Posted by: bazmewafa | 06/03/2007

ઉર્દૂના પ્રથમ ગ્રંથષ્ઠ કવિ વલી ગુજરાતી_મોહંમદઅલી વફા

 

 

 

ઉર્દૂના પ્રથમ ગ્રંથષ્ઠ કવિ વલી ગુજરાતી_મોહંમદઅલી વફા

walitomb.jpg

જનાબ’વલી’ને શ્રધ્ધાંજલિ.

તુને ચઢાયા તાજ ઉર્દુકે સર પે વલી.
તુને સજાયા તાજ ઉર્દુકે સર પે વલી.
* * * * *
ઉર્દુકે ગુલિસ્તાંકી રહી ગુજરાત મે ઝમામ.
ગાલિબો,મીરો ઈકબાલકાતુ હી રહા ઈમામ
_વફા
ઝમામ=લગામ(વર્ચસ્વ)

વલી મોહંમદ’વલી’( વલી દક્કની તરીકે પણ જાણીતા છે)નો જન્મ ઔરંગાબાદ,મહારાષ્ટ્ર માં 1667 માં થયો.વલી પ્રવાસના શોખીન હતા. પ્રવાસને વલી વિદ્યા અને શિક્ષણ નું એક માધ્યમ માનતા હતા.1700માં એમનો દિલ્હીનો પ્રવાસ એ ઉર્દુ ગઝલ માટે સુખદ ઘટના હતી.એમની ઉર્દુ કવિતામાં રહેલી સાદગી, સંવેદન,અને સંગીતમય સ્વરરચના એ દિલ્હીના ફારસી પ્રેમી કવિઓમાં ઉત્તેજના સર્જી.કે ‘રેખ્તા(ઉર્દુનું પ્રાથમિકનામ) માં પણ પદ્યની સર્જાકત્મકતા સુપેરે રહેલ છે.એમના આ દિલ્હીના પ્રવાસે દિલ્હીમાં ઉર્દૂ ગઝલ ની રચના , વિકાસમાં અને ઉતપત્તિમાં સ્ફુતિ અને ઉનમાદ પેદ કર્યો.
વલી ફારસી ભાષાનાં કાવ્યો માં રહેલ ઉત્સાહ,જોમ,સજીવતા,વિકાસ અને કાલ્પ્નિકતાથી અજાણ કે અજ્ઞાત ન હતા.પરંતુ વલી ની પ્રચંડ સર્જન શક્તિ ,ઉર્દૂ પ્રેમ અને સખ્ત પરિશ્રમે એમને ઉર્દુ કાવ્યના ભિષ્મપિતામહ અને શિલ્પી બનાવી દીધા.અને ઉર્દુ શબ્દ ભંડોળ ને હિંદી,ફારસી,ઉર્દૂ અને અરબી શબ્દ ભંડોળથી માલામાલ કરી દીધું.
વલી એ ફારસી માં પ્રણાલિગત દરેક કાવ્ય પ્રકાર મસ્નવી.કસીદા.નઝમ વિ. પર કામિયાબી પૂર્વક હાથ અજમાવ્યો. પણ ગઝલ એ એમનો પ્રિય કાવ્ય પ્રકાર રહ્યો,અને એમાં પ્રાણ પુરી દીધો.એમણે 473 ગઝલો લખી હશે.જેમાં 3225 શેરો(અશાર)નું ભરત કામ છે.. વલી એમની અભિવ્યક્તિમાં પુરુષ ના દ્ર્ષ્ટિકોણથી પ્રેમ ના નિરુપણ માં પ્રથમ કવિ છે.જ્યારે રૂઢિ પરંપર પ્રમાણે પ્રેમની અભિવ્ય્ક્તિ સ્ત્રી પાત્ર તરફથી વ્યકત કરવાનો શિરસ્તો હતો. વલી નો ઈંતેકાલ(નિધન)1707 માં અમદાવાદ માં થયો.અને ત્યાંજ સરખેજ રોડ નજીક દફન કરવામાં આવ્યા. ’વલી’ એક સુફી સંત પણ હતા. ઉર્દૂ કાવ્યની શરુઆતજ એમના પુરોગામી સુફી સંત અને હઝરત નીઝામુદ્દીન અવલિયા(રહ.)ના ખાદિમ અને અંતેવાસી હઝરત અમીર ખુસરો ની.પવિત્રત્તા,લોકસેવા,મદ્યનિષેધ,અને વૈષ્ણવ વજંતોની સંપૂર્ણ વ્યાખ્યામાં સમાવિત મહા પુરુષોથી થઈ છે. ગાલિબના મદ્યપાને શાયરોને
એવો સંકેત આપ્યો કે એ પણ શાયરી નું કોઇ અનિવાર્ય અંગ છે.અને તે પછી ઘણા અપવાદો બાદ કરતા કેટલાક શાયરો ગાલિબની આ કૂટેવને શાયરીનો કોઇ છંદ સમજી વળગી રહ્યા અને હજી પણ છે
.
આ’વલી’ગુજરાતી જે ઉર્દૂ ભાષાના પ્રથમ ગ્રંથષ્ઠ કવિ હોવાનો માથે તાજ રાખે છે. એની ગોધરા કાંડ પછી આપણે શી વલે કરી?

 ’જમીં ખા ગઈ આસ્માં કૈસે કૈસે’

વલીનો વતન પ્રેમ:
દિલ્હી ગયા પછી વલી ગુજરાતને ખુબ યાદ કરવા લાગ્યા. દૂર રહેતી કોઇ પ્રેયસી માટે તડપે એમ વલી તડપતા રહયા અને દર્દભરી ગઝલ લખી. વલી દિલ્હીથી તેની બધી શાનો શૌકત, અને મિત્રોને છોડી ગુજરાત પરત થયા.

ग़ुजरात के फिराक से है खार खार दिल
बेताब है सीना मने आतिश बहार दिल.

मरहम नहीं ईसके जखमका जहान में
समशीए हीज्र से हुआ है फिकार दिल.

અનુવાદ: ગુજરાત ના વિરહથી મારું હૃદય કંટકોથી ખુંપાઈ ગયું છે. મારા હૃદયની વસંત અગ્નિનીની જવાળાઓમાં લપેટાય ગઈ છે,અને બેચેન છે. માર ઘાવનો આ વિશ્વમાં કોઈ મલમ દ્રષ્ટિ ગોચર થતો નથી
આ વિયોગની ની તલવારથી મારા હૃદયના ટૂકડે ટૂકડા થઈ ગયા છે.

જનાબ વલી ગુજરાતીનો મઝાર

ગઝલકારો શ્રી રતિલાલ અને શ્રી રાંદેરીને ‘વલી’ એવોર્ડ

ગુજરાત રાજ્ય સરકારે ગુજરાતના પ્રથમ ઉર્દૂ શાયર શ્રી ‘વલી’ ગુજરાતીની સ્મૃતિમાં ‘વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર’ ની સ્થાપના કરી છે. આ કેન્દ્રની સલાહકારસમિતિના અધ્યક્ષ માન. મંત્રીશ્રી, શિક્ષણ, રમતગમત યુવા તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, શ્રીમતી આનંદીબેન પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ગુજરાતના સુપ્રસિદ્ધ વયોવૃદ્ધ, ગઝલકાર શ્રી રતિલાલ ‘અનિલ’ તથા 103 વર્ષની ઉંમરે પહોંચેલા ગઝલકાર શ્રી ‘આસિમ’ રાંદેરીને મૂર્ધન્ય ગઝલકાર તરીકેનો ઍવૉર્ડ અર્પણ કરવામાં આવ્યો છે.
આ ઍવૉર્ડમાં બન્ને મૂર્ધન્ય ગઝલકારોને રૂ. 1 લાખ, શાલ તથા સ્મૃતિચિન્હ અર્પણ કરવામાં આવેલ છે. ગુજરાતી ગઝલ પરંપરાના મહત્વના સીમાચિન્હ રૂપ આ ગઝલકારોને તા. 31-10-2006 ના રોજ સરદાર પટેલ જયંતિ નિમિત્તે કરમસદ ખાતે જાહેર સમારંભ યોજીને રાજ્યકક્ષાના અવૉર્ડ અર્પણ કરવામાં આવ્યો છે.

वली गुजराती
मर्कद शीकन का कोइ भी मझ्हब नहीं होता ,
तोडी मझारे ‘वली, और मलबे को पुंजते हो.


वली अहमदाबादी आसीम,अनिल सुरती
देने ‘वली एवर्ड करमसद क्यों पहों
ते हो.

મર્કદ શીકન=કબર(મઝાર) તોડનાર
મલબા= ખંડેર આસીમ=ગુજરાતીના વયો વૃધ કવિ વતન:રાંદેર(સુરત)
અનિલ=રતિલાલ ‘અનિલ’ કરમસદ=ચરોતરમાં આવેલ ગામ

વલીની એક ગઝલનો ટૂકડો:
मुफलीसी सब बहार खोती है.
मर्दका एतेबार खोती है.

क्योंकी हासिल हो मुझको
जमिअत झूलफ तेरी करार खोती है

અનુવાદ:
દારિદ્રય બધીયે વસંતો ગુમાવી દે છે. એક પુરુષના વિશ્વાસને ગુમાવી દે છે.
મને એકાગ્રતા(શાંતિ) પ્રાપ્ત થઈ જાય એટલા માટે તારા કેશ વિખરાય જઈ પોતાની એકાગ્રતાને ગુમાવી દેછે.

નફરત ફૈલા રહેંહૈ યે મઝહબકે નામ પર,
સત્તાકે ભૂકે લોગોંસે મઝહબ બચાઈયે.

વલી’ ગુજરાઉપર ઉર્દૂ અંગ્રેજીમાં ઘણું લખાયું છે.ડૉ.સૈયદ અબ્દુલ્લહનું પૂસ્તક’વલી સે ઈકબાલ તક’ઉર્દૂદુ પ્રેમીઓ માટે સુંદર પુસ્તક છે.

વલી ગુજરાતીની મજાર_ડૉ.રસેશ જમીનદાર

walia.jpg

હેર અમદાવદ,શાહીબાગ એનો એક વિસ્તાર. અહીં અંદર બ્રિજ જવાના રસ્તા ઉપર હતી કવિ વલી ની મજાર_દરગાહ.વલી જે વંશમાં થઈ ગયા તે વંશના લોકોને શાહીબાગમાં દફનાવવામાં આવતાં હતાં.એવું કહેવય ચી કે એ લોકોનું કબ્રસ્તાન પહેલેથી શાહી બાગમાં હતું.પરંતુ અનુગોધરાકાંડ દરમિયાન કમનસીબે વલી ગુજરાતીની કબર કોમવાદનો ભોગ બની.અને તે નષ્ટભ્રષ્ટ થઈ ગઈ.હમણા 1-3-2006ના રોજ વલીની કબર જ્યાં હતી તે જેગ્યાએ મીણબત્તીનો પ્રકાશ પથરાયો,અને પૂષ્પોના સુશોભનથી વલીની સ્મૃતિ તાજી કરાઈ. વલી ઉર્દુ ગઝલનાં બાવા આદમ હતા. કવિ ચોસરનું જે સ્થાન અંગ્રેજી ભાષામાં છે તેવું સ્થાન ઉર્દુ ભાષામાં વલી નું છે. દૂર્ભાગ્યે મોટા ભાગના ગુજરાતીઓ ,વિશેષ અમદાવાદીઓ ,આ ગઝલકારના જીવન કવનથી અનભિજ્ઞ છે.ઉર્દુ ભાષામાં ગઝલને મુખરિત ચહેરો આપનાર આ સમર્થ ગઝલકારનો ગુજરાત_પ્રેમ એમની કવિતામાં ,મસ્નવીમાં અને ગઝલમાં વિશેષ ભાવે અભિવ્યકત થાય છે.’ગુજરાત ના વિયોગ’માં વલીનો ગુર્જર પ્રેમ પ્રબળતાથી અનુભવી શકાય છે.સોળમી સદીમાં વિદ્યમાન અને દેશ સમસ્તમાં ગુજરાત અમદાવાદ ને ખ્યાતિ બક્ષનાર કવિ વલીને ગુજરાત વિસરી ગયું છે.ઉર્દુ ભાષામાં પહેલ પ્રથમ વિનિયોગ વલી દ્વારા થયો છે.આ કવિના જન્મ_ મરણ_ કવન ગુજરાતન ફાળે અંકિત થયેલાં છે. એમની કવિતામાઅં સુફીવદનું તત્વ પ્રબળ રીતે અનુભવી શકાય છે. વલીના જમાના સુધી ફારસીમં કવિતા લખાતી હતી.ઉર્દુમાં ભગ્યેજ કવિતા રચાતી. પરંતુ વલીની કવિતા જુની જુની ગુર્જરીથી અલગ અને નવી ઉર્દુની નજીક હતી.હવે ગુજરાત સરકારે વલી ગુજરાતી વલી અકાદમી સ્થાપવાનાં ચક્રો ગતિમાન કર્યં છે. કવિએ સુરતની પ્રશસ્તિ પણ કવિતામાં નિબધ્ધ કરીછે.એક એક સુરત જોઇ લ્યો જાણે મોંઘી મૂરત.આવા કવિની મજાર 1-3-2002નાં રોજ દોષ્કૃત્યોથી દૂર કરાઈ.સાહિત્યકાર ધર્મ જાતિથી પર હોય છે.અને તેથી વલી ગુજરાતેની કબરની પહોંચાડેલું નુકસાન નિંદનીય ગણાય.(2-3-2006)’કુમાર’950:ફેબ્રુઆરી 2007

 એમની મઝાર 28ફેબ્રુઆરી2002ના રોજ તોડવામાં આવી.

પઢે ફાતિહા યહાં આએ ક્યું,કોઇ ચાર ફૂલ ચઢાયે કયું?

     જો બિગડ ગયા વો નસીબ હું ,જો ઉજડ઼ ગઇ વો બહાર હું.

                                                                          (બહાદુરશાહ ઝફર )  

 ડોકિયું:

અરબી,ફારસી,ઉર્દુ અને ગુજરાતી માં શાયરીના તમામા પ્રકારમાં રૂપકો અને પ્રતિકો માં સાકી,શરાબ,જામો.મીના,સાગર.મયખાના.મયકશ,સુરાહી.નશાપીના.પીલાના વિ નો ઉપયોગ વિપૂલ પ્રમાણ માં થયો છે. ઈશ્કે હકીકી હોય કે ઈશકે મિજાઝી આ પ્રતિકો અને રૂપકો રંગ બદલીને આવવાનાં. શ્રી મોરારજીભાઈ દેસાઈના વડા પ્રધાન પદનાં જમાનામાં ગાલિબ જયંતીની ઉજવણી ધામ ધૂમથી થઈ.ગાલિબા અકાદમીઓ સ્થપાઈ આંતરારાષ્ટ્રિય કક્ષાનાં ઉર્દૂમુશાયેરા થયા. દિલ્હી અને હઝત નિઝામુદ્દીન, નવી દિલ્હી ગાલિબ મય બની ચૂકયું. શ્રી મોરારજી ભાઈ દેસાઈ ને એક શાનદાર મુશાયએરામાં ખસુસી(ખાસ)મહેમાન તરીકે આમંત્ર્વામાં આવ્યા.આંતરારાષ્ટ્રિય મોટા ગજાના શાયેરો,મહાનુભાવો હાજર હતા.શ્રી મોરારજીભાઈ નશાબંધીનાપ્રણેતા ગણાય.ચુસ્ત ગાંધી વાદી. ગાલિબ વિશે એમણે વકતવ્ય આપતાં કહ્યું કે ‘ગાલિબ’ ઘણી ઉચી કોટિના કવિ હતા,આ બધા માનના ખરેખર અધિકારી છે. પરંતુ ‘ગાલિબ’ વાત વાત માં દારૂ(શરાબ)નો જીકર કરે એ મને ગમતુ નથી.(યાદ દાસ્તના આધારે)


Responses

  1. […] https://bazmewafa.wordpress.com/2007/06/03/waligujarati_wafa/ […]

  2. […] https://bazmewafa.wordpress.com/2007/06/03/waligujarati_wafa/ […]


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: