તેજ અઁહી સુતોછે ગેમલ ચાવડો
વારસો પણ કેટલો મૂકઈ ગયો
માત્ર કોદાળી ને જૂનો પાવડો.

મસ્જીદના મુતવલ્લી(ટ્રસ્ટી)ની કબર:

આ તો મુતવલ્લી હતા મસ્જીદના,
એ મર્યા કેવુઁ કરી શાણપણ
નામ પર પોતાના ખુદ કરતા ગયા-
એકલી મિલ્કત નહીઁ મસ્જિદ પણ

પીર સાહેબની કબર:

એ દુઆ પાણીમાં ફૂઁકીને વેચતા,
એમના ગ્રાહક હતા દુ;ખિયાજનો
જ્ઞાન તો ના કાના માતરનુઁ હતું
એમનો ધઁધો હતો તાવીજનો.

બાંગી સા,બની કબર:

કૂચ દુનિયાથી કરીજો એમણે
થઈ ગયા કુકર્મ એમના છતા!
જ્યારે બાઁગી સા’બ મસ્જીદમાં હતા
બૂટ શું ?ઘડિયાળ ચોરાતાઁ હતા

હકીમ સાહેબની કબર:

આ કબરમાં સુતા છે નામાંકિત હકીમ
એમણે હીકમતમાં નોખી કરામત આદરી
એમની હિકમતનેજ આભારી છે આ
જેટલી દેખાય છે આપને કબરો નવી

પ્રોફેસરની કબર:

આ તો પ્રોફેસર હતા વિજ્ઞાનના,
રાચતા,તા નિત્ય એ વિજ્ઞાનમાં
ચન્દ્ર પર એમને જઈ વસવુઁ હતું
પણ સુતા આવી આ કબ્રસ્તાનમાં.

પોતાની (મસ્તહબીબ સારોદીની) કબર
(કવિની કબર)

આ કબ્ર છે મુલ્લા રમૂજીની ,હતા એ પણ કવિ,
એમણે જનતાને ખુશ કરવા કવિતાઓ લખી
પણ એમના જીવન કવન પર લોકમાં મતભેદ છે
કો,ક કે,.છે જન્નતી કોઈ કે, છે દોઝખી

*મુલ્લાઁ રમુજી(મસ્ત હબીબ સારોદી)

શેરો_મસ્ત હબીબ સારોદી


સજળ આ આંખડીનું આપ ના કારણ મને પૂછો,
જો હો તોફાન ભરદરિયે ,તટે મોજાં ધસી આવે.

જેને હું ખોઈ બેઠો તે વસ્તુ અમર હતી,
બાકી હવે શંકા કુશંકા કે વહેમ છે.

જોઈએ_મસ્ત હબીબ સારોદીગઝલ

આ જીવન ક્રમમાં સમયસર ફેરફારો જોઈએ.
સુખનહીંતો આખરે દુ:ખમાં વધારો જોઈએ.

મિત્ર, એ તારા વિચારો તારા માટે ઠીક છે,
પણ સમજવાને મને મારા વિચારો જોઈએ.

કંટકો પર જોર ન ચાલ્યું તો આખર એમણે_
નાશ ફૂલોનો કર્યો ,કંઇ તો સુધારો જોઈએ.

દુખ:છે એનું કે એ દેવામાંય બેદરકાર છે,
ગમ ભલે આપે પરંતુ એકધારો જોઈએ.

આભના તારાને એ તાબે નથી કે એમને_
પામવાને કારણે ગૃહયોગ સારા જોઈએ.

ધન્ય છે મારી સહનશીલતા કે હું ચુપ છુ,
આ દશામાં આપ એક દિવસ ગુજારો જોઈએ.

છે મને શ્રધ્ધા ‘હબીબ’ મંઝિલ ઉપર પહોંચી જઈશ;
હા, પ્રસંગો પાત તેઓનો ઈશારો જોઈએ.

 

શ્રી મસ્ત હબીબન સારોદીના જીવન _કવન પર મહિતી માટે શ્રી સુરેશ જાની નાં બ્લોગ સારસ્વત પરિચય પર નીચેના url પર કલીક કરો

http://sureshbjani.wordpress.com/2007/01/28/mast_habib_sarodi/

 

 

Advertisements

Responses

  1. […] https://bazmewafa.wordpress.com/2007/06/23/mastahabibbsarodi/”title […]

  2. […] (ઉસ્તાદે અજીઝ મર્હુમ જનાબ મસ્ત હબીબ સારોદીનાં પરિચય મટે નીચેનાં URLપર જવા વિનંતી છે.) મસ્ત હબીબ,સારોદી_જીવન કવન https://bazmewafa.wordpress.com/2007/06/23/mastahabibbsarodi/ […]


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: